ટાઇગર માટે મારા દિલમાં હંમેશાં સૉફ્ટ કૉર્નર રહેશે: ક્રિતી સૅનન
ક્રિતી સૅનન
ટાઇગર શ્રોફ સાથે બૉલીવુડમાં પોતાની કરીઅરની શરૂઆત કરનાર ક્રિતી સૅનને જણાવ્યું હતું કે તેના દિલમાં ટાઇગર માટે હંમેશાં સૉફ્ટ કૉર્નર રહેશે. આ બન્નેએ ૨૦૧૪માં આવેલી ‘હીરોપંતી’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેમની બૉલીવુડની સફરને પાંચ વર્ષ વીતી ગયાં છે. ટાઇગર સાથેનો ફોટો ક્રિતીએ ટ્વિટર પર શૅર કર્યો હતો.
આ પણ વાંચો : ઇન્સિક્યૉરિટી અનુભવતો હોવાથી ખૂબ જ મહેનત કરે છે ટાઇગર
ADVERTISEMENT
ટાઇગરની પ્રશંસા કરતાં ટ્વિટર પર ક્રિતીએ ટ્વીટ કર્યું હતું કે ‘મેં તેની અથાક મહેનત જોઈ છે. તેની ડિસિપ્લિન, તેનું પૅશન અને હું એ પણ જાણતી હતી કે તે લોકોને પોતાની તરફ આકર્ષિત કરીને તેમને ખુશ કરશે. મારા દિલમાં તારા માટે હંમેશાં સુપર સૉફ્ટ કૉર્નર રહેશે Tigy. ટાઇગર શ્રોફ, તારી પ્રગતિ જોઈને હું ખૂબ ખુશ થાઉં છું. હૅપી 5 યર-ઍનિવર્સરી. હવે ‘હીરોપંતી 2’નો ટાઇમ છે.’