દબંગ 3 માટે સલમાને માત્ર 1 મહિનામાં ઘટાડ્યું વજન
સલમાન ખાન અને કિચ્ચા સુદીપ
બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ દબંગ 3ને લઈ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. દબંગ થ્રી આગામી ઈદ પર રિલીઝ થવાની છે. ત્યારે ફિલ્મ વિશે રોજ નવી નવી માહિતી સામે આવી રહી છે. આ ફિલ્મમાં દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર કિચ્ચા સુદીપ નેગેટિવ રોલમાં દેખાશે. કન્નડ એક્ટર સુદીપે સલમાન ખાનના ફિટનેસ લેવલ અંગે તાજેતરમાં જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
સુદીપે કહ્યું કે સલમાન ખાન પોતાની બીજી ફિલ્મના શૂટિંગ માટે થોડા ઓવરવેટ થઈ ગયા હતા. પરંતુ તેમણે માત્ર એક મહિનામાં પોતાનું વજન ઘટાડી દીધું. ઉલ્લેકનીય છે કે ફિલ્મ દબંગ 3માં કિચ્ચા સુદીપ અને સલમાન ખાન વચ્ચે એક શર્ટલેસ ફાઈટ સીન ફિલ્માવાયો છે, જેના વિશે પણ ચર્ચા ચાલી રહી છે.
ADVERTISEMENT
સુદીપે એક ઈન્ટરવ્યુમાં કહ્યું,'આ એક શોડાઉન છે, જેમાં અમે બંને બેયર ચેસ્ટેડ દેખાઈશું. જ્યારે અમે ફિલ્મનું શૂટિંગ કર્યું તો તે થોડા ઓવરવેટ હતા. તેમના અન્ય કમિટમેન્ટ્સને કારણે વજન વધું હતું. તેમને આ વિશે પૂરો ખ્યાલ હતો. એટલે સલમાને જિમમાં મહેનત શરૂ કરી અને એક મહિનાની અંદર જ વધેલું વજન ઓછું કરી નાખ્યું.'
સુદીપે કહ્યું કે આ ઉંમરે પણ તેમનું ડેડિકેશન જબરજસ્ત છે. સલમાનનું ડેડિકેશન જોઈને સુદીપે પણ સતત જીમમાં પરસેવો વહાવાની શરૂઆત કરી હતી. તેઓ સલમાન સામે નબળા નહોતા લાગવા માગતા. ઉલ્લેખનીય છે કે દબંગ 3ને પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ફરી એકવાર સલમાન ખાન સોનાક્ષી સિંહા સાથે રોમાન્સ કરતા દેખાશે. સોનાક્ષી ફિલ્મમાં રજ્જોના પાત્રમાં દેખાશે. તો સલમાન ફરી ચુલબુલ પાંડેના અંદાજમાં દેખાશે.
આ પણ જુઓઃ આ રીતે પ્રેમમાં પડ્યાં હતા બોલીવુડના જાણીતા કપલ્સ, વાંચો લવસ્ટોરીઝ
ઉલ્લેખનીય છે કે દબંગના આગળના પાર્ટની જેમ આ વખતે પણ મેકર્સ નવા વિલનને લઈને આવ્યા છે. દબંગ 3માં કિચ્ચા સુદીપ નેગેટિવ રોલમાં દેખાશે. બીજા પાર્ટમાં પ્રકાશ રાજે વિલનનો રોલ ભજવ્યો હતો, તો પહેલા ભાગમાં સોનૂ સૂદ વિલનના પાત્રમાં દેખાયા હતા. હજી સુધી દબંગ 3નું ટીઝર કે ટ્રેલર નથી આવ્યું, પરંતુ ફેન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

