Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Avengers Endgameએ બાહુબલી 2 અને દંગલને છોડ્યા પાછળ, 300 કરોડની નજીક

Avengers Endgameએ બાહુબલી 2 અને દંગલને છોડ્યા પાછળ, 300 કરોડની નજીક

04 May, 2019 09:12 PM IST | મુંબઈ

Avengers Endgameએ બાહુબલી 2 અને દંગલને છોડ્યા પાછળ, 300 કરોડની નજીક

Avengers Endgameએ બાહુબલી 2 અને દંગલને છોડ્યા પાછળ, 300 કરોડની નજીક


હોલીવુડની ફિલ્મ એવેન્જર્સ એન્ડ ગેમ ઈન્ડિયન બોક્સ ઓફિસ પર કલેક્શન મામલે બાહુબલી 2, ક્રિશ 3, અને દંગલ સહિતની ફિલ્મોને પાછળ છોડી ચૂકી છે. અત્યાર સુધીમાં ફિલ્મ 272 કરોડની કમાણી કરી ચૂકી છે. રવિવારના કલેક્શન બાદ ફિલ્મ 300 કરોડને પાર થઈ જાય તેવી શક્યતા છે.

માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમે ભારતમાં કમાણી મામલે સંખ્યાબંધ ભારતીય ફિલ્મોને પાછળ થોડી ચૂકી છે. 26 એપ્રિલ સિનેમા ઘરોમાં રિલીઝ થયેલી એવેન્જર્સ એન્ડગેમે બે દિવસની કમાણી મામલે બાહુબલી 2નો રેકોર્ડ તોડી ચૂકી છે. ફિલ્મ બાહુબલી 2એ જ્યાં 2 દિવસમાં 80 કરોડની કમાણી કરી હતી, તેની સામે એવેન્જર્સ એન્ડગેમ 104 કરોડ પાર કરી ચૂકી છે. બે દિવસની કમાણી મામલે બાહુબલી 2 ભારતની સૌથી મોટી ફિલ્મ હતી. તો એવેન્જર્સ એન્ડગેમને 104 કરોડ રૂપિયા કમાણી કરી ચૂકી છે.



આ ઉપરાંત એવેન્જર્સ એન્ડ ગેમ એક અઠવાડિયામાં હિન્દી ફિલ્મો કરતા વધુ કમાણી કરી ચૂકી છે. આમિર ખાનની દંગલ, સલમાન ખાનની ટાઈગર ઝિંદા હે, રણબીર કપૂરની સંજુ અને પ્રબાસની બાબુબલીની એક અઠવાડિયાની કમાણીનો રેકોર્ડ તોડી ચૂકી છે. દંગલે એક અઠવાડિયામાં 197.54 કરોડ રૂપિયા હતી. તો ટાઈગર ઝિંદા હૈએ 206.04 કરોડની કમાણી કરી હતી. સંજુએ 20 કરોડ રૂપિયાનું કલેક્શન રહ્યું હતું. તો બાહુબલી 2એ 247 રૂપિયાની કમાણી પહેલા સપ્તાહમાં કરી હતી.


આ પણ વાંચોઃ ક્રિતિ સેનન ગોવામાં મનાવી રહી છે એક્ઝોટિક વેકેશન, જુઓ ફોટોઝ

એવેન્જર્સ એન્ડગેમે આ તમામ ફિલ્મોનો રેકોર્ડ તોડતા 272 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એવેન્જર્સ એન્ડગેમે ક્રિશ 3 અને ઉરી સર્જિકલ સ્ટ્ર્કાઈકના કલેક્શનને પણ પાર કરી દીધું છે. મનાઈ રહ્યું છે કે આ વીક એન્ડમાં ફિલ્મ 300 કરોડને પાર પહોંચી જશે.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2019 09:12 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK