વિજાતીય સંબંધોનો કારક શુક્ર છે તો શુક્ર સાથે અન્ય ગ્રહોનું ગઠબંધન હોય તો એ ઇન્ડિકેટ કરે છે કે વ્યક્તિને લગ્નેતર સંબંધો છે કે નહીં અને આ જ આધારે કહેવામાં આવતું કે મૅરેજ કોની સાથે કરવાં અને કઈ રીતે એ સંબંધોને આગળ વધારવા
ફાઈલ ફોટો
લગ્નેતર સંબંધો અને જન્મના ગ્રહોને સીધો સંબંધ છે. જો જન્મના ગ્રહો એ પ્રકારના હોય તો દુનિયાની કોઈ તાકાત એવી નથી કે લગ્નતેર સંબંધોને કે પછી ફ્લર્ટ કરતા સ્વભાવને અટકાવી કે નાથી શકે. આવી વ્યક્તિઓના એ પ્રકારના સંબંધો સ્વીકારવા સિવાય કોઈ છૂટકો નથી.
લગ્નેતર સંબંધો માટે જો કોઈ ગ્રહને દોષ આપવો હોય તો એમાં ત્રણ ગ્રહ એવા છે જેમના તરફ આંગળી ચીંધી શકાય. આ ત્રણ ગ્રહ છે શુક્ર, રાહુ અને મંગળ. એવું ધારવાની જરૂર નથી કે આ ત્રણ ગ્રહ સાથે હોય તો જ લગ્નેતર સંબંધો હોય અને એવું ધારી લેવાની પણ કોઈ જરૂર નથી કે આ ત્રણ સ્ટાર સાથે ન હોય તો લગ્નેતર સંબંધો ન જન્મે. મૂળ વાત કરતાં પહેલાં કહેવાનું કે જો આ ત્રણ ગ્રહ સાથે હોય તો એ વ્યક્તિ ભારોભાર વિકૃત અને વાસનાકીય વિચારોથી ભરેલી હોય એવી શક્યતા છે.
૧. વિજાતીય સંબંધોનું પ્રતિનિધિત્વ શુક્ર કરે છે. જો શુક્રની સાથે રાહુ કે મંગળ હોય તો એનો અર્થ એવો છે કે એ વ્યક્તિના જીવનમાં દુનિયાદારીની દૃષ્ટિએ વિજાતીય આકર્ષણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શુક્ર સાથે રહેલો રાહુ કે મંગળ ગ્રહ જન્મકુંડળીમાં કયા સ્થાનમાં છે એના આધારે લગ્નેતર સંબંધો કેવા પ્રકારના છે એનું નિર્દેશન મળતું
હોય છે.
૨. શુક્ર અને રાહુ જો સાથે હોય તો અને એ વ્યક્તિના લગ્નેતર સંબંધો હોય તો એ સંબંધો ન્યુક્લિયર બૉમ્બ જેવું કામ કરે એવી સંભાવના છે તો શુક્ર અને મંગળ સાથે હોય અને એ વ્યક્તિના લગ્નેતર સંબંધો હોય તો એ સંબંધો અણુબૉમ્બનું કામ કરે એવી સંભાવના રહે છે. રાહુ-શુક્રની જોડી અને ચોક્કસ સ્થાનમાં એમનું હોવું સૂચવે છે કે વ્યક્તિ લગ્નેતર સંબંધોમાંથી ક્યારેય છુટકારો મેળવી નહીં શકે. તેને મૅક્સિમમ પાર્ટનર સાથે રહેવાની અને સંબંધો રાખવાની આદત પડતી જાય છે. ભૂલથી પણ એવું માનવું નહીં કે અહીં શારીરિક સંબંધોની વાત કહેવામાં આવે છે. અહીં માત્ર ને માત્ર સંબંધો વિશે કહેવામાં આવે છે. યાદ રહે, ૧૦૦ લગ્નેતર સંબંધોમાંથી ૫૨ ટકા લગ્નેતર સંબંધો એવા છે જેમાં માત્ર ને માત્ર વાતોના અને સાથે હસવા-બોલવાના વ્યવહારો જ હોય છે. એમાં ક્યાંય શારીરિક આકર્ષણ હોતું નથી.
૩. જો શુક્ર અને મંગળ સાથે હોય તો એ લગ્નેતર સંબંધોમાં શારીરિક આકર્ષણનું પ્રમાણ વધારે હોઈ શકે છે એવું જ્યોતિષશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની મદદથી હવે પેશન્ટને ચેક કરતા સાઇકિયાટ્રિસ્ટ અને સેક્સોલૉજિસ્ટનું માનવું છે. આ પ્રકારના સંબંધોમાં વ્યક્તિ બન્ને પક્ષના સંબંધોને પૂરતો ન્યાય આપવાની પણ કોશિશ અકબંધ રાખે છે, જે રાહુ-શુક્રવાળી વ્યક્તિમાં ઓછું બનતું હોય છે.
૪. શુક્ર અને સૂર્યનું ગઠબંધન પણ અમુક સંજોગોમાં મહત્તમ વિજાતીય સંબંધો દર્શાવવાનું કામ કરે છે, પણ આ યુતિમાં સામાન્ય રીતે યુતિધારકની માનસિકતા વન-નાઇટ સ્ટૅન્ડ સમાન રહેતી હોય છે એટલે એ સંબંધને સીધા જ લગ્નેતર સંબંધો માની ન શકાય. એમ છતાં એ પણ સ્વીકારવું રહ્યું કે યુતિધારક જે સંબંધો ધરાવે છે એ નીતિકારક પણ નથી જ.
(ખાસ નોંધ : દરેક વખતે આ જ મુજબની ફળશ્રુતિ હોય એવું ધારવું વધારે પડતું છે
તો સાથોસાથ એ પણ એટલું જ સાચું કે મહત્તમ કિસ્સામાં આ પ્રકારની અસર જોવા મળી પણ છે.)