બૉમ્બે ડ્રૉઇંગરૂમ દ્વારા યોજાયેલી આ વર્કશૉપમાં તમે કદી પીંછી ન પકડી હોય તો પણ મજા આવશે અને જો તમે થોડું ચિત્રકામ જાણતા હશો તો પેઇન્ટિંગની બારીકીઓ શીખવાની મજા આવશે.

વાન ગૉઘ સ્ટારી નાઇટ્સ
વાન ગૉઘ સ્ટારી નાઇટ્સ
ડચ પેઇન્ટર વાન ગૉઘની જેમ તમારી અંદરના કલાકારને પણ જગાવવો હોય તો એક મજાની પેઇન્ટિંગ વર્કશૉપ છે જે વાન ગૉઘના ‘ધ સ્ટારી નાઇટ્સ’ પેઇન્ટિંગને રીક્રીએટ કરતાં શીખવશે. બૉમ્બે ડ્રૉઇંગરૂમ દ્વારા યોજાયેલી આ વર્કશૉપમાં તમે કદી પીંછી ન પકડી હોય તો પણ મજા આવશે અને જો તમે થોડું ચિત્રકામ જાણતા હશો તો પેઇન્ટિંગની બારીકીઓ શીખવાની મજા આવશે.
ક્યારે?: ૨૬ માર્ચ
સમય : બપોરે ૩થી ૬
ક્યાં?: મૅન્ગો આર્ટ ઍન્ડ સ્ટેશનરી, થાણે
કિંમત : ૧૮૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow.com
ડાન્સ મૅરથૉન
મૅરથૉન હંમેશાં દોડવાની જ હોય એવું જરૂરી નથી, ડાન્સની પણ હોય. આ ડાન્સ મૅરથૉન ઑર્ગેનાઇઝ કરી છે લેટિન ટ્વિસ્ટ સંસ્થાએ. એમાં એક આખી સાંજ સતત પ્રકારનાં ડાન્સ-ફૉર્મ્સ શીખવાનાં, પર્ફોર્મ કરવાનાં અને પછી રાતે નાઇટ પાર્ટીમાં દિલ ખોલીને નાચવાનું. સાલસા, કિઝોમ્બા, રુએડા અને બચાટા એ ચાર લેટિન ડાન્સ સ્ટાઇલ્સ અનુભવી આર્ટિસ્ટો પાસેથી શીખવાની એક-એક કલાકની વર્કશૉપ પછી રાતે ૯ વાગ્યાથી ફ્રી સ્ટાઇલ ડાન્સ પાર્ટી.
ક્યારે?: ૨૬ માર્ચ
ક્યાં? : ઍન્ટિ-સોશ્યલ, લોઅર પરેલ
સમય : બપોરે બેથી રાતે ૧
કિંમત : ૧૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : www.latintwist.in
એથ્નિક ટ્યુન્સ
જાણીતાં કૉન્ટેમ્પરરી આર્ટિસ્ટ અનુરાધા ઠાકુર દ્વારા રચિત ટ્રાઇબલ કમ્યુનિટીના કલરફુલ સ્પિરિટને જાગ્રત કરતાં ચિત્રોનું હાલમાં એક્ઝિબિશન ચાલી રહ્યું છે. ગ્રામીણ લોકોની ખંત, ધીરજ અને સહનશક્તિની અનોખી રજૂઆત એ તેમના સર્જનની ખાસિયત રહી છે. તેમની કળા માટે ભારતની મિનિસ્ટ્રી ઑફ વિમેન ઍન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા ૧૦૦ વુમન અચીવર્સમાં તેમને અવૉર્ડ પણ મળી ચૂક્યો છે.
ક્યારે?: ૨૭ માર્ચ સુધી
ક્યાં?: જહાંગીર આર્ટ ગૅલરી નંબર ૨, કાલા ઘોડા
સમય : ૧૧થી ૭