સમોસાં માટે જાણીતી સાયનની ગુરુકૃપા રેસ્ટોરાંમાં આફૂસ કેરીની વિવિધ આઇટમો આવી ગઈ છે જે ફૂડપ્રેમીઓનું દિલ જીતી રહી છે.

મૅન્ગો મેનિયા
મૅન્ગો મેનિયા
કેરીની સીઝન આવી ગઈ છે ત્યારે હવે અનેક રેસ્ટોરાં અને ઇટરીઝમાં મૅન્ગો મેનુ ઇન્ટ્રોડ્યુસ થવા લાગ્યું છે. સમોસાં માટે જાણીતી સાયનની ગુરુકૃપા રેસ્ટોરાંમાં આફૂસ કેરીની વિવિધ આઇટમો આવી ગઈ છે જે ફૂડપ્રેમીઓનું દિલ જીતી રહી છે. અહીં તમને એકથી એક ચડિયાતી મૅન્ગોની વાનગીઓ મળશે. જોકે અમે રેકમેન્ડ કરીશું ચાર વાનગીઓ. એક છે મૅન્ગો ફિરની, મૅન્ગો બરફી, મૅન્ગો રસગુલ્લા અને મૅન્ગો લસ્સી. ફિરનીમાં દૂધની અંદર ઉકાળેલા રાઇસની સાથે ગાઢો મૅન્ગોનો રસ બહુ સરસ રીતે બ્લેન્ડ થયેલો છે. રસગુલ્લામાં પણ મૅન્ગોની ફ્લેવર બહુ મજાની છે. મૅન્ગો બરફીનું ટૅક્સ્ચર પણ બહુ સરસ છે. એમાં તમને ડ્રાયફ્રૂટ્સની સાથે મૅન્ગોના ટુકડા મળે છે. ગળપણ પણ એટલુંબધું નથી એટલે નૅચરલ મૅન્ગોનો સ્વાદ સ્પષ્ટ વર્તાય છે. ગરમીમાં જો મીઠાઈ ખાવાની બહુ ઇચ્છા ન હોય તો તમે એક ગ્લાસ મૅન્ગો લસ્સી પીશો તોય મન ધરાઈ જશે.
કિંમત: મૅન્ગો ફિરની (૮૦ રૂપિયા), બરફી (૭૬ રૂપિયા/૧૦૦ ગ્રામ), રસગુલ્લા ૩૬ રૂપિયા (બે પીસ), મૅન્ગો લસ્સી (૮૫ રૂપિયા)
ક્યાં? : ગુરુકૃપા, સાયન
૬ આર્ટિસ્ટોનું એસ્કેપ આર્ટિસ્ટિક
બિરલા કિશોર પાત્રા, અજિત સામલ, બૉબી અબ્રાહમ, નિત્યાનંદ સાહૂ, સંજય રાઉલ અને વી. સતીશન એમ ૬ કન્ટેમ્પરરી આર્ટિસ્ટોનું એક છત્ર હેઠળ મજાનું પેઇન્ટિંગ એક્ઝિબિશન હાલમાં ચાલી રહ્યું છે.
ક્યારે? : ૨૭ માર્ચ સુધી
ક્યાં? : નેહરુ સેન્ટર આર્ટ ગૅલરી, વરલી
સમય : ૧૧થી ૭
શૉર્ટ ફિલ્મ કૉર્નર- એનસીપીએ
વાઇટ વૉલ સ્ક્રીનિંગ સાથે મળીને એનસીપીએમાં આવતા અઠવાડિયે ત્રણ શૉર્ટ ફિલ્મ્સનું સ્ક્રીનિંગ થવાનું છે. પહેલી ફિલ્મ છે ‘અચ્છા હુઆ ટાઇમ પે આ ગયે’. જેમાં બે બીએમસીના કર્મચારીઓ એક છોકરીને માસ્ક ન પહેરવા બદલ ફાઇન કરવા માટે ઝઘડી રહ્યા છે. બીજી શૉર્ટ ફિલ્મ ગુજરાતી છે જેનું નામ છે ‘સમી સાંજ’. જેમાં અપ્પુ અને ડૉલી નામની યુવક-યુવતી એક ભજનસંધ્યામાં મળે છે અને તેમની જિંદગીના સંઘર્ષોની દિલ ખોલીને એકમેક સાથે વાતો કરે છે. ત્રીજી ફિલ્મ છે ડિનર, જેમાં ઘણા વખતથી એકલી રહેતી એક છોકરી તેની બહેનપણીને ડિનર પર મળવા બોલાવે છે. અપેક્ષા હોય છે કે કંઈક સારું થશે, પણ થાય છે કંઈક અવળું. આ ત્રણેય શૉર્ટ ફિલ્મ્સ વારાફરતી જોવા મળશે.
ક્યારે? : ૨૯ માર્ચ
સમય : સાંજે ૬.૩૦થી ૭.૩૦
કિંમત : ફ્રી
રજિસ્ટ્રેશન : ncpamumbai.com
કાલીઘાટ આર્ટ
બંગાળી લેડી ખોળામાં મોર પકડીને બેઠી હોય એવું કાલીઘાટ સ્ટાઇલનું ચિત્રણ કાલીઘાટ આર્ટિસ્ટ સમીર ચિત્રકારજી પાસેથી ઑનલાઇન શીખવાનો મોકો છે. એમાં મૉડર્ન આર્ટવર્ક બેઝ્ડ કાલીઘાટ પેઇન્ટિંગ શીખવવામાં આવશે.
ક્યારે? : ૨૭થી ૩૧ માર્ચ
સમય : બપોરે ૧થી ૨.૧૫ (સોમથી શુક્ર)
કિંમત : ૯૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન :
@catterfly_art_culture