ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બહાર પાડેલા એવા ત્રણ સિક્કાની વાતો બહુ રસપ્રદ છે જેમાં બ્રિટિશ સામ્રાજ્યનાં યુવાન રાણી વિક્ટોરિયાના હોદ્દા મુજબ સિક્કાઓની કારીગરી પણ બદલાતી રહી
સિક્કાઓ
વાચકમિત્રો, ગયા અઠવાડિયે આપણે સંસ્કૃતિ નગરી વડોદરાની સુવર્ણ મુદ્રાઓની વાત કરી. આ વખતે ચાલો વાત કરીએ ચોટલીવાળી રાણીની. ના... ના... હસવાની વાત નથી. અંગ્રેજોના શાસન વખતે એક નહીં, બે-બે સિક્કા એવા હતા જેને લોકો ચોટલીવાળી રાણીના સિક્કા કહેતા.



