હવે તેની પાસે ૨૪ કલાક હતા અને આ ૨૪ કલાકમાં તેણે હવામાં ઓગળી જવાનું હતું. એવું જ કર્યું ગણપતે અને પોલીસ-સ્ટેશનમાંથી નીકળી તે સીધો અલાહાબાદ જતી ટ્રેનમાં ચડીને રફુચક્કર થઈ ગયો.
પિરિયડ્સ (પ્રકરણ ૧)
અચાનક હાર્ટ-અટૅકમાં આઇનું અવસાન થતાં ગણપતને ચાર દિવસના પરોલ મળ્યા તો દરરોજ સાંજે પોલીસ-સ્ટેશને હાજરી પુરાવવાનું ફરમાન પણ મળ્યું. ગણપતને કોઈ વાંધો નહોતો. માની અંતિમવિધિ પૂરી કરીને ગણપત સીધો પોલીસ-સ્ટેશન પહોંચ્યો હતો.
જવાનું હતું તમારે ઑફિસ, પણ તમે આજે ઑફિસ સ્કિપ કરી દીધી છે. આમ તો આ દર મહિને બને છે. પિરિયડ્સ પહેલાં જ તમારી હાલત એવી કફોડી થઈ જાય કે તમને એકાદનું ખૂન કરવાનું મન થાય અને કોઈ વાર તો તમને તમારા પર પણ એટલી જ ખીજ ચડે. વગર કારણે આવતા આ મૂડ-સ્વિંગ્સને મેડિકલ ટર્મિનોલૉજીમાં પ્રી-મૅન્સ્ટ્રુઅલ સિ ન્ડ્રૉમ કે પછી પીએમએસના શૉર્ટફૉર્મ તરીકે ઓળખવામાં આવે છે એની તમને જાણ પણ છે અને તમને એ પણ ખબર છે કે આ પીએમ સિન્ડ્રૉમનો શિકાર દર ત્રીજી છોકરી બનતી હોય છે. એમ છતાં તમને એવું જ લાગ્યા કરે છે કે આ જે તકલીફ છે એ તમારી એકની છે અને તમે એક જ એ ભોગવી રહ્યાં છો. પીડાનું એવું જ હોય. એ સમાન હોય તો પણ જ્યારે સહન કરવાની આવે ત્યારે એ દુનિયા કરતાં અદકેરી લાગે.
‘આઇ ઍમ સૉરી...’ તમે બૉસને ફોન કરી દીધો, ‘આજે મારાથી નહીં અવાય...’
‘અરે પણ મીટિંગ છે આજે. ઑલ સ્ટાફ મીટ... એમાં તું નહીં હો તો...’
‘સમજોને પ્લીઝ...’ ઇચ્છા તો દલીલ કરતા બૉસને મગરના ‘મ’વાળી અને ચકલીના ‘ચ’વાળી ગાળ ભાંડવાની હતી, પણ તમે કન્ટ્રોલ કર્યો, ‘નહીં અવાય એટલે નહીં અવાય... આઇ ઍમ સૉરી.’
‘બીજી કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ...’
‘ના, બિલકુલ નહીં. હું ૨૦૨પ પહેલાં જૉબ ચેન્જ નહીં કરું.’ મનમાં ચાલતા વિચારોથી સાવ જ વિપરીત જવાબ તમે આપ્યો, ‘રેસ્ટ એસ્યૉર... પણ આજે હું નહીં આવી શકું એ ફાઇનલ છે.’
‘હરામખોર ફોન મૂકને...’
તમારા મનમાં વિચાર તો આ જ હતો, પણ તમે એના પર મહામહેનતે કાબૂ રાખ્યો હતો. અલ્ટિમેટલી તે બૉસ હતા અને વર્ષે ૨૪ લાખનું પૅકેજ તમારા અકાઉન્ટમાં એ જમા કરતા હતા. કુછ તો રિસ્પેક્ટ બનતા હૈ.
‘ઓકે...’ બૉસે કામની વાત કરી, ‘આજે તારે સિયારામ મિલ્સમાં ઑડીટી પર જવાનું હતું, તો એ કામ હું સુગંધાને...’
‘એ શું કરવાની સર...’ તમે શબ્દો ચોર્યા વિના કહી દીધું, ‘એ ડોબી છે. હું જ સિયારામ મિલ્સમાં વાત કરીને ઑડિટ કાલ પર કરી નાખું છું.’
‘કાલ તો આવી જવાશેને?’
‘નો આઇડિયા...’ તમારું ઍબ્ડોમિનલ પેઇન ચરમસીમા પર હતું, ‘પણ સિયારામ મિલ્સનું કામ થઈ જશે.’
‘બીજાં પણ જે પેન્ડિંગ કામ હોય એ પણ જોઈ લેજે.’
‘ઠીક છે...’
ઑલમોસ્ટ ટશન સાથે તમે જવાબ આપ્યો અને ફોન કટ કરી તમે કમરેથી ૧૮૦ ડિગ્રી પર બૅન્ડ વળીને સીધાં ઘૂંટણ પર આવ્યાં. ક્ષણવાર માટે સારું લાગ્યું, પણ દિમાગ, એ તો સુપરસ્પીડમાં હજી પણ ભાગતું હતું.
સાલું ભગવાને મને છોકરી શું કામ બનાવી?
તમે જાતને જ સવાલ પૂછ્યો અને સવાલ પૂછીને તમે પુરુષોની નિંરાતની ઈર્ષ્યા કરવા પર લાગી ગયાં.
- એ હરામખોરોને કોઈ ચિંતા નહીં. આપણે તો બધી વાતનું ટેન્શન રાખવાનું. સાલાઓને મજા કરવાની હોય ત્યારે પણ ટેન્શન ન હોય. આપણે તો એ પણ ટેન્શન રાખવાનું કે જો સેફ્ટીમાં જરાક ભૂલ રહી ગઈ તો બે મહિનામાં દુનિયાઆખી પાસે આપણી બધી મજા ચાડી ખાતી પોકારશે. એક એમએલ સ્પર્મ પણ એ હરામખોરો તો પેટમાં રાખતા નથી અને આપણે...
તમારી અકળામણ ચરમસીમા પર હતી અને આ અકળામણ હજી આવતા એકથી બે દિવસ સહન કરવાની હતી. ના, એકથી બે દિવસ નહીં, પિરિયડ્સ શરૂ થઈ ગયાના એકાદ-બે દિવસ પછી એ ઓસરવાની હતી. ત્યાં સુધી તો આ પીએમએસને આમ જ સહન કરવાનું હતું.
તમને ઇલેક્ટ્ર િક શેક લેવાનું મન થયું અને સાથોસાથ મમ્મી કહેતી હોય છે એ કાઢો પીવાની પણ ઇચ્છા થઈ, પણ બનાવી કોણ આપે?
મૅટરનિટી લીવની જેમ પિરિયડ્સ લીવ પણ દેશમાં શરૂ થવી જોઈએ.’
તમારું દિમાગ ફરી કામે લાગ્યું.
- પિરિયડ્સ લીવ મળે તો ચારથી પાંચ સન્ડે અને પાંચ દિવસની પિરિયડ્સની લીવ. બધું મળીને થાય નવથી દસ લીવ. હા, તો બેસ્ટ જ છેને. ૨૦થી ૨૧ દિવસ મહિનામાં કામ કરવાનું. પિરિયડ્સના પાંચ દિવસ આરામ કરવાનો અને સન્ડેના ચારથી પાંચ દિવસ બૉયફ્રેન્ડ સાથે મજા કરવાની.
ડિંગ ડોંગ...
કોણ આવ્યું અત્યારે?
મનમાં આવેલા સવાલને તમે રાડ પાડીને જીભ પર લીધો.
‘કૌન?’
‘કપડે મૅડમ...’ બહારથી જવાબ આવ્યો, ‘નિકાલ કે રખ્ખો, ઉપર જાકે દો મિનિટ મેં આતા હૂં.’
- આ સાલા ધોબીઓને કોણ સમજાવશે કે આમ ન બોલવાનું હોય. હરામખોર! એટલું પણ ખબર નથી પડતી કે એકલી છોકરી રહેતી હોય એ જગ્યાએ એવું ન બોલવાનું હોય જે ડબલ મીનિંગ હોય.
ભારોભાર અકળામણ સહન કરતાં તમે ઊભાં થવાની તૈયારી કરી અને બીજી જ ક્ષણે આંખ સામે અંધારાં આવી ગયાં અને તમે ફરી બેડ પર બેસી ગયાં. સહેજ રાહત થઈ તમને, પણ તમને ખબર નહોતી કે આ રાહત લાંબો સમય ટકવાની નહોતી. એક જબરદસ્ત મુશ્કેલી ઘર સુધી પહોંચવાની તૈયારીમાં હતી.
એ મુશ્કેલીનું નામ હતું ગણપત.
lll
ગણપત મરાઠા.
ઉંમર અંદાજે ૩૫ વર્ષ. ૩૫ વર્ષની પોતાની લાઇફમાં ગણપત વીસથી બાવીસ વર્ષ જેલમાં રહ્યો હતો. ચાર મર્ડર અને બે હાફ મર્ડરના કેસ તેના પર ચાલતા હતા અને છેલ્લા મર્ડરના કેસમાં તે જેલમાં ગયો એ પછી તેને પરોલ આપવામાં આવી નહીં. દર વખતે પરોલ મળતાં જ ફરાર થઈ જતા ગણપતનો ટ્રૅકરેકૉર્ડ જોતાં કોર્ટે જામીન આપવાની પણ ના પાડી દીધી અને દોઢ વર્ષ પછી એક વીકની પરોલ આપવાની પણ મના કરી દીધી.
ભલું થજો માનું.
મા પહેલી વાર ગણપતને કામ લાગી હતી.
અચાનક હાર્ટ-અટૅકમાં આઇનું અવસાન થતાં ગણપતને ચાર દિવસના પરોલ મળ્યા તો દરરોજ સાંજે પોલીસ-સ્ટેશને હાજરી પુરાવવાનું ફરમાન પણ મળ્યું. ગણપતને કોઈ વાંધો નહોતો. માની અંતિમવિધિ પૂરી કરીને ગણપત સીધો પોલીસ-સ્ટેશન પહોંચ્યો હતો.
‘હાજરી માર લો...’
હાથમાં રહેલો કાગળ લંબાવી ગણપતે કૉન્સ્ટેબલને કહ્યું તો ખરું, પણ ગણપતને આપેલાં પેપર્સ અને કેસ-ફાઇલ હજી સુધી જોગેશ્વરી ચોકીએ પહોંચ્યાં નહોતાં એટલે ગણપતને રવાના કરવામાં આવ્યો. ગણપત પણ એ જ ઇચ્છતો હતો.
હવે તેની પાસે ૨૪ કલાક હતા અને આ ૨૪ કલાકમાં તેણે હવામાં ઓગળી જવાનું હતું. એવું જ કર્યું ગણપતે અને પોલીસ-સ્ટેશનમાંથી નીકળી તે સીધો અલાહાબાદ જતી ટ્રેનમાં ચડીને રફુચક્કર થઈ ગયો.
ત્રણ મહિના યુપીમાં રખડપટ્ટી કરીને ગયા અઠવાડિયે ગણપત ફરી મુંબઈ આવ્યો અને મુંબઈ આવ્યા પછી તેણે સોપાન હાઇટ્સ પર નજર રાખવાનું શરૂ કરી દીધું. હવે પૈસા વિના ચાલે એમ નહોતું અને મુંબઈમાં દારૂના પૈસા જેવી સામાન્ય બબાલમાં તે ફસાવા નહોતો માગતો. મોટો હાથ મારીને ફરી મુંબઈમાંથી નીકળી જવાનો ગણપતનો પ્લાન હતો અને એ પ્લાન હવે તે અમલમાં મૂકવા માગતો હતો. આ જ ઇરાદાથી તેની નજર સોપાન હાઇટ્સ પર હતી.
- કાશ, કોઈ ફ્લૅટ એવો ધ્યાનમાં આવી જાય જેમાં દિવસ દરમ્યાન છોકરી એકલી હોય તો કામ આસાનીથી પૂરું થઈ જાય.
ગણપતની ખ્વાહિશ પહેલા જ દિવસે પૂરી થઈ ગઈ.
સોમવારે સવારે એક ફ્લૅટ પર તેની નજર પડી. ફ્લૅટમાં એકમાત્ર છોકરી હતી, જેના ફ્લૅટમાંથી સવારના સમયે ૩૫-૩૬ વર્ષનો એક યંગસ્ટર બહાર નીકળ્યો અને પછી છેક રાતે ૧૦ વાગ્યે તે ફરી આવ્યો. બીજા દિવસે પણ એ જ રૂટીન રહ્યું. સવારે તે નીકળી ગયો અને કલાક પછી પેલી છોકરી પણ રવાના થઈ ગઈ. સાંજે સાતેક વાગ્યે છોકરી પાછી આવી ગઈ અને રાતે ૧૦ વાગ્યે પેલો યંગસ્ટર આવ્યો. એ રાતે તે કલાકમાં નીકળી ગયો અને જતી વખતે તેની સાથે બૅગ પણ હતી. એ પછી તે ત્રણેક દિવસ દેખાયો નહીં. મતલબ, હસબન્ડ ટ્રાવેલિંગ પર ગયો હશે, જે ગઈ કાલે રાતે રિટર્ન થયો.
ગણપતનું દિમાગ કૅલ્ક્યુલેશન કરતું હતું.
હસબન્ડ સવારે નીકળી જાય છે અને તેના ગયા પછીના એકાદ કલાકમાં છોકરી નીકળી જાય છે. મતલબ બન્ને જૉબ કરે છે. વાઇફ સાંજે વહેલી પાછી આવે છે અને હસબન્ડ દસેક વાગ્યાની આસપાસ.
એ ફ્લૅટ બેસ્ટ છે.
lll
ડિંગ ડોંગ...
ફરી બેલ વાગી અને તમારી તંદ્રા ખૂલી.
ઊભા થયા પછી ચક્કર
આવ્યાં હતાં અને તમે ફરી બેડ પર બેસી ગયાં હતાં. બેસવા માટે વાપરેલી એ પોઝિશનમાં પેઇન થતું નહોતું એટલે તમને રાહત થઈ અને એ
રાહત વચ્ચે તમારી આંખો પણ બંધ થઈ ગઈ.
નક્કી ધોબી હશે.
મનમાં તો આ જ વાત આવી, પણ એમ છતાં તમે રાડ પાડી લીધી.
‘કૌન?’
‘દીદી, મૈં...’
દીદીની દીકરી...
તમારી કમાન છટકી. તમને ગઈ કાલનું ઘર યાદ આવી ગયું. આખું ઘર ખેદાનમેદાન હતું. જૉબ પર જતાં પહેલાં તમે કાશીબાઈને કહ્યું પણ હતું કે ઘર વ્યવસ્થ િત કરીને જજે, એને બદલે એ તો એમ જ ઘર મૂકીને નીકળી ગઈ હતી.
lll
‘દીદી, સાચું કહું છું... મેં બધું કર્યું હતું.’ કાશીબાઈએ ગળા પર હાથ મૂક્યો, ‘આઇ શપથ...’
‘તારી આઇ જીવે છે?!’
તમારી કમાન બરાબરની છટકી. કારણ પેલો સિન્ડ્રૉમ હતો, જેનો ભોગ કાશી બરાબરની બની હતી.
‘એ મરી ગયાને ચાર વર્ષ થઈ ગયાં...’
‘તો શું છે, તેણે બીજો જન્મ તો લીધો હશેને, ત્યાં તેને કંઈક થશે.’
કાશીએ દલીલ કરી, જે બીજા સંજોગોમાં તમને હસાવી ગઈ હોત, પણ અત્યારે તમને ગુસ્સો જ આવતો હતો; કારણ વિનાનો, નાહકનો ગુસ્સો.
‘તું લપ નહીં કર મારી સાથે...’ તમે કાશીને જવાનું કહી દીધું, ‘આજે કોઈ કામ નથી કરવું, તું નીકળ...’
‘શામ કો આઉં?’
‘ના પાડીને?!’ તમે ચોખવટ સાથે કહ્યું, ‘કાલે આવજે.’
‘ઠીક હૈ દીદી, પર દીદી...’ કાશીએ ધીમેકથી કહ્યું, ‘પૈસે તો નહીં કાટોગેના... મેરે છોટે-છોટે બચ્ચે...’
‘એય... ગપ રે!’ તમે રીતસર રાડ પાડીને કહ્યું, ‘તારાં લગન પણ નથી થ્યાં અને મેરે છોટે-છોટે બચ્ચે...’
‘બચ્ચોં કે લિએ શાદી કરની કહાં ઝરૂરી હૈ...’ કાશીએ સહેજ આંખ મિચકારી, ‘બસ, માસિક શુરુ, બચ્ચે શુરુ...’
‘એ તું જા...’
ધાડ...
શરીરમાં હતી એટલી તાકાત સાથે તમે ઘરનો દરવાજો બંધ કર્યો અને તમારા ફ્લોરના પૉર્ચમાં એ અવાજ ગુંજી ઊઠ્યો.
કામ કરવું નથી અને વાતો કરવી છે માસિકની... આહ.
ફરી પેઇન શરૂ થયું અને તમને તમારા છોકરી હોવા પર નવેસરથી ખીજ ચડી.
lll
કાલે તો કંઈ મળ્યું નહીં... લાગે છે બાઈ હશે તો જ હાથમાં આવશે.
ગણપતે કમર ચેક કરી.
અલાહાબાદથી લીધેલા લાંબા છરાના હૅન્ડલના સ્પર્શે ગણપતના ચહેરા પર સ્માઇલ લાવી દીધું. એ ધીમેકથી ઊભો થયો અને સોપાન હાઇટ્સ બિલ્ડિંગમાં પૂરા આત્મ વિશ્વાસ સાથે દાખલ થયો.
‘એય, કહાં...’
‘ધોબી...’
ગણપતે સિક્યૉરિટી ગાર્ડને કહ્યું, પણ એ જ સમયે તેની નજર બહાર ઍક્ટ િવા પર રહેલા કપડાના મોટા પોટલા પર પડી એટલે તેણે તરત જ સ્ક્રીનપ્લેમાં ચેન્જ કર્યો.
‘ઉપર કપડે જ્યાદા હૈ તો ભાઈને બુલાયા...’
‘ઠીક હૈ જાઓ...’
ADVERTISEMENT
વધુ આવતી કાલે


