આ રીતે ઘરે બનાવો જૈન પંજાબી સમોસા
સામગ્રી
☞ ૧૦ નંગ કાચાં કેળાં
☞ ૧ ટેબલ-સ્પૂન ધાણાજીરું
☞ ૧/ર કપ લીલા વટાણાના દાણા
☞ કોથમીર ઝીણી સમારેલી
☞ તજ ૧ ટુકડો
☞ જીરું બે ચમચી
☞ ૧ ચમચી હળદર
☞ બે ઝીણાં સમારેલાં
લીલાં મરચાં
☞ ૪ લવિંગ
☞ પાંચ કાળાં મરી
☞ ત્રણથી ચાર ચમચી આમચૂર પાઉડર
☞ ૧રપ ગ્રામ મેંદો
☞ ઘી મોણ માટે
☞ મીઠું પ્રમાણસર
☞ તેલ
☞ ગરમ પાણી
રીત
૧. મેંદામાં ૧ ચમચો ઘી, સોડા અને મીઠું નાખી બરાબર મિક્સ કરીને ગરમ પાણીથી સાધારણ કઠણ એટલે કે લગભગ પૂરી જેવો લોટ બાંધવો.
ર. કેળાંને અને વટાણાને મીઠું નાખી જદા-જુદા બાફી લેવાં. કેળાંની છાલ કાઢી ઝીણાં સમારવાં.
૩. તજ, લવિંગ, જીરું, મરી ઝીણાં વાટવાં.
૪. એક વાસણમાં ૧ ચમચો તેલ મૂકવું. તેલ ગરમ થાય એટલે એમાં કેળાં અને વટાણા નાખી હલાવવું.
પ. પછી એમાં મસાલો નાખી હલાવવું અને ગૅસ પરથી નીચે ઉતારવું. થાળીમાં મસાલો ઠંડો થવા માટે રાખવો.
૬. એમાં લીલાં મરચાં, કોથમીર, લાલ મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, આમચૂર, હળદર, સૂંઠ પાઉડર અને જીરું નાખી સમોસાનું પૂરણ તૈયાર કરો.
૭. લોટમાંથી સરખા નાના-નાના લૂઆ બનાવી રોટલી વણવી.
૮. રોટલીને ચપ્પુથી અડધી કરવી. હવે એક અડધી રોટલી લઈ ત્રિકોણની જેમ વાળી કિનારીને પાણી વડે ચોંટાડવી.
૯. વચ્ચેના પોલાણમાં પ્રમાણસર પૂરણ ભરીને કિનાર પર પાણી લગાવી બરાબર ચોંટાડી દેવું. ગરમ તેલમાં તળીને ગરમાગરમ સમોસા સર્વ કરવા.


