Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જાણો, માણો ને મોજ કરો

જાણો, માણો ને મોજ કરો

20 October, 2022 10:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંડલા આર્ટ, ડૂડલ, થ્રીડી, કાર્ટૂન ડ્રૉઇંગ, નેચર ડ્રૉઇંગ એવી જાતજાતની ચીજો શીખવા મળશે.

કિડ્સ આર્ટ

જાણો, માણો ને મોજ કરો

કિડ્સ આર્ટ


કિડ્સ આર્ટ 

અલગ રીતે વિચારવું, જોવું અને એમાંથી કંઈક નવું જ ક્રીએટ કરવાની મોકળાશ બાળકને જેટલી નાની ઉંમરથી મળે એટલું સારું. હાથમાં જે ચીજો હોય એનાથી કંઈક નવું પાંચથી દસ વર્ષનાં બાળકોને શીખવો. મંડલા આર્ટ, ડૂડલ, થ્રીડી, કાર્ટૂન ડ્રૉઇંગ, નેચર ડ્રૉઇંગ એવી જાતજાતની ચીજો શીખવા મળશે.
ક્યારે? : ૨૨, ૨૯ ઑક્ટોબર
ક્યાં? : સાંઈ દૃષ્ટિ, ખાર
કિંમતઃ ૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow.com



વુડ બર્નિંગ વિન્ડચાઇમ


લાકડાને ચોક્કસ રીતે બાળીને એમાંથી આર્ટ તૈયાર કરવાની વુડ બર્નિંગ પદ્ધતિથી વિન્ડ ચાઇમ બનાવવાની વર્કશૉપ છે. વિન્ડ ચાઇમનો ઝીણો અવાજ ફેન્ગ શુઇની દૃષ્ટિએ શુભ મનાય છે ત્યારે લાકડાને કટ કરવાનું, શેપ કરવાનું, પલાળીને ચોક્કસ રીતે પ્રોસેસ કરવાનું સ્ટેપ બાય સ્ટેપ શીખવતી ઑનલાઇન વર્કશૉપ ક્રાફ્ટમેન વીર સિંહ દ્વારા થઈ રહી છે. 
ક્યારે? : ૨૧ ઑક્ટોબર 
સમયઃ સાંજે ૫થી ૭
કિંમતઃ ૧૭૫૦ 
(રૉ મટીરિયલ સાથે)
ક્યાં? : ઑનલાઇન 
ઝૂમ પર
રજિસ્ટ્રેશનઃ memeraki.com

ઇટ્સ ડ્રામા ટાઇમ 


એક ડૉક્ટરે એવી શોધ કરી છે જે તેને એવા ડેન્જરસ પાથ પર લઈ જાય છે જેનાથી બીજી એવી ઘણી બાબતો ઉજાગર થાય છે જે માણસના સ્વભાવ અને વર્તણૂંકના ખરાબ પાસાં બહાર આવે છે. માણસજાતના આ દુશ્મનની વાતને ડ્રામાની રૂપે રજૂ થઈ છે ‘ધેર ઇઝ સમથિંગ ઇન ધ વૉટર’ નાટકમાં.
ક્યારે? : ૨૧ ઑક્ટોબર 
સમયઃ ૭.૩૦
ક્યાં? : એક્સપરિમેન્ટલ થિયેટર, એનસીપીએ
રજિસ્ટ્રેશનઃ ncpamumbai.com

લેકર હમ દીવાના દિલ 

બૉલીવુડના સિક્સ્ટીઝથી લઈને નાઇન્ટીઝના હિટ સૉન્ગ્સની મ્યુઝિકલ કૉન્સર્ટ લેકર હમ દીવાના દિલ માણવાનો અવસર છે. મુખ્તાર શાહ, શૈલજા સુબ્રમણ્યમ, આલોક કટદરે, સર્વેશ મિશ્રા, શાલ્મલી સુખતનકર અને અન્ય લગભગ ૩૫ મ્યુઝિશ્યન્સનું ટ્રૂપ ૨૫ ગીતો લાઇવ ઑર્કેસ્ટ્રા સાથે પર્ફોર્મ કરશે. 
ક્યારે? : ૨૧ ઑક્ટોરબર
સમયઃ ૭.૩૦ વાગ્યાથી
ક્યાં? : રવીન્દ્ર નાટ્યમંદિર
કિંમતઃ ૩૦૦રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશનઃ bookmyshow

સ્વદેશી હાટ

ભારતના વણકરો, કલાકારો અને ડિઝાઇનરો દ્વારા તૈયાર થયેલી ખાસ ફેસ્ટિવલની ઊજવણી માટેની પ્રોડક્ટ્સનું એક્ઝિબિશન કમ સેલ પવઈમાં થઈ રહ્યું છે. પાન ઇન્ડિયા લેવલના હૅન્ડલૂમ અને હૅન્ડીક્રાફ્ટની આઇટમો તમને એક જ છત તળેથી મળી રહેશે જે સંપૂર્ણપણે સ્વદેશી છે અને એનો નફો ડાયરેક્ટ આર્ટિસ્ટોને જાય છે. 
ક્યારે? : ૩૦ ઑક્ટોબર સુધી
ક્યાં? : પવઈ શરદોત્સવ, મિર્ચી ઍન્ડ માઇમની સામે, હીરાનંદાની ગાર્ડન્સ, પવઈ
એન્ટ્રીઃ ફ્રી

પરફ્યુમ મેકિંગ વર્કશૉપ

તહેવારોની સીઝનમાં લક્ઝરી પરફ્યુમ્સ જાતે બનાવવાથી એ કૉસ્ટ ઇફેક્ટિવ પણ પડશે અને એની વરાયટીઓ પણ મળી રહેશે. પરફ્યુમ કેવાં હોય, કઈ રીતે લગાવાય, એની ટ્રાયલ કઈ રીતે લેવી, લક્ઝરી પરફ્યુમ્સ કઈ રીતે બને, એનું રૉ મટીરિયલ ક્યાંથી મેળવાય જેવી બિઝનેસની આંટીઘૂટીઓ પણ આ માસ્ટરક્લાસમાં શીખવા મળશે.
ક્યારેઃ ઑન ડિમાન્ડ 
ક્યાંઃ ઑનલાઇન ઝૂમ ક્લાસમાં
કિંમતઃ  ૯૯૯ રૂપિયા
વધુ માહિતીઃ @alippo_course

માસ્ટરિંગ મોબાઇલ ફોટોગ્રાફી 

સ્માર્ટફોન દ્વારા એવી ફોટોગ્રાફી કરવી જાણે એ પ્રોફેશનલ કૅમેરાથી ખેંચેલા ફોટા હોય એવું લાગે એ પણ એક કળા છે. ફૅમિલી પોટ્રેટ્સ હોય, લૅન્ડસ્કૅપ્સ હોય, એરિયલ ફોટોગ્રાફી કરવાની હોય કે ચોક્કસ પ્રોડક્ટ કે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરવી હોય ત્યારે શું ધ્યાન રાખવું એ શીખવા મળશે. ફ્લૅશનો ઉપયોગ ક્યારે કરવો અને નૅચરલ લાઇટિંગનો કેવી રીતે યુઝ કરવો એ પણ શીખાશે.
ક્યારે? : ૨૧ અને ૨૨ ઑક્ટોબર
સમયઃ ૧૧થી ૨
કિંમતઃ ૨૯૯ રૂપિયા
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
રજિસ્ટ્રેશનઃ bookmyshhow

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2022 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK