Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જાણો માણો ને મોજ કરો

જાણો માણો ને મોજ કરો

19 January, 2023 06:37 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ આર્ટ સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટી જેવી માનસિક અસ્વસ્થતા માટે થેરપ્યુટિક રિઝલ્ટ આપે છે

દેવી મંડલા  જાણો માણો ને મોજ કરો

દેવી મંડલા 


દેવી મંડલા 

બુદ્ધિસ્ટ મેડિટેટર્સ દાયકાઓથી ટ્રેડિશનલ મંડલા આર્ટનો ઉપયોગ કરતા આવ્યા છે. આ આર્ટ સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટી જેવી માનસિક અસ્વસ્થતા માટે થેરપ્યુટિક રિઝલ્ટ આપે છે. ડૉટ અથવા તો સર્કલ આર્ટ તરીકે ઓળખાતી આ કલાને દેવી સાથે સાંકળીને એનું ફ્યુઝન તૈયાર કરતાં શીખી શકો છો. 
ક્યારે? : ૨૦ જાન્યુઆરી
સમયઃ સાંજે ૬
ક્યાં? : ઝૂમ પર 
કિંમતઃ ૨૨૯ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ @rooftop_appવુડ બર્નિંગ વિન્ડચાઇમ વર્કશૉપ 


તરાશા, ક્રીએટિવ ડિગ્નિટી અને મીમેરાકી સંસ્થાઓના સહયોગથી વુડબર્નિંગ આર્ટની ઑફલાઇન વર્કશૉપ મુંબઈમાં થઈ રહી છે. એમાં આર્ટિસ્ટ વીર સિંહ પાસેથી વુડ બર્નિંગ આર્ટ અને વિન્ડચાઇમ બનાવતાં શીખવવામાં આવશે. ત્રણ કલાકની આ વર્કશૉપમાં પંદર વર્ષથી મોટી વયના કોઈ પણ લોકો જોડાઈ શકે છે. 
ક્યાં? : ૨૦ જાન્યુઆરી
સમયઃ ૬થી ૯
ક્યાંઃ ધ વિન્ટેજ ગાર્ડન, ટર્નર રોડ, બાંદરા
કિંમતઃ ૨૪૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ memeraki.com

મક્રામી માસ્ટર કોર્સ 


દોરાની ગૂંથણી કરીને બનાવવામાં આવતાં આર્ટિફેક્ટ્સ ઘરની સજાવટ માટે પણ હોય છે. બેસિક ગાંઠો કઈ રીતે મારવી ત્યાંથી લઈને ઍડ્વાન્સ ડિઝાઇન્સ માટેની ટેક્નિક્સ પણ આ વર્કશૉપમાં શીખવા મળશે. તમારે પોતાનો મક્રામી બિઝનેસ શરૂ કરવો હોય તો એ માટેનું પ્રાથમિક માર્ગદર્શન પણ અહીં મળશે. 
ક્યારે? : ૨૧-૨૨ જાન્યુઆરી
સમયઃ સાંજે ૫થી ૭.૩૦
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર 
રજિસ્ટ્રેશનઃ @magic.corner

ટ્રેડિશનલ ફોક આર્ટ ઍન્ડ ક્રાફ્ટ 

ભારતના ખૂણેખાંચરેથી ટ્રેડિશનલ કળાના કસબીઓ દ્વારા રચાયેલી કૃતિઓનું એક્ઝિબિશન તારાશા દ્વારા યોજાયું છે. કર્ણાટકના ધારવાડની ખાસ એમ્બ્રૉઇડરીની વાત હોય કે પછી તામિલનાડુની લામ્બડી આર્ટ હોય, કાશ્મીરથી કેરળ અને નૉર્થ ઈસ્ટથી કચ્છ સુધીનાં વિવિધ કલ્ચર અને આર્ટના ક્રાફ્ટ્સ અહીં તમને જોવા મળશે. આર્કિટેક્ચરના રસિયાઓને પણ અહીં કલાત્મક નમૂનાઓ મળશે જેમ કે લેધરના લૅમ્પ્સ, ઘરમાં મૂકવાનાં મંદિરો. 
ક્યારે? : ૨૦થી ૨૨ જાન્યુઆરી
સમયઃ ૧૧થી ૮
ક્યાં? : ધ વિન્ટેજ ગાર્ડન, બાંદરા

મડ મિરર આર્ટ 

કચ્છમાં જેને લીંપણ આર્ટ તરીકે ઓળખવામાં આવે છે એ કળા હવે હોમડેકોરમાં આગવું સ્થાન ધરાવે છે. પ્લાયવુડના બોર્ડ પર સફેદ માટી અને મિરરનો ઉપયોગ કરીને અવનવી આકૃતિઓ ઉપસાવતાં શીખવાની બેસિક વર્કશૉપ તમને કળા તો શીખવશે પણ એ દરમ્યાન તૈયાર થયેલી કૃતિ તમારા ઘરના ચોક્કસ ખૂણાને શોભાવશે પણ.
ક્યારે? : ૨૧, ૨૨ જાન્યુઆરી
સમયઃ બપોરે ૩થી ૫
ક્યાં? : ઝૂમ પર
કિંમતઃ ૪૨૦૦ રૂપિયા (મટીરિયલ સાથે)
રજિસ્ટ્રેશનઃ @shoonyabynidhi

મિડનાઇટ સાઇક્લિંગ

મધરાતે પણ ઝગમગતું મુંબઈ સાઇકલ પર ફરીને જોવાની અને દોસ્તો સાથે નાઇટઆઉટની મજાનો અનોખો સંગમ થાય છે મિડનાઇટ સાઇક્લિંગમાં. કોલાબા કૉઝવેથી હાજી અલી અને વરલી સી-લિન્કથી પાછા કોલાબા સુધીનો લગભગ ૩૦ કિલોમીટરનો પાથ સાઇક્લિંગ કરવાનો મોકો છે. 
ક્યારે? : ૨૦ જાન્યુઆરીએ રાતે 
સમયઃ રાતે ૧૦.૩૦થી બીજા દિવસે મળસ્કે ૪.૩૦ સુધી
કિંમતઃ ૨૯૦ રૂપિયા પોતાની સાઇકલ સાથે અને ૭૭૫ રૂપિયા (નૉન-ગિયર સાઇકલ સાથે)
રજિસ્ટ્રેશનઃ  trackandtrails.com

Whatsapp-channel Whatsapp-channel

19 January, 2023 06:37 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK