Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગ્રીનકાર્ડ મળી ગયા પછી તમારી પાસે કયા હકો છે અને કયા નહીં?

ગ્રીનકાર્ડ મળી ગયા પછી તમારી પાસે કયા હકો છે અને કયા નહીં?

Published : 30 October, 2024 03:34 PM | Modified : 30 October, 2024 03:42 PM | IST | Mumbai
Sudhir Shah | feedbackgmd@mid-day.com

અમેરિકામાં જો કાયમ રહેવા જવું હોય તો ‘ધ ઇમિગ્રેશન ઍન્ડ નૅશનલિટી ઍક્ટ, ૧૯૫૨’ હેઠળ ઘડવામાં આવેલી ચાર જુદી-જુદી ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરી હેઠળ તેમ જ ઇમિજિયેટ રિલેટિવ કૅટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વીઝા મેળવી શકાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકામાં જો કાયમ રહેવા જવું હોય તો ‘ધ ઇમિગ્રેશન ઍન્ડ નૅશનલિટી ઍક્ટ, ૧૯૫૨’ હેઠળ ઘડવામાં આવેલી ચાર જુદી-જુદી ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરી હેઠળ તેમ જ ઇમિજિયેટ રિલેટિવ કૅટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વીઝા મેળવી શકાય છે. એ મળ્યા બાદ ‘એલિયન રજિસ્ટ્રેશન રિસીટ’ એટલે કે ‘ગ્રીનકાર્ડ’ મળી શકે છે. ગ્રીનકાર્ડધારક અમેરિકામાં ગમે ત્યાં રહી શકે છે, ભણી શકે છે, નોકરી કરી શકે છે, વેપાર કરી શકે છે, પ્રૉપર્ટી લે-વેચ કરી શકે છે. એક અમેરિકન સિટિઝન અમેરિકામાં જે-જે કાર્યો કરી શકે એ સઘળાં કાર્યો ગ્રીનકાર્ડધારક કરી શકે છે. ફક્ત તેમને ચૂંટણીમાં વોટ આપવાનો અધિકાર નથી તેમ જ ઇલેક્શનમાં ઉમેદવાર તરીકે ઊભા નથી રહી શકતા તેમ જ અમેરિકાની મિલિટરી તેમ જ અમુક અગત્યની નોકરીમાં તેમને સ્થાન પ્રાપ્ત નથી થતું.

ઇમિજિયેટ રિલેટિવ કૅટેગરી યા ચાર ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરી હેઠળ જે પરદેશીને ઇમિગ્રન્ટ વીઝા જોઈતા હોય તેમનાં અંગત સગાં એટલે કે પતિ-પત્ની, મા-બાપ યા ભાઈ-બહેન કે પછી પુખ્ત વયનાં સંતાનો અમેરિકન સિટિઝન હોવાં જોઈએ. ગ્રીનકાર્ડધારકો પણ તેમની પરદેશી પત્ની યા પતિ અને અવિવાહિત સંતાનો માટે ઇમિગ્રન્ટ વીઝાના પિટિશન દાખલ કરી શકે છે. આ ફૉર્મ I-130 બાર પાનાંનું છે. એમાં પૂછવામાં આવેલા બધા જ સવાલો અને માગવામાં આવેલી બધી જ વિગતો ભરીને એ ફૉર્મ દાખલ કરવાનું રહે છે. જે-જે જરૂરી પુરાવાઓ હોય એ આપવાના રહે છે. 
આ ફૉર્મ પ્રોસેસ થતાં ૬થી ૧૨ મહિના યા એથી ઓછો કે વધુ સમય લાગી શકે છે. ફૉર્મમાં માગવામાં આવેલી બધી વિગતો આપવામાં આવી ન હોય તો એ ફૉર્મ રદબાતલ ગણાશે. કોઈક વાર ઇમિગ્રેશન ખાતું ફૉર્મ દાખલ કરનાર પિટિશનરને એ વાતની જાણ કરે છે અને ખૂટતી વિગતો માગે છે, પણ આ પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે આ ફૉર્મ ભરતાં પૂરેપૂરો ખ્યાલ રાખવો જોઈએ અને એ ભરી રહ્યા બાદ એને બે વાર વાંચી જવું જોઈએ, ચકાસી લેવું જોઈએ. બની શકે તો આ ફૉર્મ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના નિષ્ણાત ઍટર્ની યા ઍડ્વોકેટ પાસે જ ભરાવવું જોઈએ. 
આ ફૉર્મ તમે જેના લાભ માટે દાખલ કરો છો એ બેનિફિશિયરી મદાર બાંધીને બેઠા હોય છે. તેમનાં અમેરિકાનાં સપનાં આ ફૉર્મ બરાબર ભરાયું હોય અને પ્રોસેસ થઈને અપ્રૂવ્ડ થાય તો જ સાકાર થઈ શકે છે. ફૉર્મમાં પૂછવામાં આવેલા બધા જ સવાલના જવાબ સાચા આપવા જોઈએ. પણ એ સત્ય કેવી રીતે જણાવવું એની આવડત હોવી જોઈએ. આથી જ કાયદાના જાણકાર પાસે જ આ ફૉર્મ ભરાવવું જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2024 03:42 PM IST | Mumbai | Sudhir Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK