Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વાળના પરફ્યુમ વિશે જાણો છો?

વાળના પરફ્યુમ વિશે જાણો છો?

22 May, 2023 05:41 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગરમી સાથે ભેજનું પ્રમાણ એવું છે કે પસીનો પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે બૉડી ફ્રૅગ્રન્સની સાથે વાળને પણ ખુશ્બૂદાર રાખવાના ઉપાયોમાં શું કરી શકાય એ વિશે વાત કરીએ

પ્રતીકાત્મક તસવીર

ફૅશન & સ્ટાઇલ

પ્રતીકાત્મક તસવીર


વાળમાં શૅમ્પૂ અને કન્ડિશનર કર્યા બાદ એક-બે કલાક વાળમાંથી હળવી સુગંધ આવે તો મન પ્રફુલ્લિત રહે છે. જોકે અત્યારની ગરમી જોતાં પંદર-વીસ મિનિટમાં જ વાળ પણ પસીનાને સરન્ડર થઈ જાય છે. પ્રદૂષણ અને ગરમીમાં થતા પસીના વચ્ચે કપડાની જેમ વાળને મહેકાવવાના ઑપ્શન પણ છે આજે. જેવી રીતે કપડાં આખો દિવસ મહેક્યા કરે એના માટે પરફ્યુમનો વિકલ્પ છે એવી જ રીતે વાળ માટે પણ હેર-પરફ્યુમ ઉપલબ્ધ છે. 

શું યુઝ કરશો?



વાળમાં ગંધનું કારણ જુદું હોય છે. ઘણી બ્રૅન્ડ છે જેણે ડ્રાય શૅમ્પૂ પ્રોડક્ટ બહાર પાડી છે જે હેરમાં પરફ્યુમનું કામ કરે છે. એ સ્કૅલ્પમાં જઈને ખરાબ ઑડર દૂર કરે છે. વાળમાં પરસેવાને કારણે 
અન્ય ડિસીઝ પણ થતા હોય છે. એના લીધે દુર્ગંધનું વર્ચસ્વ વધતું હોય છે. પરંતુ આ શૅમ્પૂથી એ ગંધ સ્કૅલ્પથી દૂર થાય છે અને મહેક્યા કરે છે. સામાન્ય રીતે શૅમ્પૂ, કન્ડિશનર કે સિરમમાં સુગંધ માટે રૂટ પ્લાન્ટમાંથી અર્ક કાઢીને એનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક પ્રોડક્ટ નૅચરલ ઑર્ગેનિક પ્રોડક્ટ હોય છે. આ બધી સુગંધોમાં લૅવેન્ડર બહુ જ જાણીતી સુગંધ છે. જેટલાં ફ્લાવરની સુગંધ ઇચ્છીએ એટલી હેર માટે ફ્રૅગ્રન્સ બનાવી શકાય. એમાં પચૌલી (સુગંધરા), જૅસ્મિન, મસ્ક, ગ્રીન ઍપલ, સેડરવુડ, લિચી અને કેમિલા ઑઇલ પણ સામેલ છે. હેર-પરફ્યુમ માત્ર વાળમાં સુગંધ માટે હોય છે.


વધુ ઇન્ટેન્સ ફ્રૅગ્રન્સ

આવી પ્રોડક્ટ્સમાં સ્ત્રી અને પુરુષો માટે વધારે ફરક નથી હોતો. બન્ને માટે લગભગ પ્રોડક્ટ સરખી જ હોય છે, પરંતુ સુગંધની તીવ્રતા જુદી હોય છે. બૉય્ઝને સ્ટ્રૉન્ગ અને સ્પાઇસી સુગંધ ગમતી હોય છે અને ગર્લ્સને ફ્લાવરી અને સ્વીટ સુગંધ ગમતી હોય છે. ઘણી વખત આ પ્રોડક્ટ એસેન્શિયલ ઑઇલ સાથે મિક્સ કરીને બનાવવામાં આવતી હોય છે. એસેન્શિયલ ઑઇલનું અરોમા સાથે જોડાયેલી લગભગ દરેક વસ્તુમાં મહત્ત્વનું સ્થાન છે. વિવિધ બ્રૅન્ડનાં પરફ્યુમ ઉપલબ્ધ છે અને એની કિંમત ૬૫૦થી લઈને બેથી ત્રણ હજાર રૂપિયા સુધીની હોય છે.


UV પ્રોટેક્ટેડ

ઇન્ટરનૅશનલ માર્કેટમાં તો હેર-પરફ્યુમનું વર્ચસ્વ ઘણા સમયથી છે, પરંતુ છેલ્લાં થોડાંક વર્ષોમાં ભારતીય બજારોમાં એનું ચલણ વધ્યું છે. સેલિબ્રિટીઝમાં આ પ્રોડક્ટનો સારોએવો ઉપયોગ છે. લક્ઝરી હેર-પરફ્યુમમાં યુવી પ્રોટેક્શન પણ હોય છે. એથી વાળને સૂર્યનાં કિરણોથી નુકસાન નથી થતું. આ પરફ્યુમની સુગંધ લૉન્ગ લાસ્ટિંગ તો નથી, પરંતુ આખો દિવસ આવ્યા કરે છે. જ્યારે પણ તમે પસાર થાઓ ત્યારે આસપાસના લોકો સુગંધમય જરૂર બની જાય. આ પરફ્યુમની રચના એકદમ હળવી હોવાથી વાળને નુકસાન પણ નથી થતું. હેર-પરફ્યુમ સાથે ગમે ત્યારે કોઈ નજીક આવે તો કૉન્ફિડન્સમાં ઊણપ નથી આવતી. બૉય્ઝ અને ગર્લ્સ બન્નેએ પોતાની સિગ્નેચર સ્મેલ તરીકે પણ હેર-પરફ્યુમનો ઉપયોગ કરી શકાય.

Whatsapp-channel Whatsapp-channel

22 May, 2023 05:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK