Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > ઝીરો ફીગર સિક્સ-પૅક થવાની ઘેલછા છોડવી જોઈએ

ઝીરો ફીગર સિક્સ-પૅક થવાની ઘેલછા છોડવી જોઈએ

15 June, 2021 10:32 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અનેક ગુજરાતી ફિલ્મો અને હિન્દી વેબ-સિરીઝ કરી ચૂકેલી જાણીતી ઍક્ટ્રેસ કિંજલ રાજપ્રિયા ન્યુટ્રિશન સાયન્સ ભણી છે એટલે જ કહે છે, ‘જો ફૂડમાં ધ્યાન રાખશો તો આપમેળે ફિટનેસ આવી જશે.’

કિંજલ રાજપ્રિયા

કિંજલ રાજપ્રિયા


ન્યુટ્રિશન સાઇન્સ ભણી છું એટલે કૉલેજના ટાઇમથી જ શું ખાવું, શું અવૉઇડ કરવું એનો ખ્યાલ છે. કૉલેજમાં સ્ટડીના પર્પઝથી અને પછી ઍક્ટિંગ કરીઅરના કારણે ડેઇલી ફૂડ ચાર્ટ હું જ બનાવતી આવી છું. બૉડીમાં ન્યુટ્રિશન લેવલ શું રહેવું જોઈએ એની ખબર છે તો એ પણ ખબર છે કે કયા કામમાં કેટલી કૅલરી બર્ન થશે. સ્ટડીના કારણે પહેલેથી જ એક આદત પડી છે કે ક્યારેય બૉડી સાથે ખોટાં ચેડાં નહીં કરવાનાં. હું તમને પણ કહીશ કે હાર્શ ડાયટ ક્યારેય ફૉલો નહીં કરતા. આ નહીં જ ખાવાનું અને દિવસમાં આટલી તો ગ્રીન ટી પીવાની જ કે પછી આ પ્રોટીન પાઉડર તો લેવો જ પડે. ના, એવું જરા પણ જરૂરી નથી. હાર્શ ડાયટ હંમેશાં બૉડી માટે હાર્મફુલ છે. બૉડીને જેટલી માત્રામાં પ્રોટીનની જરૂર હોય એ આપવા માટે ખોરાકનો જ ઉપયોગ કરવાનો. નહીં, એવું કરતા હો તો એ અવૉઇડ કરજો.


એક વાત બધા યાદ રાખજો કે ભગવાને જન્મ આપ્યો ત્યારે આપણી બૉડી ડિરટૉક્સ જ હતી અને સિક્સ-પૅક પણ આપ્યા જ હતા પણ આપણે એ બધું ખોટી ફૂડ-હૅબિટ અને એક્સરસાઇઝ નહીં કરવાની માનસિૅકતા વચ્ચે ગુમાવી દીધા છે. આ બે વાત પર ધ્યાન આપીએ તો આજે પણ આપણે એવા જ થઈ શકીએ જેવા ભગવાને આપણને જન્મ આપીને મોકલ્યા હતા.હવે મારી વાત...


હું પહેલેથી ઍક્ટિવ. સતત કોઈને કોઈ વર્કઆઉટ ચાલતું જ હોય. સ્કૂલ અને કૉલેજ ટાઇમમાં સ્પોર્ટ્સ ઍક્ટિવીટી કરતી તો પછી ડાન્સમાં પણ એક્ટિવ થઈ એટલે બૉડીને ક્યારેય આળસની આદત પડી નહીં. હા, પહેલાં લૉકડાઉનમાં થોડી આળસ ચડી. એ વખતે બધા ઘરમાં હતા અને બધાનું રૂટીન શેડ્યુલ બદલાઈ ગયું હતું. એ ટાઇમે સૂવાથી માંડીને જાગવાના અને ખાવા-પીવાના ટાઇમથી લઈને પરેજીઓ પણ ભુલાઈ ગઈ. બધાને જ થયું હતું તો નૅચરલી મારામાં પણ એ આવ્યું.

પહેલાં લૉકડાઉનમાં જિમ બંધ


થયું એટલે એક્સરસાઇઝ બંધ થઈ પણ પછી સમજાયું કે બૉડીને આવી આળસ આપવા જેવું નથી. પછી મેં પિલાટેઝ શરૂ કરી દીધું. પિલાટેઝ આપણી પારંપરિક બૉડી ઍક્ટિવિટી છે, જેમાં બૉડીની કોર સ્ટ્રેંગ્થ અને બૉડીનાં પૉસ્ચર, બૅલૅન્સ માટેની એક્સરસાઇઝ હોય છે. પિલાટેસનો મોટો ફાયદો એ કે ઘરે તમે એ કરી શકો. હું કહીશ કે દરેક માટે વર્કઆઉટ જરૂરી છે. ફૂડ-કન્ટ્રોલ અને ડાયટ પ્લાન પછી ઍટ લીસ્ટ અડધો કલાક તો બૉડી માટે કાઢવો જ જોઈએ. પિલાટેઝ બેસ્ટ એક્સરસાઇઝ ફોમ છે. તમે ગૂગલ કરશો તો તમને ખબર બહુ બધા વિડિયો મળશે, જેમાં તમને દેખાશે કે આ ઍક્ટિવિટી કેટલી ઈઝી છે.

ઝીરો ફિગરની ઝંઝટમાં ન પડો

આ વખતના લૉકડાઉનમાં અમારી સોસાયટીનું જિમ ચાલુ રહ્યું એટલે ઓછી તકલીફ પડી. હવે હું જિમમાં જઈને વર્કઆઉટ કરું છું. હું એ પણ કહીશ કે બૉડી ફિગર માટે કમ્પૅરિઝનમાં નહીં પડો. મેં જેટલા પણ ઇન્ટરવ્યુ કર્યા, ઑનલાઇન શો કર્યા એ બધામાં મેં વીસ-બાવીસ વર્ષની છોકરીઓના મોઢે ઝીરો ફિગરની ઘેલછા સાંભળી છે. તમારા મૂળભૂત બૉડીના સ્ટ્રક્ચરમાં એટલા ફેરફાર ન કરો કે એની સાઇડ ઇફેક્ટ્સ તમે સહન ન કરી શકો. જરૂરી એટલું જ છે કે તમે ઓવરઑલ કેટલા ફિટ છો. તમે નેવું કિલો વેઇટ ધરાવતા હો પણ જો તમારી ફિટનેસ પચાસ કિલો વેઇટવાળી વ્યક્તિથી વધારે હોય તો બેસ્ટ છે.

ફૂડ ઇઝ મેડિસિન

મારું ઇન્ટેક બહુ રૉ છે. એમાં ફ્રૂટ વધારે છે. પછી કઠોળ અને ત્રીજા નંબરે લીલી શાકભાજી આવે. ઘણાં એવું માને છે કે નૉનવેજ નહીં ખાનારામાં અમુક વિટામિરનની કમી હોય. ખોટી વાત. નૉનવેજથી જ વિટામિીનની ઊણપ પૂરી થાય એ સાવ ખોટી વાત છે. મારું તો ભણવાનું જ આ હતું એટલે દાવા સાથે કહું છું કે વેજ ફૂડથી પણ પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને વિટામિટન મળે છે, વાત માત્ર એટલી કે એ શેમાંથી મળે એની તમને ખબર હોવી જોઈએ.

બાફેલા ચણા અને બ્રાઉન રાઇસ હું રેગ્યુલર લઉં છું. સૂપ પણ હોય, ભૂખ લાગે તો ફ્રૂટ કે પછી ડ્રાયફ્રૂટ ખાવાનાં. બૉડીને જે તમે આપો છો એના પર જેટલી ઓછી પ્રોસેસ થાય એ જરૂરી છે. પ્રોસેસ જેટલી વધારે એટલી ખોરાકની સત્ત્વશીલતા ઓછી. રોટલી કરતાં પણ ભાખરી બેસ્ટ છે, કારણ કે એનો લોટ જાડો હોય છે; એ સંપૂર્ણ દળેલો નથી હોતો. એટલે ભાખરી બેસ્ટ છે અને મને બહુ ભાવે છે. હું બને ત્યાં સુધી ઘરનું જ ફૂડ લઉં છું પણ મહિનામાં એકાદ વાર બહારનું ખાવાનું મન થાય તો સૅલડ કે એવું જ કશુંક ઑર્ડર કરું અને બહારનું ખાધા પછી બીજા દિવસે ઘરમાં પણ લાઇટ ફૂડ જ પ્રિકફર કરું. મારી સામે કોઈ કંઈ પણ ખાતું હોય પણ મને ક્રેવિંગ આવે નહીં. મને મારા ફ્રેન્ડ્સ લલચાવવા માટે ટ્રાય પણ બહુ કરે પણ મને કોઈ અસર નથી થતી.

હું તમને એક વાત ખાસ કહીશ. વર્કઆઉટ શરૂ કરતાં પહેલાં તમે તમારા ડાયટ પર ધ્યાન આપીને એને સુધારશો તો થોડા સમયમાં આપોઆપ તમને તમારું બેડોળ શરીર કનડશે અને વર્કઆઉટ માટે અંદરથી જ ઇન્સ્પિરેશન મળશે.

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2021 10:32 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK