એક છેડેથી નીકળતી વખતે જો માણસના મનમાં ગોટાળાઓ ચાલુ થઈ જાય તો બીજા છેડે પહોંચતાં સુધીમાં આખી વાતની ખીચડી કેવી બને એ જોવું હોય તો આ આખો લેખ સડસડાટ વાંચી જાઓ. વાંચ્યા પછી થશે કે મારો ગટિડો સાંઈ બરાબરનો રમી ગ્યો
પ્રતીકાત્મક તસવીર
પુરાતનકાળમાં એક લાસ વેગસ નામે પ્રાચીન નગરી હતી. નિત્ય સંધ્યાટાણે એ મોંઘીદાટ LEDની દીપમાળાથી પ્રજ્વલિત રહેતી. ખપપૂરતાં વસ્ત્રો પહેરીને ખેપુ ભરીને રૂપિયા કમાવા આ નગરીમાં દેશ-વિદેશના દ્યૂતપ્રેમી પર્યટકો વણનિમંત્રિત પધારતા હતા.



