શુષ્ક છું, બટકું નહીં તો શું કરું, અધવચે અટકું નહીં તો શું કરું
પ્રતીકાત્મક તસવીર
કેટલીક વાર આપણે એવી મુશ્કેલીમાં ફસાઈ જઈએ કે શું કરવું એની સમજ ન પડે. મુશ્કેલી ઘરની હોય કે દેશની; એની તીવ્રતામાં વધઘટ હોઈ શકે, એના આવવામાં નહીં. ઘરની મુશ્કેલી હલ કરવા પરિવારનો સહકાર જોઈએ; સામાજિક દૂષણો દૂર કરવા વિવિધ સમાજે એક થવું પડે; દેશવ્યાપી સમસ્યાઓ માટે સરકાર, ન્યાયતંત્ર અને નાગરિકોએ જોડાવું પડે. બંગલાદેશમાં અત્યારે જે ઊથલપાથલ સર્જાઈ છે એ જોઈને અમૃત ઘાયલની પંક્તિ યાદ આવે છે...




