Union Budget 2020 :જાણો નાણાંમંત્રીએ રજૂ કરેલા બજેટની મોટી વાતો

Published: Feb 01, 2020, 15:13 IST | Mumbai Desk

સરકારે વર્ષ 2025 સુધી ટીબીની બીમારીને સંપૂર્ણપણે ખતમ કરવાનું લક્ષ્ય સેવ્યું છે. જળ જીવન મિશન માટે 3.6 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં બીજા બજેટને લોકસભામાં રજૂ કર્યું. નાણાંમંત્રી બજેટ ભાષણ વાંચવા માટે હળદર જેવા પીળા કલરની સાડીમાં પહોંચ્યા. તેમણે કહ્યું કે આ બજેટ સામાન્ય માનવીની આવકને સુનિશ્ચિત કરવા તેમ જ તેમની ક્રય શક્તિને વધારવા પ્રત્યે સંકલ્પિત છે. કેન્દ્રીય નાણાંમંત્રીએ જીએસટીના શિલ્પકાર દિવંગત અરૂણ જેટલીને પણ શ્રદ્ધાંજલિ આપી. આવો સંક્ષેપમાં જાણીએ બજેટની મોટી વાતો...

ટેક્સ સ્લેબમાં મોટો સુધાર
કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે હવે ટેક્સ સ્લેબ્સ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પાંચ લાખથી સાડાસાત લાખ સુધીની આવક પર 10 ટકા કર આપવો પડશે જે પહેલા 20 ટકા હતો. સાડાસાત લાખથી 10 લાખ સુધીની આવક પર 15 ટકાના દરે કર આપવું પડશે જે પહેલા 20 ટકાના દરે લાગતું હતું, 10 લાખથી સાડા 12 લાખ સુધીની આવક પર 20 ટકાના દરે ટેક્સ લાગશે જે પહેલા 30 ટકાના દરે વસૂલવામાં આવતું. એટલું જ નહીં સાડા 12 લાખથી 15 લાખ સુધીની આવક પર 25 ટકાના દરે કર લાગશે જે પહેલા 30 ટકા લાગતું હતું. 15 લાખ રૂપિયાથી વધારેની આવક પર પહેલાની જેમ જ 30 ટકાના દરે ટેક્સ આપવું પડશે. એટલું જ નહીં જો કરદાતા આયકર અધિનિયમ હેઠળ મળતી કેટલીક કર છૂટ ન લે તો 15 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાને પહેલા કરતાં ઓછા દરે ટેક્સ આપવું પડશે.

જીએસટીની નવી વ્યવસ્થા પહેલી એપ્રિલથી
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે એક એપ્રિલ 2020થી જીએસટીની નવી સરળ રિટર્ન વ્યવસ્થા લાગૂ થશે. તેમણે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં જીએસટીમાં બે લાખ નવા કરદાતા જોડાયા અને 40 કરોડ રિટર્ન ફાઇલ થયા.

LICનો અમુક ભાગ વેંચશે સરકાર
કેન્દ્રીય નાણાંમંત્રીએ જાહેર કર્યું કે વિનિવેશ પ્રક્રિયાને આગળ વધારતા સરકાર લાઇફ ઇન્શ્યોરન્સ કૉર્પોરેશન (LIC)નો અમુક હિસ્સો વેંચશે. એટલું જ નહીં IDBI બેન્ક્માં પણ ભાગીદારી વેંચવામાં આવશે. LICનો આઇપીઓ જાહેર કરવામાં આવશે. જો કે, તેમણે એ નથી જણાવ્યું કે સરકાર એલઆઇસીનો કેટલો ભાગ વેંચશે. આ ઘોષણા પછી વિપક્ષે હંગામાં સાથે વિરોધ કર્યો.

બેન્ક ડિપોઝિટ પર મોટી જાહેરાત
સીતારમણે ગ્રાહકોના બેન્ક ડિપોઝિટને લઈને પણ મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે હવે બેન્ક જમા રકમ પર ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા સુધીની ગેરન્ટિ મળશે એટલે કે બેન્કના ડૂબી ગયા પછી પણ તમારા પાંચ લાખ રૂપિયા એકદમ સુરક્ષિત રહેશે.

દેશભરમાં લાગશે પ્રીપેડ મીટર
કેન્દ્રીય નાણાંમંત્રીએ દેશભરમાં વીજળીના મીટરોને પણ બદલવાની વાત કરી. તેમણે કહ્યું કે આગામી સમયમાં દેશભરમાં પ્રીપેડ મીટર લગાવવામાં આવશે.

ખેડૂતોને બેગણી આવકનું લક્ષ્ય
કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે સરકાર વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવાનું લક્ષ્યને લઈને પ્રતિબદ્ધ છે. સરકાર 20 લાખ ખેડૂતોને સોલાર પંપ લગાડવામાં આર્થિક મદદ આપશે. જળસંકટથી પ્રભાવિત 100 જિલ્લા માટે વિસ્તૃત યોજના લાવવામાં આવશે.

બજેટ ત્રણ વાતો પર આધારિત
તેમણે જણાવ્યું કે નાણાંકીય વર્ષ એટલે કે 2020-21નું બજેટ મુખ્યત્વે ત્રણ વાતો 'આકાંક્ષી ભારત, બધાં માટે આર્થિક વિકાસ કરનારું ભારત અને બધાંનું ધ્યાન રાખનારા સમાજ ભારત પર કેન્દ્રિત છે.'

રેલવેમાં આ એલાન

1,150 ટ્રેઇન્સ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મોડલ પર દોડતી કરાશે. તેજસ જેવી વધુ ટ્રેઇન્સ લોન્ચ કરીને સહેલાણી સ્થળો પરની કનેક્ટીવિટી વધારાશે. મુંબઇ અને અમદાવાદ વચ્ચે હાઇ સ્પીડ ટ્રેઇન ના પ્રોજેક્ટને વધુ ગતિથી અનુસરાશે. રેલ્વે ટ્રેક્સની આસપાસની જમીન રેલ્વેની માલિકીની હશે ત્યાં મોટી સોલર પેનલ્સ લાગુ કરાશે. સરકાર 11,000 ટ્રેક્સનું ઇલેક્ટ્રિફિકેશનનું લક્ષ્ય પણ ધરાવે છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મૉડલને આધારે 4 સ્ટેશનનું રિ-ડેવલપેન્ટ કરવામાં આવશે. વિવિધ રેલ્વે સ્ટેશન્સ પર 550 વાઇ-ફાઇ ફેસિલિટી કમિશન કરાશે. વડાપ્રધાને પહેલાં પણ પોતે રેલ્વેના માળખાને પોતે વિકાસનું એન્જિન બનાવવા માગે છે તેવું અનેક વાર કહ્યું છે. કેન્દ્ર સરકારનું ફોકસ હંમેશાથી ઇન્ફ્રા સ્ટ્રક્ચર પર રહ્યું છે.

સ્વાસ્થ્ય સેક્ટર માટે માટી જાહેરાત
કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 69 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આમાં પીએમ જન આરોગ્ય યોજના માટે 6400 કરોડ રૂપિયાનું પ્રસ્તાવ છે. મિશન ઇન્દ્રધનુષનો વિસ્તાક વધારીને તેમાં 12 બીમારીઓ સામેલ કરી લેવામાં આવી છે. જેમાં પાંચ વેક્સીન પણ જોડવામાં આવી છે. આયુષ્માન ભારતના લાભાર્થિઓ માટે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પીપીપી મોડ પર હૉસ્પિટલ બનાવવામાં આવશે. પહેલા ચરણમાં 112 જિલ્લાથી આની શરૂઆત થશે. મેડિકલ ઉપકરણો પર જે કર લગાડવામાં આવે છે તે જ રકમથી આ હૉસ્પિટલોનું નિર્માણ કરાવવામાં આવશે. નાણાંકીય વર્ષ 2020-21માં સ્વચ્છ ભારત મિશન માટે 12,300 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સરકારે વર્ષ 2025 સુધી ટીબીની બીમારીને સંપૂર્ણપણે ખતમ કરવાનું લક્ષ્ય સેવ્યું છે. જળ જીવન મિશન માટે 3.6 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

50 ઉચ્ચ શિક્ષણ સંસ્થાન શરૂ થશે
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જલ્દી નવી શિક્ષા નીતિની જાહેરાત કરવામાં આવશે. માર્ચ 2021 સુધી 150 ઉચ્ચ શિક્ષણ સંસ્થાન શરૂ થઈ જશે જેમાં સ્કિલ્ડ પ્રશિક્ષણ આપવામાં આવશે. ક્વૉલિટી એજ્યુકેશન માટે ડિગ્રીવાળી ઑનલાઇન યોજનાઓ શરૂ કરવામાં આવશે. એટલું જ નગીં તેમણે નેશનલ પોલીસ યૂનિવર્સિટી અને નેશનલ ફૉરેન્સિંક સાયન્સ યૂનિવર્સિટીના પ્રસ્તાવ વિશે પણ જણાવ્યું. તેમણે જણાવ્યું કે ડૉક્ટરોની ઓછપ દૂર કરવા માટે જિલ્લા હૉસ્પિટલની સાથે મેડિકલ કૉલેજ બનશે. બજેટમાં શિક્ષણ માટે 99300 કરોડ જ્યારે સ્કિલ ડેવલપમેન્ટ માટે 3000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK