Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વૈશ્વિક બજારોમાં થયેલા ઘટાડાને પગલે સેન્સેક્સમાં મામૂલી વિરૂદ્ધ

વૈશ્વિક બજારોમાં થયેલા ઘટાડાને પગલે સેન્સેક્સમાં મામૂલી વિરૂદ્ધ

06 November, 2012 06:19 AM IST |

વૈશ્વિક બજારોમાં થયેલા ઘટાડાને પગલે સેન્સેક્સમાં મામૂલી વિરૂદ્ધ

વૈશ્વિક બજારોમાં થયેલા ઘટાડાને પગલે સેન્સેક્સમાં મામૂલી વિરૂદ્ધ




શૅરબજારનું ચલકચલાણું



અમેરિકાના પ્રમુખની ચૂંટણીઓ અગાઉ વૈશ્વિક બજારોમાં સાવચેતીનું માનસ જોવા મળ્યું હતું. યુરોપિયન અને એશિયન માર્કેટ્સમાં ઘટાડાની અસર ભારતની બજાર પર પણ જોવા મળી હતી. એને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં મામૂલી વૃદ્ધિ જોવા મળી હતી.



મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ફક્ત ૭.૪૨ વધીને ૧૮,૭૬૨.૮૭ બંધ રહ્યો હતો. સેન્સેક્સ શુક્રવારના ૧૮,૭૫૫.૪૫ની સામે ગઈ કાલે ૧૮,૭૪૯.૩૭ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૮,૭૯૪.૬૩ અને ઘટીને નીચામાં ૧૮,૬૮૩.૨૫ના લેવલે પહોંચ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૧૭.૦૧ ઘટીને ૬૬૨૮.૪૪ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૭.૨૯ ઘટીને ૭૦૫૭.૦૯ બંધ રહ્યો હતો. નિફ્ટી માત્ર ૬.૫૦ વધીને ૫૭૦૪.૨૦ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૭૦૦ પૉઇન્ટની ઉપર બંધ આવ્યો હતો.


સેક્ટરલ ઇન્ડાઇસિસ

ગઈ કાલે મુંબઈ શૅરબજારના ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ૯ ઘટ્યાં હતા. એફએમસીજી ઇન્ડેક્સ સૌથી વધુ ૬૧.૪૧ વધીને ૫૭૪૫.૨૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૭ના ભાવ વધ્યા હતા. યુનાઇટેડ સ્પિરિટ્સનો ભાવ સૌથી વધુ ૨.૯૮ ટકા વધીને ૧૨૧૯.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. કોલગેટ પામોલિવનો ભાવ ૨.૩૮ ટકા વધ્યો હતો. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો ભાવ સૌથી વધુ ૪.૯૪ ટકા ઘટીને ૬૮૯.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. ઑટો ઇન્ડેક્સ સૌથી વધુ ૫૦.૯૦ ઘટીને ૧૦,૬૩૯.૭૭ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૬ કંપનીના શૅરના ભાવ ઘટ્યાં હતા. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૦૩ ટકા ઘટીને ૧૩૯.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. બજાજ ઑટોનો ભાવ ૨.૦૨ ટકા અને ભારત ર્ફોજનો ૧.૬૫ ટકા ઘટ્યો હતો. મેટલ ઇન્ડેક્સ ૪૯.૩૨ ઘટીને ૧૦,૨૬૫.૮૦ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧ કંપનીમાંથી ૬ના શૅરના ભાવ ઘટ્યાં હતા. હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૫૫ ટકા ઘટીને ૧૧૪.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલનો ભાવ ૨.૦૪ ટકા ઘટ્યો હતો. નૅશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનનો ભાવ સૌથી વધુ ૧.૭૩ ટકા વધીને ૧૮૨.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સ શૅરોમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી ૧૨ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી અને ૧૮ના ભાવ ઘટ્યાં હતા. હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૫૫ ટકા ઘટ્યો હતો. જિન્દાલ સ્ટીલનો ભાવ ૨.૦૪ ટકા અને બજાજ ઑટોનો ૨.૦૨ ટકા ઘટ્યો હતો. આઇટીસીનો ભાવ સૌથી વધુ ૧.૬૪ ટકા ઘટીને ૨૮૮.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝનો ભાવ ૧.૩૬ ટકા વધ્યો હતો.

એમસીએક્સ

મલ્ટિ-કૉમોડિટી એક્સચેન્જનો ભાવ ગઈ કાલે દિવસ દરમ્યાન વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલ ૧૪૬૪.૮૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ ઘટીને નીચામાં ૧૪૧૬ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ભાવ ૧.૮૧ ટકા વધીને ૧૪૪૨.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. કુલ ૧૩.૯૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૩૩ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૦.૯૭ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું.

કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષ માટે ૧૨૦ ટકા ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. ચોખ્ખો નફો ૨૬ ટકા વધીને ૮૪.૪૧ કરોડ રૂપિયા થયો છે. કુલ આવક ૧૩ ટકા વધીને ૧૬૪.૭૮ કરોડ રૂપિયા થઈ છે.

ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝ

ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝનો ભાવ ૮.૩૫ ટકા ઘટીને ૧૧૨.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૨૧ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૦૯.૧૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૨૫.૪૪ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૨.૨૭ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૨૨.૫૯ શૅરનાં કામકાજ થયાં હતાં.

સેકન્ડ ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૧૧૬.૬૬ કરોડ રૂપિયાથી ૬૪ ટકા ઘટીને ૪૨.૦૫ કરોડ રૂપિયા થયો છે. આવક ૨૭૦૫.૬૩ કરોડ રૂપિયાથી ૮ ટકા વધીને ૨૯૨૪.૨૭ કરોડ રૂપિયા થઈ છે.

અલાહાબાદ બૅન્ક

અલાહાબાદ બૅન્કનો ભાવ ૨.૫૦ ટકા ઘટીને ૧૩૪.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૩૮.૧૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૨૭.૯૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૧૯.૧૭ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લા બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૨.૦૮ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૧૪.૯૮ શૅરનાં કામકાજ થયાં હતાં.

સેકન્ડ ક્વૉર્ટરમાં બૅન્કનો ચોખ્ખો નફો ૪૮૮.૦૨ કરોડ રૂપિયાથી બાવન ટકા ઘટીને ૨૩૪.૨૦ કરોડ રૂપિયા થયો છે. કુલ આવક ૪૨૦૨.૫૪ કરોડ રૂપિયાથી વધીને ૪૫૮૨.૬૪ કરોડ રૂપિયા થઈ છે.

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો ભાવ ૪.૯૪ ટકા ઘટીને ૬૮૮.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૭૩૪.૬૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૬૮૨ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. કુલ ૩.૩૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૧૧ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૦.૪૮ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું.

કંપનીનો ચોખ્ખો નફો સેકન્ડ ક્વૉર્ટરમાં એનલિસ્ટ્સની ૧૭૧ કરોડ રૂપિયાની અપેક્ષા કરતાં ઓછો ૧૫૯ કરોડ રૂપિયા થયો છે. કુલ વેચાણ ૧૧૮૬ કરોડ રૂપિયાથી ૩૫ ટકા વધીને ૧૫૯૫ કરોડ રૂપિયા થયું છે. ઑપરેટિંગ નફાનું માર્જિન ૧૭.૩૩ ટકા ઘટીને ૧૬.૦૩ ટકા થયું છે.

જેટ ઍરવેઝ

જેટ ઍરવેઝ (ઇન્ડિયા)નો ભાવ ૪.૧૯ ટકા વધીને ૩૭૬.૬૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૭૭.૭૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૬૫.૫૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૧૩.૬૭ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૨.૮૮ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૩.૬૬ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં.

સેકન્ડ ક્વૉર્ટરમાં કંપનીએ ૪૫૩ કરોડ રૂપિયાનો ઑપરેટિંગ નફો કર્યો છે. આગલા વર્ષે આ સમયગાળામાં ઑપરેટિંગ લૉસ ૨૫૮ કરોડ રૂપિયા થઈ હતી. ચોખ્ખો નફો ૭૧૩ કરોડ રૂપિયાથી ઘટીને ૧૦૦ કરોડ રૂપિયા થયો છે. કુલ આવક ૩૩૩૨ કરોડ રૂપિયાથી ૨૬ ટકા વધીને ૪૧૯૫ કરોડ રૂપિયા થઈ છે.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૧૩૬૩.૪૭ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૯૮૯.૫૪ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૩૭૩.૯૩ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૫૭૭.૦૭ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૯૨૧.૪૯ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૩૪૪.૪૧ કરોડ રૂપિયા રહી હતી.

૪૦ કંપનીના શૅર સર્વોચ્ચ લેવલે

મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૪૦ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના ઊંચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં યસ બૅન્ક, ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ, એમસીએક્સ, સુંદરમ ફાઇનૅન્સ, જે. કે. સિમેન્ટ, અપોલો હૉસ્પિટલ, સિનેમેક્સ ઇન્ડિયા, સિટી યુનિયન બૅન્ક, કોલગેટ પામોલિવ, આઇશર મોટર્સ વગેરેનો સમાવેશ છે. ૬ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ડેક્કન ક્રોનિકલ હોલ્ડિંગ્સ, પાર્લે સૉફ્ટવેર, પ્રદીપ ઓવરસીઝ વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૩૫૬ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૪૯૬ના ઘટ્યાં હતા. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી.

એફઅમસીજી = ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ, આઇટીસી = ઇન્ડિયન ટૉબેકો કંપની, એમસીએક્સ = મલ્ટિ-કૉમોડિટી એક્સચેન્જ, એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2012 06:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK