Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૨૬૫ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૨૬૫ ઉપર રૂખ તેજીની

06 August, 2012 05:54 AM IST |

નિફ્ટીમાં ૫૨૬૫ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૨૬૫ ઉપર રૂખ તેજીની


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

 



ત્રીજીએ શુક્રવારે જ્યાંથી ગેનની ટર્નિંગ શરૂ થઈ છે એ દિવસે આરંભનો ઘટાડો જોતાં ત્રીજીએ ટૉપ આવવાની ધારણા હતી, પરંતુ બપોરે યુરોપ અને અમેરિકન બજારોની પ્રોત્સાહક ધારણાએ અહીં પણ બજારે યુ ટર્ન લેતાં અને બજાર બંધ થયા પછી યુરોપ અને અમેરિકન બજારોમાં આવેલો તીવ્ર ઉછાળો જોતાં ત્રીજીના ભાવો બૉટમ સમજી ઘટાડે લઈને વેપાર કરવો. આજે બજાર તેજી ગૅપમાં ખૂલશે અને મહત્વની પ્રતિકારક સપાટી નિફ્ટીમાં ૫૨૭૦ ઉપર ખૂલતાં એની ઉપર વેચવામાં ઉતાવળ ન કરવી અને હવે ૫૨૬૦ નીચે જ મંદીનો વેપાર કરવો જેનો સ્ટૉપલૉસ આજે ૧૦.૪૫ વાગ્યા સુધીમાં જોવા મળેલા ઊંચા ભાવનો રાખવો. નવા સપ્તાહ માટે ૬ઠ્ઠીનું વર્કિંગ મહત્વનું સમજવું. તાજેતરની તર્કહીન અફરાતફરી બજારની તંદુરસ્તી  માટે જોખમી છે. નિફ્ટીમાં ૫૨૨૦ અને શૅરઆંકમાં ૧૭,૧૪૦ નીચેના બંધને નરમાઈના આરંભનો પ્રથમ સંકેત સમજવો.


મુંબઈ શૅરબજાર આંકમાં ૧૭,૨૪૨ નર્ણિાયક સપાટી છે, જેની ઉપર ૧૭,૪૬૨થી ૧૭,૫૦૦ સુધીનો ઉછાળો, જ્યારે ૧૭,૧૪૦ તૂટતાં પ્રથમ ૧૭,૦૨૦ અને વધ-ઘટે ૧૬,૯૧૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટીમાં ૫૨૭૦ નર્ણિાયક સપાટી છે, જેની ઉપર ૫૩૧૦થી ૫૩૪૦ સુધીનો ઉછાળો જ્યારે ૫૨૨૮ તૂટતાં પ્રથમ ૫૨૦૬ અને વધ-ઘટે ૫૧૩૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ


૭૩૮ ઉપર રૂખ તેજીની અને ઉપરમાં ૭૫૦ કુદાવતાં ૭૬૩ સુધીનો ઉછાળો જોવા મળશે. ૭૩૮ નીચે ૭૧૯નો ભાવ.

તાતા સ્ટીલ

૪૦૫ નીચે ૪૧૨ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. ૩૯૩ નીચે બંધ આપતાં ૩૭૮નો ભાવ.

આઇસીઆઇસીઆઇ

૯૫૩ નીચે ૯૬૧ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૯૩૮ તૂટતાં ૯૨૩થી ૯૧૫નો ભાવ.

ગ્રાસિમ

૨૯૩૦થી ૨૯૫૦ વચ્ચે વેચવું. હવે ૨૮૯૫ તૂટતાં પ્રથમ ૨૮૬૫ અને વધ-ઘટે ૨૭૯૫નો ભાવ.

લાર્સન

આજનું વર્કિંગ મહત્વનું. ૧૩૯૫ ઉપર ૧૪૧૫ આસપાસ લેણમાં નફો કરવો. હવે ૧૩૭૬ તૂટતાં ૧૩૫૦.

Whatsapp-channel Whatsapp-channel

06 August, 2012 05:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK