Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૪૭૯૦ નીચે રૂખ મંદીની

નિફ્ટીમાં ૪૭૯૦ નીચે રૂખ મંદીની

15 December, 2011 09:54 AM IST |

નિફ્ટીમાં ૪૭૯૦ નીચે રૂખ મંદીની

નિફ્ટીમાં ૪૭૯૦ નીચે રૂખ મંદીની




(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

ફુગાવાનો આંક આવતાં પહેલાં સાંકડી વધ-ઘટે અથડાયા બાદ આંકની જાહેરાત સાથે બૅન્ક નિફ્ટીમાં ઝડપી ઉછાળાને પગલે સુધારો જોવા મળ્યો હતો. ત્યાર બાદ ફૉલો-અપને અભાવે તેમ જ શુક્રવારે વ્યાજદર કદાચ નહીં ઘટે એવી અફવા પાછળ બૅન્ક શૅરોમાં વેચવાલીને પગલે નિફ્ટીમાં પણ ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. ધિરાણનીતિને ધ્યાનમાં લઈને છેલ્લા બે દિવસથી બૅન્ક નિફ્ટીમાં મોટી અફડાતફડી જોવા મળે છે જે સપ્તાહના અંત સુધી ચાલુ રહેશે. ડૉલરની મજબૂતાઈને પગલે આઇટી શૅરોની મજબૂતાઈ સેન્સેક્સને ઝડપથી ઘટતો અટકાવે છે. ધિરાણનીતિ પૂર્વે જ બૅન્ક શૅરો ઘટી રહ્યા છે એ જોતાં નીચા મથાળે વેચવું નહીં અને હવે અગાઉની ધારણાથી વિરુદ્ધ ૧૬મીથી બૅન્ક શૅરોમાં સુધારાની સંભાવના છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૫,૯૧૦ નીચેનું બંધ નરમાઈસૂચક છે અને ૧૫,૯૭૦ નીચે વેચીને વેપાર કરવો અને નીચામાં ૧૫,૬૮૦થી ૧૫,૫૯૦ વચ્ચે લેણ કરવું. ૧૫,૯૭૦ નીચે ૧૬,૧૩૦ સુધીનો ઉછાળો.

નિફ્ટીમાં ૪૭૫૦થી ૪૭૩૦ મહત્વનો સર્પોટ ઝોન છે જે તૂટતાં ૪૬૭૮ સુધીનો ઘટાડો જ્યારે ઉપરમાં ૪૭૯૦ કુદાવતાં ૪૮૩૦ સુધીનો ઉછાળો જોવા મળશે.

આર કૉમ

૭૩ નીચે ૭૫ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૬૯થી ૬૭ વચ્ચે લેણ કરવું.

મહિન્દ્ર

૬૮૪ નીચે રૂખ મંદીની અને નીચામાં ૬૭૦ તૂટતાં ૬૫૪નો ભાવ જ્યારે ૬૮૫ ઉપર ૬૯૮નો ભાવ.

આઇસીઆઇસીઆઇ

૭૦૪ નીચે ઘટાડાની ચાલમાં ૬૮૧નો ભાવ જ્યારે ૭૦૪ ઉપર ૭૧૫થી ૭૨૮નો ભાવ.

હિન્દાલ્કો

૧૨૪ના સ્ટૉપલૉસે લેણ વધારવું અને ૧૨૯ કુદાવતાં ૧૩૩નો ભાવ.

બાટા

૫૮૦ ઉપર ૫૭૩ના સ્ટૉપલૉસે લેણ કરવું. ઉપરમાં ૫૯૦ ઉપર ૫૯૯થી ૬૦૮નો ભાવ.


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2011 09:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK