(દેવેન ચોકસીની કલમે)
અત્યારે ક્લાયન્ટ્સ નર્વસ છે અને તેમને ખબર નથી કે આપણે અત્યારે કઈ તરફ આગળ વધી રહ્યા છીએ. સરકાર જે રીતે પૈસાનો વ્યય કરી રહી છે એને કારણે અર્થતંત્રનાં પરિબળો નબળાં પડી રહ્યાં છે અને ડેફિસિટમાં વધારો થવાથી આપણે ઇકૉનૉમિક-ક્રાઇસિસ તરફ આગળ વધી રહ્યા છીએ. આને કારણે ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ પણ થઈ શકે છે. આ બધી બાબતો ગંભીર છે અને લોકોમાં એક પ્રકારનો ગભરાટ છે કે છ-આઠ મહિના અગાઉ જે અર્થતંત્ર સારું હતું એ આમ અચાનક જ કેમ મુશ્કેલીમાં આવી ગયું. અમે આ પરિસ્થિતિમાં રોકાણકારોને માત્ર એટલું જ કહી શકીએ છીએ કે આ એક મુશ્કેલીભર્યો સમયગાળો છે અને ગમેતેમ કરીને એ પસાર કરવો પડશે. એમ બને કે ૨૦૧૨ના ફસ્ર્ટ ક્વૉર્ટરમાં બજાર બૉટમઆઉટ થઈ જાય અને એ લેવલથી સ્થિતિમાં સુધારો જોવા મળે.
અમારું માનવું છે કે નિફ્ટી નીચામાં ૪૨૦૦થી ૪૩૦૦ પૉઇન્ટ્સ અને ઊંચામાં ૪૯૦૦થી ૪૯૫૦ પૉઇન્ટ્સની રેન્જમાં જળવાઈ રહેશે. બજાર આ ૫૦૦થી ૬૦૦ પૉઇન્ટ્સની રેન્જમાં અથડાયા કરશે. આપણે રાહ જોવી પડશે અને ૨૦૧૨ના પ્રથમ ક્વૉર્ટરનો સમયગાળો કેવી રીતે પસાર થાય છે એ જોવું પડશે. સદ્નસીબે ફુગાવાનું દબાણ ઘટી રહ્યું છે. જોકે કમનસીબે રૂપિયાની મૂલ્યવૃદ્ધિના સંકેતો નથી મળી રહ્યા. આમ, આ બે બાબત રોકાણકારોના મનમાં રમી રહી છે અને ૨૦૧૨ના ફસ્ર્ટ ક્વૉર્ટરમાં આ સ્થિતિને કઈ રીતે ઓવરકમ કરવી એ એક ચૅલેન્જ છે.
તાતા મોટર્સમાં રોકાણની તક
તાતા મોટર્સનો શૅર ખૂબ જ રસપ્રદ જણાય છે. ફરી એક વખત એની વૅલ્યુએશન ઘણીબધી કમ્ફર્ટ આપે છે. ચાલુ વર્ષે કંપનીની શૅરદીઠ કમાણી ૧૩૩ રૂપિયા જેટલી રહેવાની અપેક્ષા છે અને વર્તમાન માર્જિન સાથે ટ્રેન્ડ જળવાઈ રહેશે તો શૅરદીઠ કમાણી ૧૪૭ રૂપિયા જેટલી થઈ શકે છે. આમ, વૅલ્યુએશનની દૃષ્ટિએ ઑટો સેક્ટરમાં આ કંપનીનો શૅર સૌથી સસ્તા શૅર્સમાંનો એક છે. જૅગ્વાર લૅન્ડ રૉવરના ર્પોટફોલિયોને કારણે પણ મને તાતા મોટર્સમાં વધુ કૉન્ફિડન્સ છે. હું ઇન્વેસ્ટમેન્ટ પૉઇન્ટ ઑફ વ્યુ આ શૅરની ભલામણ કરવા માગું છું.
દરેક કરેક્શનમાં શૅર ખરીદો
ચાલુ સપ્તાહમાં નિફ્ટીની રેન્જ ૪૫૦૦થી ૪૯૦૦ પૉઇન્ટ્સની વચ્ચે રહેવાની અપેક્ષા છે. અમે ટેકપ્રો, તાતા મોટર્સ, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ અને આઇડીએફસી (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઍન્ડ ફાઇનૅન્સ કંપની)ના શૅર ખરીદવાની સલાહ આપીએ છીએ. આ ઉપરાંત બધી જ બૅન્કોના શૅર ખાસ કરીને અગ્રણી બૅન્કોના શૅર પણ ઍક્યુમ્યુલેટ કરવા જોઈએ, કારણ કે આ શૅર્સનું ટ્રેડિંગ ઐતિહાસિક નીચા સ્તરના પ્રાઇસ/બુકવૅલ્યુના સ્તરે થઈ રહ્યું છે. દરેક કરેક્શનમાં મજબૂત અને સારી ગુણવત્તા ધરાવતા શૅર્સ ખરીદવાની તક ઝડપી લેવી જોઈએ. હું ઇન્વેસ્ટરોને મધ્યમથી લાંબા ગાળા માટે ટેકપ્રો, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, આઇડીએફસી, કેપીઆઇટી કમિન્સ જેવા મિડ કૅપ તેમ જ તાતા મોટર્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા લાર્જ કૅપ શૅર્સ ખરીદવાની ભલામણ કરું છું.
Coronavirus India News: છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 17407 કેસ
4th March, 2021 11:05 ISTમંગેતરના બર્થ-ડે પર મૅક્સવેલની ધાકડ ઇનિંગ
4th March, 2021 10:00 IST81 ટકા અસરકારક છે ભારત બાયોટેકની કોવાક્સિન
4th March, 2021 10:00 ISTછેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,989 કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધ્યા
3rd March, 2021 11:02 IST