સ્ટીલમાં તેજી : ભાવમાં ૨૦૦૦ રૂપિયાનો તોળાતો ભાવવધારો

કૉમોડિટી કરન્ટ: મયૂર મહેતા | Mar 13, 2019, 09:28 IST

દેશની મોટા ભાગની સ્ટીલ કંપનીઓ ગયા સપ્તાહે સ્ટીલના ભાવમાં પ્રતિ ટન ૧૭૦૦ રૂપિયાનો વધારો કર્યા બાદ હજી પણ ૧૭૦૦થી ૨૦૦૦ રૂપિયાનો ભાવવધારો તોળાઈ રહ્યો છે

સ્ટીલમાં તેજી : ભાવમાં ૨૦૦૦ રૂપિયાનો તોળાતો ભાવવધારો
સ્ટીલના ભાવ વધે તેવી શક્યતા

સ્ટીલબજારમાં લાલચોળ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશની મોટા ભાગની સ્ટીલ કંપનીઓ ગયા સપ્તાહે સ્ટીલના ભાવમાં પ્રતિ ટન ૧૭૦૦ રૂપિયાનો વધારો કર્યા બાદ હજી પણ ૧૭૦૦થી ૨૦૦૦ રૂપિયાનો ભાવવધારો તોળાઈ રહ્યો છે. કાચા માલના ભાવમાં તેજીને પગલે સ્ટીલના બજારમાં પણ ભાવ ચકાઈ રહ્યા છે.

દેશમાં સ્ટીલના ભાવ હાલ પ્રતિ ટન ૪૪ હજાર રૂપિયાની સપાટી પર પહોંચ્યા હતા.

દેશમાં હૉટ રોલ્ડ કોઇલ સ્ટીલના ભાવ સપ્ટેમ્બર મહિનામાં ૪૬,૦૦૦ રૂપિયા પ્રતિ ટન હતા, જેમાં ઑક્ટોબરમાં ૮૦૦ રૂપિયાનો વધારો થયો હતો. ત્યાર બાદ નવેમ્બરથી જાન્યુઆરી મહિના દરમ્યાન ટને ૭૩૦૦ રૂપિયાનો ઘટાડો થયા બાદ ભાવ ફરી હવે વધવા લાગ્યા છે. કાચા માલ એવા આર્યન ઑરનાં ભાવમાં બહુ મોટો વધારો થયો હોવાથી સરેરાશ સ્ટીલના બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દેશની સ્ટીલ કંપનીઓએ ફેબ્રુઆરી મહિનામાં સ્ટીલના ભાવમાં ૧૭૫૦ રૂપિયા અને માર્ચના પહેલા સપ્તાહમાં ૧૭૦૦ રૂપિયાનો વધારો કર્યો છે. હજી બીજો ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયાનો વધારો થાય તેવી સંભાવના સ્ટીલ ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ બિલ્ડર્સ માટેની GST માર્ગરેખા ૧૯ એપ્રિલે નક્કી કરાશે

વૈશ્વિક બજારમાં આર્યન ઑરના ભાવ ડિસેમ્બર મહિનામાં ૬૯ ડૉલર પ્રતિ ટન હતા, જે વધીને હાલ ૯૦ ડૉલર પ્રતિ ટનની ચી સપાટીએ પહોંચ્યા છે. બ્રાઝિલમાં ખાણમાં મુશ્કેલીઓ આવતાં ઉત્પાદનમાં મોટી અસર પડી હતી.

Tags

news
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK