એસ્સાર પાવર ૩૯૦ અબજ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે

Published: 7th October, 2011 19:09 IST

એસ્સાર પાવર આગામી ત્રણ વર્ષમાં થર્મલ પાવર પ્લાન્ટ્સ સ્થાપવા માટે ૮ અબજ ડૉલર (આશરે ૩૯૦ અબજ રૂપિયા)નું રોકાણ કરશે. ઇન્વેસ્ટમેન્ટ માટેના બધા જ પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. એસ્સાર પાવર અત્યારે પાંચ કૅપ્ટિવ પાવર પ્રોજેક્ટ્સ ઑપરેટ કરે છે, જે કંપનીના વિવિધ સ્ટીલ પ્લાન્ટ્સ અને ઑઇલ રિફાઇનરીને પાવર સપ્લાય કરે છે.

 

અત્યારે અમલીકરણ હેઠળ જે પ્લાન્ટ્સ છે એમાં ગુજરાતના સલાયામાં ૨૫૨૦ મેગાવૉટ, વાડીનારમાં ૫૧૦ મેગાવૉટ અને હજીરામાં ૨૭૦ મેગાવૉટના પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. કંપની મધ્ય પ્રદેશમાં ૧૮૦૦ મેગાવૉટ અને ઝારખંડમાં ૧૮૦૦ મેગાવૉટના પ્લાન્ટ્સ સ્થાપી રહી છે. એસ્સાર પાવરે ઓડિસાની નવભારત પાવર પ્રાઇવેટ લિમિટેડમાં ૭૬ ટકા હિસ્સો ઍક્વાયર કર્યો છે. આ કંપની ૨૦૦૦ મેગાવૉટ કરતાં વધુની ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટ્સનો અમલ કરી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK