Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બાયોડીઝલનો વપરાશ વધારવાની વિશ્વના ક્રૂડતેલ ઇમ્પોર્ટરોમાં હોડ

બાયોડીઝલનો વપરાશ વધારવાની વિશ્વના ક્રૂડતેલ ઇમ્પોર્ટરોમાં હોડ

06 March, 2019 09:10 AM IST |
મયૂર મહેતા, ક્વાલા લમ્પુર

બાયોડીઝલનો વપરાશ વધારવાની વિશ્વના ક્રૂડતેલ ઇમ્પોર્ટરોમાં હોડ

ક્રૂડ

ક્રૂડ


કૉમોડિટી કરન્ટ 

વિશ્વના ક્રૂડતેલ ઇમ્પોર્ટરોમાં હવે ખાદ્ય તેલોમાંથી બાયોડીઝલ બનાવવાની હોડ લાગી છે. આ રીતે બાયોડીઝલ બનાવીને એને પેટ્રોલ-ડીઝલ સાથે ભેળવીને ક્રૂડતેલનું ઇમ્પોર્ટ બિલ ઘટાડવાના પ્રયાસો ચાલુ થયા છે. આ પ્રયાસોને કારણે વિશ્વના સૌથી મોટા ખાદ્ય તેલના ઇમ્પોર્ટર ભારતની મુશ્કેલી આવતાં વર્ષોમાં વધશે તેવું નિષ્ણાતોનું માનવું છે.



કુઆલા લમ્પુરમાં યોજાયેલી વૈશ્વિક પામતેલ કૉન્ફરન્સમાં બાયોડીઝલ આઉટલુક વિશે સમવીન ગ્રુપના ફાઉન્ડર ઍન્ડ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર યુઆર યુનિથાને જણાવ્યું હતું કે વિશ્વમાં જે દેશો તેલીબિયાંનું સરપ્લસ ઉત્પાદન મેળવી રહ્યા છે તે દેશો એક્સપોર્ટ પર આધાર રાખવાને બદલે પેટ્રોલ-ડીઝલ સાથે બાયોડીઝલ ભેળવવાનું પ્રમાણ વધારીને ઇમ્પોર્ટ બિલ ઓછું કરવાની કોશિશ કરી રહ્યા છે. મલેશિયા અને ઇન્ડોનેશિયા હાલ વિશ્વની ખાદ્ય તેલોની ૩૫ ટકા જરૂરિયાત પામતેલ દ્વારા પૂરી કરી રહ્યા છે, પણ એને માટે બન્ને દેશોને પામતેલની એક્સપોર્ટ પર આધાર રાખવો પડે છે. આ બન્ને દેશો ક્રૂડતેલની ઇમ્પોર્ટ કરી રહ્યા છે, આથી બન્ને દેશોએ પામતેલમાંથી બાયોડીઝલ બનાવીને તેને પેટ્રોલ-ડીઝલમાં ભેળવવાનું પ્રમાણ વધાર્યું અને પામતેલનો ઘરેલુ વપરાશ મોટા પાયે વધારી દીધો. ૨૦૧૧માં ઇન્ડોનેશિયામાં પેટ્રોલ-ડીઝલમાં બાયોડીઝલ પાંચ ટકા ભેળવવાનો નિયમ હતો, જે વધારીને હાલ ૨૦ ટકા કર્યું છે અને ૨૦૩૦માં ૩૦ ટકા કરવામાં આવશે. આ તમામ બાયોડીઝલ પામતેલમાંથી બનશે. ઇન્ડોનેશિયા ૨૦૨૦માં ૪૦૦ લાખ ટન કરતાં વધુ પામતેલનું ઉત્પાદન કરશે, જેમાંથી ૧૦૦ લાખ ટન કરતાં વધુ પામતેલ બાયોડીઝલમાં વપરાશે. આ રીતે ઇન્ડોનેશિયા ઘરેલુ પામતેલનો વપરાશ વધારીને ક્રૂડતેલનું ઇમ્પોર્ટ બિલ ઘટાડશે. મલેશિયામાં પેટ્રોલ-ડીઝલમાં બાયોડીઝલની ભેળવણી ૨૦૧૧માં ઝીરો હતી, જે ૨૦૨૦માં વધીને ૧૦ ટકા કરવામાં આવી છે. થાઇલૅન્ડ પણ ઝીરોમાંથી ૧૦ ટકા ફરજિયાત બાયોડીઝલ ભેળવણી કરી રહ્યું છે. કોલંબિયા ૨૦૧૧માં આઠ ટકા બાયોડીઝલની ભેળવણી કરતું હતું, જે વધારીને ૨૦૨૦ સુધીમાં ૨૦ ટકા કરશે.


પામતેલમાંથી બાયોડીઝલની જેમ સોયાતેલમાંથી પણ બાયોડીઝલ બનાવવાની હોડ લાગી છે. બ્રાઝિલ-આર્જેન્ટિના સરપ્લસ સોયાબીનનું ઉત્પાદન કરે છે. આર્જેન્ટિના સોયાતેલમાંથી બનતા બાયોડીઝલની ભેળવણી પેટ્રોલ-ડીઝલમાં ૨૦૧૧માં સાત ટકા કરતું હતું તે વધારીને ૨૦૨૦માં ૧૨ ટકા કરશે. બ્રાઝિલ ૨૦૧૧માં બે ટકાથી વધારીને ૨૦૨૦માં ૧૦ ટકા ભેળવણી કરશે. યુરોપિયન દેશો પણ ૨૦૧૧માં બાયોડીઝલની ભેળવણી નહોતા કરતા એ હવે ૨૦૨૦માં બાયોડીઝલની ભેળવણી ૧૦ ટકા કરશે.

વિશ્વમાં ભારત ખાદ્ય તેલોની સૌથી વધુ ઇમ્પોર્ટ કરતું હોવાથી આવનારાં વર્ષોમાં જો ખાદ્ય તેલોનું સરપ્લસ ઉત્પાદન કરનારા દેશો બાયોડીઝલ બનાવવા લોકલ ઉત્પાદિત ખાદ્ય તેલોનો વપરાશ વધારશે તો ભારતને ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ માટે તગડા ભાવ ચૂકવવાનો વખત આવશે. ભારત હાલ વાર્ષિક ૨૧૫ લાખ ટન ખાદ્ય તેલોની જરૂરિયાતમાંથી ૧૫૦ લાખ ટન ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ કરે છે, જેમાં ૧૦૦ લાખ ટન પામતેલની ઇમ્પોર્ટ મલેશિયા-ઇન્ડોનેશિયાથી કરી રહ્યું છે. આ બન્ને દેશો પામતેલમાંથી બાયોડીઝલ બનાવવા ક્રાંતિકારી ફેરફારો કરી રહ્યા હોવાથી આવતા દિવસોમાં પામતેલના ભાવ આસમાને પહોંચશે. હાલ તમામ ખાદ્ય તેલોમાં પામતેલ સૌથી સસ્તું હોવાથી તેની ઇમ્પોર્ટ ભારતમાં કૂદકે ને ભૂસકે વધી રહી છે. બાયોડીઝલના ઉત્પાદન અને વપરાશ બાબતે જે ઝડપી ફેરફારો થઈ રહ્યા છે એનો સામનો કરવા ભારતને એક વૈકલ્પિક પૉલિસી બનાવવા તૈયાર રહેવું પડશે એનું વિશ્વના ઍનલિસ્ટો માની રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2019 09:10 AM IST | | મયૂર મહેતા, ક્વાલા લમ્પુર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK