Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકાના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવતાં સોનામાં પીછેહઠ

અમેરિકાના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવતાં સોનામાં પીછેહઠ

23 February, 2019 09:41 AM IST |
મયૂર મહેતા

અમેરિકાના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવતાં સોનામાં પીછેહઠ

સોનું

સોનું


બુલિયન બુલેટિન

અમેરિકાના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવતાં સોનું વર્લ્ડ માર્કેટમાં ઘટ્યું હતું. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ આઠ મહિનાની ઊંચાઈએ, ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડરમાં જંગી વધારો અને અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટમાં જંગી ઘટાડો થતાં ફેડ ૨૦૧૯માં એક વખત ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી શક્યતા વધુ મજબૂત બની હતી અને ડૉલર ઘટ્યો હતો. ફેડે જાન્યુઆરી મીટિંગની મિનિટ્સમાં ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ રહેશે તો એક વખત ઇન્ટરેસ્ટ=રેટ વધારાશે એવો નિર્દેશ કર્યો હતો.



ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


અમેરિકાનો ઍડ્વાન્સ મૅન્યુફૅક્ચરિંગ PMI (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) ફેબ્રુઆરીમાં ૫૩.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૪.૯ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૪.૭ પૉઇન્ટની હતી. અમેરિકાનો ઍડ્વાન્સ સર્વિસ PMI ફેબ્રુઆરીમાં વધીને ૫૬.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૪.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૪.૩ પૉઇન્ટની હતી. અમેરિકાના સર્વિસ સેક્ટરના બુલિશ ગ્રોથથી કમ્પોઝિટ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં વધીને આઠ મહિનાની ઊંચાઈએ ૫૫.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૪.૫ પૉઇન્ટ હતો. અમેરિકામા ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડરમાં ડિસેમ્બરમાં ૧.૨ ટકાનો વધારો થયો હતો જેમાં જાન્યુઆરીમાં એક ટકાનો વધારો થયો હતો. અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટમાં વીતેલા સપ્તાહ દરમ્યાન ૨૩ હજારનો જંગી મોટો ઘટાડો નોંધાયો હતો જે જૉબમાર્કેટની મજબૂતી બતાવે છે. જપાનનો કન્ઝ્યુમર્સ ઇન્ફ્લેશન જાન્યુઆરીમાં ૧૫ મહિનાના તળિયે ૦.૨ ટકા નોંધાયો હતો. ચીનના હોમપ્રાઇસમાં જાન્યુઆરીમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો હતો જે ડિસેમ્બરમાં ૯.૭ ટકા થયો હતો. ચીનમાં સતત ૪૫મા મહિને હોમપ્રાઇસ વધ્યા હતા. અમેરિકાના સ્ટ્રૉન્ગ ડેટાને પગલે ઇન્ટરેસ્ટ-રેટ વધવાની શક્યતા વધતાં સોનું ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


અમેરિકન ફેડરલ રિઝર્વે જાન્યુઆરી મીટિંગની મિનિટ્સમાં ગોળ-ગોળ વાતો કરી હતી, પણ ૨૦૧૯માં એક વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની શક્યતા પણ બતાવી હોઈ માર્કેટમાં એની અસરે ડૉલર સુધર્યો હતો. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉર ખતમ થવાની ઘોષણા ટૂંકમાં થવાના સંકેતને પગલે ડૉલર ફરી ઘટ્યો હતો, પણ તમામ સ્ટૉક ઇન્ડેક્સ સુધર્યા હતા. યુરો એરિયા સ્ટૉક ઇન્ડેક્સ વધીને ૧૮ મહિનાની ઊંચાઈએ, ફ્રાન્સ ૧૯ મહિનાની ઊંચાઈએ અને ચીનનો સ્ટૉક ઇન્ડેક્સ પણ ૧.૯ ટકા ઊછળ્યો હતો. સ્ટૉક ઇન્ડેક્સ વધતાં ઇન્વેસ્ટરો સોનું વેચીને સ્ટૉક માર્કેટમાં જતાં સોનું પ્રત્યાઘાતી ઘટ્યું હતું. આમેય સોનામાં છેલ્લાં બે સપ્તાહમાં ઝડપી ઉછાળો આવ્યો હોવાથી પ્રત્યાઘાતી રોલબૅક થવું સ્વાભાવિક હતું. ફેડનું સ્ટૅન્ડ ક્લિયર ન થાય ત્યાં સુધી સોનામાં ધીમી ગતિએ ભાવ વધતા જશે, પણ એક વખત ફેડનું ઇન્ટરેસ્ટ-રેટ ન વધારવાનું સ્ટૅન્ડ ક્લિયર થયા બાદ સોનામાં નૉન-સ્ટૉપ તેજી જોવા મળશે પણ એના માટે ટ્રેડ-વૉર ખતમ થયા બાદ અમેરિકા સિવાયના દેશોનો ઇકૉનૉમિક ગ્રોથનો પ્રોગ્રેસ જોવો જરૂરી બનશે.

સોનામાં ધૂમ તેજી થતાં ગ્રે માર્કેટમાં સપ્લાય વધી

સોનાનો ભાવ હાલમાં ભારતીય માર્કેટમાં મલ્ટિયર હાઈ ૩૩,૭૦૦થી ૩૩,૮૦૦ રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે ત્યારે ગ્રે માર્કેટમાં સ્મગલરોને તગડી કમાણી થઈ રહી હોવાથી સોનાની સપ્લાય વધી હોવાનું માર્કેટનાં સૂત્રોએ જણાવ્યું હતું. સોનાની સપ્લાય વધતાં ગ્રે માર્કેટના ડીલરો અગાઉ ૨૦૦ રૂપિયાના ડિસ્કાઉન્ટથી સ્મગલિંગથી આવેલું સોનું વેચતા હતા એ હવે ૭૦૦ રૂપિયાના ડિસ્કાઉન્ટથી વેચવા લાગ્યા છે. ઇલેક્શનનું વર્ષ હોવાથી આવનારા દિવસોમાં રૂપિયો વધુ ઘટવાની શક્યતાએ સોનામાં માર્કેટલીડરોને મોટી તેજી દેખાય છે. એન્જલ બ્રોકર્સના ઍનૅલિસ્ટે વર્ષાંતે સોનું ૩૭,૦૦૦ રૂપિયા થવાની આગાહી કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2019 09:41 AM IST | | મયૂર મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK