Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફ્યુચર રીટેલ બિગ બજારના નવા આઉટલેટ શરુ કરવા 200 કરોડનો ખર્ચ કરશે

ફ્યુચર રીટેલ બિગ બજારના નવા આઉટલેટ શરુ કરવા 200 કરોડનો ખર્ચ કરશે

10 March, 2019 08:06 PM IST | મુંબઇ

ફ્યુચર રીટેલ બિગ બજારના નવા આઉટલેટ શરુ કરવા 200 કરોડનો ખર્ચ કરશે

25થી વધુ નવા સ્ટોર્સ ખોલશે ફ્યુચર ગ્રુપ

25થી વધુ નવા સ્ટોર્સ ખોલશે ફ્યુચર ગ્રુપ


ભારતમાં રીટેલ માર્કેટમાં મોટું માર્કેટ ધરાવતી ફ્યુચર ગ્રુપની બિગ બજાર બ્રાન્ડને લઇને એક સારા સમાચાર આવી રહ્યા છે. બિગ બજાર મોલ આવનારા સમયમાં વધુ સ્ટોર્સ ખોલી રહી છે. બિગ બજાર પુર્વ વિસ્તારમાં નવા નાણાકીય વર્ષમાં કુલ 25 સ્ટોર્સ ખોલવાની જાહેરાત કરી છે.

મળતી માહિતી મુજબ ભારતના પૂર્વ વિસ્તારમાં બિગ બજારના નવા સ્ટોર ખોલવા માટે ફ્યુચર રિટેલ રૂ.૧પ૦થી ર૦૦ કરોડનું ખર્ચ કરવાની યોજના બનાવી છે. એપ્રિલ 2019થી બિગ બજાર પૂર્વતર રાજ્યોમાં રપથી વધુ સ્ટોર્સ ખોલવા જઈ રહી છે. ફ્યુચર ગ્રુપને બિગ બજારના રપ જેટલા સ્ટોર્સ ખોલવા માટે ર૦૦૦ સ્કવેર ફિટ જગ્યાની જરૂર પડશે. કંપનીના કુલ વેચાણ પૂર્વ પ્રદેશોનો ફાળો રપ ટકા માનવામાં આવે છે. તો બીજી તરફ પૂર્વ રાજ્યોના કુલ વેચાણમાં પશ્રિમ બંગાળનો ફાળો ૩૦ ટકા જેટલો જોવા મળ્યો છે.



 


 આ પણ વાંચો: આ 10કારનું ફેબ્રુઆરી મહીનામાં થયું બંપર વેચાણ, ટૉપ 10માં Alto નંબર 1 પર

 


આગામી નાણાકીય વર્ષમાં દેશના પૂર્વ રાજ્યોમાં ફ્યુંચર કંપની રપથી વધુ નવા આઉટલેટ શરૂ કરશે. જેમાંથી કોલકાતા શહેરમાં ૭થી ૮ સ્ટોર ખોલવાની યોજના છે. ફ્યુચર કંપનીના CEO ના જણાવ્યા પ્રમાણે હાલ તે પશ્રિમ બંગાળ, બિહાર, નોર્થ ઈસ્ટ અને ઓડિશામાં વિસ્તરણ કરવાનું વિચારી રહી છે. ફ્યૂચર રિટેલે તાજેતરમાં કોલકાતા ખાતે ૧૭મી બિગ બજારની સ્ટોર ખોલી હતી અને પશ્રિમ બંગાલ ખાતે ૩૦મી સ્ટોર ખોલી હતી.

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2019 08:06 PM IST | મુંબઇ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK