જાહેર ક્ષેત્રની કંપની આઇટીડીસીના ભાવમાં છેલ્લા પાંચ મહિનામાં ૭૯૪ ટકાનો ઉછાળો

Published: 11th December, 2012 07:37 IST

જાહેર ક્ષેત્રની કંપની આઇટીડીસીનો ભાવ છેલ્લા પાંચ મહિનામાં ૭૯૪ ટકા વધ્યો છે. ૨૦૧૨ની ૨૧ જૂને કંપનીના શૅરનો ભાવ ૧૦૯.૭૫ રૂપિયા હતો જે છેલ્લા એક વર્ષનો સૌથી નીચો ભાવ હતો.


ગઈ કાલે ભાવ ૯૮૧.૪૦ રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો જે છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે હતો. આમ પાંચ મહિનાના સમયગાળામાં શૅરના ભાવમાં ૭૯૪ ટકાનો જમ્પ જોવા મળ્યો છે.

કંપનીની ઇક્વિટીમાં સરકારનો હિસ્સો ૯૨.૧૧ ટકા અને ઇન્ડિયન હોટેલ્સનો ૭.૮૭ ટકા જેટલો છે. બાકીનો હિસ્સો વ્યક્તિગત રોકાણકારોનો છે. શૅરની બુકવૅલ્યુ ૩૬ રૂપિયા છે અને છેલ્લાં પાંચ વર્ષની કંપનીની આવક સ્થિર રહી છે. બજાર સાથે સંકળાયેલા વર્ગનું માનવું છે કે હાઇ વૅલ્યુએશનને કંપનીનાં ફન્ડામેન્ટલ્સ જસ્ટિફાય નથી કરતાં તો પછી છેલ્લા પાંચ મહિનામાં ભાવમાં આટલો કેમ વધ્યો છે એ આર્યજનક છે.

આઇટીડીસી = ઇન્ડિયા ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK