Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં નુકસાન થાય ત્યારે શું કરવું? : ભારતીય રોકાણકારો માટે વ્યૂહાત્મક અભિગમ

મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં નુકસાન થાય ત્યારે શું કરવું? : ભારતીય રોકાણકારો માટે વ્યૂહાત્મક અભિગમ

04 April, 2024 07:05 AM IST | Mumbai
Rajendra Bhatia | feedbackgmd@mid-day.com

મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં નુકસાન થાય ત્યારે પ્રથમ પગલું પરિસ્થિતિને તટસ્થપણે ચકાસવાનું છે.

પ્રતીકાત્મક તસવીર

ફન્ડના ફન્ડા

પ્રતીકાત્મક તસવીર


એક રોકાણકાર તરીકે મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં નુકસાન થાય તો એ અનુભવ નિરાશાજનક હોઈ શકે છે અને ઘણી વાર અનિશ્ચિતતા અને અસ્વસ્થતાની લાગણીઓ પણ હાવી થઈ શકે છે. જોકે આવા સંજોગોમાં સ્પષ્ટ અને વ્યૂહાત્મક માનસિકતા રાખવી અગત્યની છે. રોકાણોમાં લાંબા ગાળાની સફળતા માટે ભારતનાં પરિવર્તનશીલ નાણાકીય બજારોમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં નુકસાન થાય ત્યારે શું કરવું એ વિશેની માર્ગદર્શિકા અહીં આપેલી છે.  

૧. પરિસ્થિતિને તટસ્થપણે ચકાસો 
મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં નુકસાન થાય ત્યારે પ્રથમ પગલું પરિસ્થિતિને તટસ્થપણે ચકાસવાનું છે. તમારાં રોકાણોની કામગીરીનું મૂલ્યાંકન કરો અને નુકસાન પાછળનાં કારણો નક્કી કરો. બજારમાં થયેલી વધઘટ, આર્થિક પરિસ્થિતિઓ અને ક્ષેત્ર-વિશિષ્ટ પરિબળો ફન્ડનાં મૂલ્યોમાં અસ્થાયીરૂપે ઘટાડો દર્શાવી
શકે છે.

૨. તમારી રોકાણની વ્યૂહરચનાને વળગી રહો
બજારની અસ્થિરતાના સમય દરમ્યાન તમારી રોકાણની વ્યૂહરચના માટે પ્રતિબદ્ધ રહેવું મહત્ત્વપૂર્ણ છે. ટૂંકા ગાળાની વધઘટને આધારે આવેગજન્ય નિર્ણયો લેવાનું ટાળો. યાદ રાખો કે મ્યુચ્યુઅલ ફન્ડનાં રોકાણો લાંબા ગાળા માટે બનાવવામાં આવ્યાં છે અને અસ્થાયી આંચકાઓ એ રોકાણની યાત્રાનો એક સામાન્ય ભાગ છે.

૩. તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા રાખો 
વિવિધતા એ રોકાણના વ્યવસ્થાપનનો મુખ્ય સિદ્ધાંત છે અને બજારમાં મંદીના સમયગાળા દરમ્યાન નુકસાનને ઘટાડવામાં મદદ કરી શકે છે. તમારા પોર્ટફોલિયો પર પ્રતિકૂળ ઘટનાઓના પ્રભાવને ઘટાડવા માટે વિવિધ ઍસેટ ક્લાસ, ક્ષેત્રો અને ભૌગોલિક પ્રદેશોમાં તમારાં રોકાણોને ફેલાવો. વિવિધતા પ્રાપ્ત કરવા માટે ઇક્વિટી, ડેબ્ટ અને હાઇબ્રિડ ‍ફન્ડ્સના મિશ્રણમાં રોકાણ કરવાનું વિચારો. 

૪. ફન્ડ્સના પ્રદર્શનની નિયમિત ધોરણે સમીક્ષા કરો 
તમારા મ્યુચ્યુઅલ ફન્ડ્સના પ્રદર્શનની નિયમિત સમીક્ષા કરો અને આકારણી કરો કે શું તેઓ હજી પણ તમારા રોકાણના ઉદ્દેશો સાથે તાલમેલ ધરાવે છે? જો કોઈ ફન્ડ સતત એના બેન્ચમાર્ક અથવા એનાં જેવાં બીજાં ફન્ડ્સની તુલનામાં લાંબા સમય સુધી અન્ડરપર્ફોર્મ કરતું હોય તો એને વધુ સારી રીતે પ્રદર્શન કરતા વિકલ્પ સાથે બદલવાનો વિચાર કરવો જોઈએ. જોકે ફક્ત ટૂંકા ગાળામાં થયેલી વધઘટને આધારે આવા બદલાવો કરવાનું ટાળો.

૫. નાણાકીય સલાહકારનું માર્ગદર્શન લો
કેવી રીતે આગળ વધવું એ વિશે જો તમે અસમંજસમાં હોવ તો સર્ટિફાઇડ ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝરની સલાહ લો. અનુભવી સલાહકાર તમારાં નાણાકીય લક્ષ્યો, જોખમ લેવાની તમારી ક્ષમતા અને રોકાણ માટે ઉપલબ્ધ સમયગાળાને આધારે વ્યક્તિગત ભલામણો કરી શકે છે. તેઓ તમને બજારની અસ્થિરતા દરમ્યાન જરૂરી પગલાંઓ લેવામાં તેમ જ તમારા લાંબા ગાળાના ઉદ્દેશો સાથે તાલમેલ રાખતા હોય એવા માહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે. 

૬. નાણાકીય બાબતો વિશે માહિતગાર રહો 
બજારનાં વલણો, અર્થતંત્રમાં આવતા આર્થિક બદલાવો, તમારા મ્યુચ્યુઅલ ફન્ડનાં રોકાણો ઉપર અસર કરી શકે એવા નિયમનકારી ફેરફારો પર નજર રાખો. રોકાણકારો માટે સંબંધિત માહિતીઓ હોવી એ ખૂબ જ મહત્ત્વનું છે. માહિતગાર રહેવાથી અસ્થિરતાના સમયગાળા દરમ્યાન તમને વધુ જાણકાર નિર્ણયો લેવામાં મદદ મળી શકે છે. બજાર વિશે તમારી સમજને વધારવા માટે નાણાકીય સમાચારો વિશેની વેબસાઇટ્સ, ઇન્વેસ્ટમેન્ટ ફોરમ્સ અને શૈક્ષણિક સેમિનારો જેવાં સંસાધનોનો લાભ લો.

૭. શિસ્તબદ્ધ રહો અને ધીરજ કેળવો 
બજારની અસ્થિરતાના સમયગાળા દરમ્યાન શિસ્ત અને ધૈર્ય જાળવો. માર્કેટને ટાઇમ કરવાની લાલચને ટાળો તેમ જ ટૂંકા ગાળાના લાભો પાછળ દોડવાનું ટાળો. તમારી રોકાણની યોજનાને ધીરજપૂર્વક વળગી રહો. એ ધ્યાનમાં રાખો કે બજારમાં ઘટાડા પછી ફરીથી વૃદ્ધિ આવે જ છે. યાદ રાખો કે સફળ રોકાણ માટે અસ્થાયી આંચકાઓનો સામનો કરવાની ક્ષમતાની સાથે લાંબા ગાળાનો દૃષ્ટિકોણ હોવો જરૂરી છે.  

૮. કરની અસરો ધ્યાનમાં લો
તમારાં મ્યુચ્યુઅલ ફન્ડ રોકાણોમાં કોઈ પણ ફેરફાર કરતાં પહેલાં ટૅક્સ પર એની શું અસર પડશે એનો વિચાર કરો. ભારતમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સમાંથી થતાં કૅપિટલ ગેઇન પર ટૅક્સ લાગુ પડે છે અને વિવિધ પ્રકારના ફન્ડ્સ પર ટૅક્સના વિવિધ દર લાગુ પડે છે. જો તમે નાણાકીય વર્ષમાં કૅપિટલ ગેઇન મેળવ્યો હોય તો નુકસાનકારક મ્યુચ્યુઅલ ફન્ડને વેચીને વધુ સારા ફન્ડમાં નિવેશિત થઈ જવા માટેની સારી તક હોઈ શકે છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સ વેચતી અથવા બદલતી વખતે થનારી કરની અસરોને સમજવા અને એ મુજબ તમારી રોકાણની વ્યૂહરચનામાંથી મહત્તમ લાભ લેવા માટે ટૅક્સ સલાહકાર પાસેથી માર્ગદર્શન  લો.

નિષ્કર્ષ 

મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં નુકસાન થાય ત્યારે રોકાણકારો માટે એક પડકારજનક અનુભવ હોઈ શકે છે, પરંતુ વ્યૂહાત્મક અભિગમ અપનાવીને અને તમારા લાંબા ગાળાનાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીને તમે આત્મવિશ્વાસ સાથે બજારની મંદીનો સમય પાર કરી શકો છો. પરિસ્થિતિનું તટસ્થપણે મૂલ્યાંકન કરો, તમારી રોકાણની વ્યૂહરચનાને વળગી રહો, તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવો અને જો જરૂરી હોય તો નાણાકીય સલાહકાર પાસેથી માર્ગદર્શન મેળવો. માહિતગાર રહો, શિસ્ત તેમ જ ધૈર્ય જાળવો અને યાદ રાખો કે રોકાણની યાત્રા સફળતાપૂર્વક કરવા માટે સાતત્યતાની જરૂર છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2024 07:05 AM IST | Mumbai | Rajendra Bhatia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK