આગલા બંધ કરતાં બે પૈસાનો સુધારો જોવા મળ્યો હતો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ભારતીય શૅરબજારમાં મજબૂતાઈ વચ્ચે અમેરિકન ડૉલરની સામે ભારતીય રૂપિયો સરેરાશ ફ્લૅટ જેવો બંધ રહ્યો હતો. જોકે આગલા બંધ કરતાં બે પૈસાનો સુધારો જોવા મળ્યો હતો. દિવસ દરમ્યાન રૂપિયામાં રેન્જબાઉન્ડ ચાલ જોવા મળી હતી.
ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૮૨ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૮૪ સુધી પહોંચીને દિવસના અંતે ૮૨.૮૨ પર જ બંધ રહ્યો હતો, જે આગલા બંધ કરતાં બે પૈસાનો સુધારો બતાવે છે. ડૉલર ઇન્ડેક્સ મુખ્ય છ કરન્સી સામે ૦.૩૨ ટકા વધીને ૧૦૩.૫૨ પર બંધ રહ્યો હતો.
બીએનપી પારિબાસના શેરખાનના રિસર્ચ ઍનલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવ્યું હતું કે રૂપિયો આગામી દિવસોમાં ૮૨.૪૦થી ૮૩.૩૦ની રેન્જમાં અથડાયા કરે એવી ધારણા છે. વિદેશી સંસ્થાકીય નાણાંનો શૅરબજારમાં પ્રવાહ ચાલુ હોવાથી રૂપિયો વધુ તૂટતો હાલ અટક્યો છે. ડૉલર જો મજબૂત ન બન્યો હોત તો રૂપિયામાં સુધારો જોવા મળત.