ફેબ્રુઆરીમાં સતત ત્રીજા મહિને રોકાણ પાછું ખેંચાયું

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ફિક્સ્ડ-ઇન્કમ સિક્યૉરિટીઝમાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતા મ્યુચ્યુઅલ ફન્ડ્સે ફેબ્રુઆરીમાં ૧૩,૮૧૫ કરોડ રૂપિયાનો આઉટફ્લો જોયો હતો, જે વ્યાજદર વધારવાની સાઇકલ એના અંતને આરે હોવાની અપેક્ષાઓ છતાં સતત ઉપાડનો ત્રીજો મહિનો બન્યો હતો.
ફેબ્રુઆરીની સરખામણીમાં આવા ડેટ ફન્ડ્સમાં જાન્યુઆરીમાં ૧૦,૩૧૬ કરોડ રૂપિયા અને ડિસેમ્બરમાં ૨૧,૯૪૭ કરોડ રૂપિયાનો આઉટફ્લો જોવા મળ્યો હતો.
એ પહેલાં, ડેટ ફન્ડ્સમાં નવેમ્બર ૨૦૨૨માં ૩૬૬૮ કરોડ રૂપિયાની ચોખ્ખી આવક જોવા મળી હતી એવું અસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયાના ડેટા દર્શાવે છે.
આ પણ વાંચો: ક્રેડિટ કાર્ડની બાકી ચુકવણીની રકમ ૨૯.૬ ટકા વધીને વિક્રમી સ્તરે પહોંચી
૧૬ ફિક્સ્ડ-ઇન્કમ અથવા ડેટ ફન્ડ કૅટેગરીઝમાંથી, સમીક્ષા હેઠળના મહિના દરમ્યાન નવમાં ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો અને બાકીના ૬માં ઇનફ્લો જોવા મળ્યો હતો. લિક્વિડ ફન્ડમાંથી ભારે ઉપાડ જોવા મળ્યો હતો. એકંદરે ડેટ ફન્ડ્સે સમીક્ષા હેઠળના સમયગાળા દરમ્યાન ૧૩,૮૧૫ કરોડ રૂપિયાનો આઉટફ્લો ચાલુ રાખ્યો હતો.
મધ્યસ્થ બૅન્કના ફુગાવાને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે નાણાકીય નીતિ ડિસફ્લેશન પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે તૈયાર કરવામાં આવી છે. ફેબ્રુઆરીના દરમાં ૨૫ બેસિસ પૉઇન્ટના વધારાની અપેક્ષાઓ હોવા છતાં મોટા ભાગે ફુગાવાની આસપાસની મધ્યસ્થતાને કારણે, રોકાણકારો ટૂંકા ગાળાનાં ફન્ડ્સ તરફ વળી રહ્યા છે, કારણ કે ત્યાં ઓછી વૉલેટિલિટી જોવા મળે છે.