આઠ મોટાં શહેરોમાં નવા મૉલ્સના ડેવલમેન્ટને કારણે વૃદ્ધિ જોવાશે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ફૅશન અને અપૅરલ, હોમવેર અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ કૅટેગરીમાં રીટેલર્સની માગને કારણે આઠ મોટાં શહેરોમાં મૉલ્સ અને અગ્રણી હાઈ-સ્ટ્રીટ સ્થાનો પર છૂટક જગ્યા ભાડે આપવાનો દર ૧૭થી ૨૮ ટકા વધીને ૫૫-૬૦ લાખ ચોરસ ફૂટ થવાની ધારણા છે એમ સીબીઆરઈ ઇન્ડિયાએ એક અહેવાલમાં જણાવ્યું હતું.
રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ સીબીઆરઈ સાઉથ એશિયા પ્રાઇવેટ લિમિટેડે એનો રિપોર્ટ ‘૨૦૨૩ ઇન્ડિયા માર્કેટ આઉટલુક’ બહાર પાડ્યો હતો જે રિયલ્ટી સેક્ટર માટેનાં મુખ્ય વલણો અને અંદાજોને હાઇલાઇટ કરે છે.
આ પણ વાંચો: પ્રીમિયમ હોટેલની આવકમાં ૮૦ ટકાનો વધારો થવાની સંભાવના
‘રીટેલ લીઝિંગ ૨૦૨૩માં ૫૫-૬૦ લાખ ચોરસ ફૂટને સ્પર્શે એવી અપેક્ષા છે જે ૨૦૧૯ના ૬૮ લાખ ચોરસ ફૂટના શિખર પછીનો ઉચ્ચતમ સ્તર છે. એવી અપેક્ષા છે કે ૨૦૨૩માં રીટેલ સ્પેસની માગના ચાવીરૂપ ડ્રાઇવર તરીકે નવા પૂર્ણ થયેલા મૉલ્સમાં પ્રાથમિક લીઝિંગ થશે એમ સલાહકારે જણાવ્યું હતું.
આંકડાઓ ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ મૉલ્સ, અગ્રણી હાઇ સ્ટ્રીટ્સ અને સ્ટૅન્ડઅલોન ડેવલપમેન્ટ્સમાં જગ્યાના ભાડાપટ્ટાને આધારે છે. ટ્રેક કરાયેલાં આઠ શહેરો અમદાવાદ, બૅન્ગલુરુ, ચેન્નઈ, દિલ્હી-એનસીઆર, હૈદરાબાદ, કલકત્તા, મુંબઈ અને પુણે છે.