IRFC રેલવે ઈન્ફ્રા પ્રોજેક્ટમાં 45-55 ટકા ફંડિંગ કરે છે. કંપની નજીવા વ્યાજદરે લોન પણ આપે છે.
પ્રતીકાત્મક તસવીર
રેલવે શેર સુપરફાસ્ટ ગતિમાં જઈ રહ્યાં છે. TEXRAIL, RAILTEL, RVNL,RITES અને IRCONએ આજે 10 ટકા સુધીની દોડ લગાવી છે. IRFCના શેર આસમાને પહોંચી રહ્યાં છે, પહેલી વાર આજે શેર IPO પ્રાઈઝ ઉપર બંધ થઈ શકે છે. IRFCનું બિઝનેસ મૉડલ થોડુ અલગ છે, એ ફડિંગ કરે છે, પરંતુ તેની NPA જીરો છે. કંપનીમાં માત્ર 37 કર્મચારીઓ છે, પરંતુ તેમની નેટવર્થ 41 હજાર કરોડ રૂપિયા છે. IRFCના કેટલાક રસપ્રદ પાંસાઓ વિશે વાત કરતાં સીએનબીસીએ જણાવ્યું હતું કે IRFC ભારતીય રેલવે માટે ફંડિંગ કરે છે. આ રેલવે ઈન્ફ્રા માટે ફંડિંગ કરે છે. IRFC જે કંપનીઓની ફંડિંગ કરે છે તેમાં RVNL, Railtel, Konkan Rail અને Pipavav Railના નામ સામેલ છે.
આઈઆરએફસીના શેર (IRFC Share )માં આજે એટલે કે 17મી નવેમ્બરની સવારે 7.07 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો અને સમાચાર લખાયાના સમયે તેનો શેર રૂ.28 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સવારના વેપાર દરમિયાન તે રૂ. 28.65ની વિક્રમી ટોચે પણ પહોંચ્યો હતો.ERFCના IPOની કિંમત શેર દીઠ રૂ. 25 થી 26 નક્કી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
IRFCમાં શું ચાલે છે?
IRFC રેલવે ઈન્ફ્રા પ્રોજેક્ટમાં 45-55 ટકા ફંડિંગ કરે છે. કંપની નજીવા વ્યાજદરે લોન પણ આપે છે. આ સરકાર ગેરેન્ટી પર રેલવેને લોન આપે છે. સરકારી ગેરેન્ટીને કારણે તેની NPA ઝીરો છે. સરકારી છૂટને લીધે કંપનીએ ટેક્સ પર ખર્ચ કરવો પડતો નથી. FY22માં રેલવે ફંડિંગ 5 લાખ કરોડ રૂપિયાને પાર કરી રહી છે. FY22માં IRFCની નેટવર્થ 41 હજાર કરોડ રૂપિયા રહી. નાણાકીય વર્ષમાં આની ફંડિંગ કોસ્ટ 6.42 ટકા રહી. ઉલ્લેખનીય છે કે કંપનીમાં માત્ર 37 કર્મચારીઓ જ છે.
રેલવેના ગ્રોથમાં તેજી
સરકાર રેલવેના વિકાસ પર ફોકસ કરી રહી છે. આ વર્ષે રેલવે બજેટમાં 17 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 400 નવી વંદે માતરમ ટ્રેન ચલાવવા પર પણ કામ થઈ રહ્યું છે. પીએમ ગતિ શક્તિ હેઠળ 100 ફ્રેટ ટર્મિનલ બનાવવાની પણ યોજના છે. આ સિવાય રેલવે સુરક્ષા અપગ્રેડેશન પર 34000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. રેલવેના વિકાસ માટેની આ યોજનાઓના ફંડિંગમાં IRFCનું મહત્વનું યોગદાન છે.

