Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ૧૭,૨૧૨ ઉપર ૧૭,૨૯૨ મહત્ત્વની પ્રતિકારક સપાટી

નિફ્ટી ફ્યુચર ૧૭,૨૧૨ ઉપર ૧૭,૨૯૨ મહત્ત્વની પ્રતિકારક સપાટી

03 October, 2022 06:11 PM IST | Mumbai
Ashok Trivedi

નીચામાં ૧૬,૪૬૪.૨૫ સુધી આવી ગયું. લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી જ છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૬,૭૬૪.૨૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૩૨.૬૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૭,૧૦૩.૨૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૬૭૨.૦૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૫૭,૪૨૬.૯૨ બંઘ રહ્યો. ઉપરમાં ૫૭,૭૨૩ ઉપર ૫૭,૯૮૨, ૫૮,૦૩૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૭,૩૨૩ નીચે ૫૭,૦૧૮, ૫૬,૭૧૩, ૫૬,૪૦૮, ૫૬,૧૪૭ મહત્ત્વની સપાટી ગણાય. ટેક્નિકલી બજાર વધારે વેચાણવાળી પરિ​સ્થિતિ દર્શાવે છે. આગળ કૂવો ને પાછળ ખાઈ છે ને વચમાં બાબુમોશાય છે.

નિફ્ટી ફ્યુચર ટૂંકા ગાળાના દૈનિક ચાર્ટ પર ૧૮,૧૨૩.૩૫ના ટૉપ સામે ૧૭,૯૪૩.૧૦નું લોઅર ટૉપ બનાવી ૧૭,૨૫૦.૦૫નું બૉટમ તૂટતાં ટૂંકા ગાળાનો તેમ જ મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી થયો છે. નીચામાં ૧૬,૪૬૪.૨૫ સુધી આવી ગયું. લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી જ છે. (મૂવિંગ એવરેજના ઉપયોગથી ક્યારે લેવું અને ક્યારે વેચવું એના સ્પષ્ટ સંકેતો મળે છે, જ્યારે ટ્રેન્ડ મંદીતરફી હોય ત્યારે લાંબા ગાળાની એવરેજ સૌથી ઉપર હોય, મધ્યમ ગાળાની વચ્ચે હોય અને ટૂંકા ગાળાની સૌથી નીચે હોય, (ટ્રેન્ડ તેજીતરફી હોય ત્યારે ઍવરેજનો ક્રમ આનાથી ઊલટો હોય છે.) પરંતુ ભાવ ઘટતાં અટકીને ધીરે-ધીરે ઉપર જવાની શરૂઆત કરતાં ટૂંકા ગાળાની એવરેજ વધવાતરફી થાય છે. એટલે કે ભાવ ટૂંકા ગાળાની એવરેજની ઉપર જાય છે. આને ખરીદી કરવાનો પ્રથમ સંકેત ગણી શકાય. (ક્રમશ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની એવરેજ ૧૭,૨૭૮.૨૨ છે. જે ક્લોઝિંગ પ્રાઇઝના આધારે રોજ બદલાતી રહે છે.



જેએસડબ્લ્યુ સ્ટીલ (૬૩૧.૬૫) ૭૦૧.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ઘોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૩૪ ઉપર ૬૪૦, ૬૫૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૨૭ નીચે ૬૧૪, ૬૦૩ સુધીની શક્યતા જોવા મળે.   


રિલાયન્સ  (૨૩૭૭.૭૫) ૨૬૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૦૨ ઉપર ૨૪૪૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૪૧ નીચે ૨૩૧૧,૨૨૯૯ તૂટે તો ૨૨૫૭ સુધીની શક્યતા જોવા મળે.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૮,૮૦૭.૩૫) ૪૧,૮૫૫.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૮,૯૮૮ ઉપર ૩૯,૨૭૧, ૩૯,૩૧૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૩૮,૬૬૦ નીચે ૩૮,૪૯૦, ૩૮,૨૮૫, ૩૭,૬૯૦, ૩૭,૫૮૦ મહત્ત્વની સપાટી ગણાય. 


નિફ્ટી ફ્યુચર (૧૭,૧૦૩.૨૦) 

૧૮,૧૨૩.૩૫ના ટૉપથી નરમાઈતરફી છે.  દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭,૨૧૨ ઉપર ૧૭,૨૯૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૭,૦૨૭ નીચે ૧૬,૯૩૬, ૧૬,૮૪૫, ૧૬,૭૬૪ મહત્ત્વની સપાટી ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

લ્યુપિન (૬૭૯.૮૫) 

નીચામાં ૬૨૩ સુધી આવીને સાઇડવેઝમાં છે. દૈનિક ધોરણે ઓવરબૉટ  તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે ઉપરમાં ૬૮૫ ઉપર ૬૯૮, ૭૦૪ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૬૬૨ નીચે ૬૪૪ અને ૬૩૭ સર્પોટ ગણાય.  આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

એસબીઆઇ લાઇફ (૧૨૫૦.૪૫)

૧૩૪૦.૩૫ના ટૉપથી નરમાઈતરફી છે.  દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૬૦ ઉપર ૧૨૬૯ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૨૪૯ નીચે ૧૨૩૨, ૧૨૧૫, ૧૧૯૫ સુધીની શક્યતા જોવા મળે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.  

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2022 06:11 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK