એક વર્ષ અગાઉ આ રોકાણ ૧ બિલિયન ડોલર અંદાજે રૂપિયા ૮૨ અબજ રૂપિયા હતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રિયલ્ટીના પીઈ રોકાણમાં ઘટાડો
પ્રોપર્ટી કનસલટન્ટ સેવિલ્સ ઇન્ડિયાના જણાવ્યાપ્રમાણે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે જાન્યુઆરી-માર્ચ દરમ્યાન ભારતીય રિયલ એસ્ટેટમાં પ્રાઇવેટ ઇક્વિટી રોકાણ ૯૫ ટકા જેટલું ઘટીને ૪૫ મિલિયન ડોલર એટલે કે અંદાજે રૂપિયા ૩૬૯ કરોડ થઈ ગયુ છે. એક વર્ષ અગાઉ આ રોકાણ ૧ બિલિયન ડોલર અંદાજે રૂપિયા ૮૨ અબજ રૂપિયા હતી. સેવિલ્સે રિપોર્ટમાં કહ્યું હતું કે વધતી જતી વૈશ્વિક મંદીની ચિંતાઓ, વધતો જતો મૂડી ખર્ચ તેમજ વેચાણકર્તા અને રોકાણકારો વચ્ચેના મૂલ્યાંકનની અપેક્ષાઓમાં વિસંગતતાને કારણે રોકાણમાં પણ ઘટાડો થયો છે. વળી તાજેતરમાં જ સિલિકોન વેલી બૅન્કનું પતનને કારણે ભારતની ઓફિસોને ભાડે લેવાની માંગની અનિશ્ચિતતામાં વધારો કર્યો છે.
ADVERTISEMENT
બ્રાન્ચની હેડ ઑફિસને અપાતી સેવા પર લાગશે જીએસટી
કોઈ કંપનીની અલગ રાજ્યમાં આવેલી બ્રાન્ચ ઑફિસના કર્મચારીઓ દ્વારા હેડ ઑફિસને આપવામાં આવતી સર્વિસને ૧૮ ટકા જીએસટી લાગુ પડશે એવું ઑથોરિટી ફૉર ઍડ્વાન્સ રૂલિંગ (એએઆર) દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. કર્ણાટકમાં રજિસ્ટર્ડ થયેલી ઑફિસ પ્રોફિસૉલ્યુશન પ્રાઇવેટ લિમિટેડની તામિલનાડુના ચેન્નઈમાં બ્રાન્ચ ઑફિસ છે. એમણે આ મામલે સ્પષ્ટતા માગી હતી.


