થોડી જાહેરાત કરવાનો પ્રયાસ કરીશું અને એ કેવી રીતે જાય છે એ જોઈશું એમ મસ્કે મંગળવારે ઓસ્ટિન, ટેક્સસમાં કંપનીની વાર્ષિક મીટિંગમાં શૅરધારકના પ્રતિભાવમાં જણાવ્યું હતું
News In Shorts
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ટેસ્લા પહેલી વાર જાહેરાત આપશે
ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ઇલૉન મસ્કે કંપનીના શૅરધારકોને જણાવ્યું હતું કે કંપની એના ઇતિહાસમાં પ્રથમ વખત જાહેરાત કરશે. અમે થોડી જાહેરાત કરવાનો પ્રયાસ કરીશું અને એ કેવી રીતે જાય છે એ જોઈશું એમ મસ્કે મંગળવારે ઓસ્ટિન, ટેક્સસમાં કંપનીની વાર્ષિક મીટિંગમાં શૅરધારકના પ્રતિભાવમાં જણાવ્યું હતું. લોકો મસ્ક અને ટેસ્લા વિશે જબરદસ્ત હકારાત્મક હતા, પરંતુ એનાં કોઈ પણ વચનો - બે નવાં ઉત્પાદનોની ટિપ્પણીથી લઈને આગામી વર્ષે રજૂ કરવાની અપેક્ષા રાખે છે. તેના જાહેરાતના નિર્ણયને પ્રેક્ષકો તરફથી સકારાત્મક પ્રતિક્રિયા મળી.
ADVERTISEMENT
એનએસઈનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૧૯ ટકા વધ્યો
દેશના અગ્રણી એક્સચેન્જ એનએસઈના નાણાકીય વર્ષ ૨૦૨૩ના ચોથા ત્રિમાસિક ગાળાના અંતે ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના ૧૫૧૮ કરોડ રૂપિયાની તુલનાએ ૧૯ ટકા વધીને ૧૮૧૦ કરોડ રૂપિયા થયો છે. એનએસઈના બોર્ડે શૅરદીઠ ૮૦ રૂપિયાના ડિવિડન્ડની ભલામણ કરી છે. વાર્ષિક ધોરણે કુલ કાર્યકારી આવક ૪૪ ટકા વધીને ૧૧,૧૮૧ કરોડ રૂપિયા, જ્યારે ચોથા ત્રિમાસિક ગાળાની કાર્યકારી આવક આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ ૩૨ ટકા વધીને ૩૨૯૫ કરોડ રૂપિયા થઈ છે. માર્ચ ૨૦૨૩ અંતના ત્રિમાસિક ગાળાના અંતે ઘસારા, વ્યાજ અને કરવેરા પૂર્વેના નફાનું માર્જિન આગલા વર્ષના સમાન ગાળાના ૭૩ ટકા સામે ઘટીને ૬૯ ટકા રહ્યું છે.
૭૩ ટકા નોકરી શોધનારાઓ મોટી કૉર્પોરેટ્સ પસંદ કરે છે
વર્તમાન આર્થિક અનિશ્ચિતતાઓ અને સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમ દ્વારા સામનો કરવામાં આવેલા તાજેતરના પડકારો સાથે ૭૩ ટકા નોકરી શોધનારાઓએ જણાવ્યું હતું કે તેઓ સ્ટાર્ટ-અપ્સ કરતાં મોટાં કૉર્પોરેશનને પસંદ કરે છે, એમ એક અહેવાલમાં જણાવાયું હતું. જૉબ્સ અને પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લૅટફૉર્મ ‘અપનાડૉટકૉમ’ના અહેવાલમાં જણાવાયું છે કે લગભગ ૭૩ ટકા નોકરી શોધનારાઓ સંસ્થામાં કામ કરવા અને વૃદ્ધિ કરવા માટે સ્થિર અને સ્થાપિત કંપનીઓને પસંદ કરે છે. આ રિપોર્ટ ૧૦,૦૦૦ નોકરી શોધનારાઓ અને ૧૦૦૦ માનવ સંસાધન ભરતી કરનારાઓના સર્વેક્ષણ પર આધારિત છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે માત્ર ૨૭ ટકા કર્મચારીઓ હજી પણ કારકિર્દીના વિકાસ માટે સ્ટાર્ટ-અપ્સમાં સ્વિચ કરવાનું વિચારશે.
બર્માથી આયાત ઘટવાની સાથે સ્ટૉક ઓછો થતાં અડદ બજારમાં તેજી
બર્માથી અડદની આયાત મંદ રહેવાની સાથે ઓછો સ્ટૉક હોવાથી અડદ બજારમાં તેજી છે. બર્મામાં અડદના વેપારીઓ ભાવ પર મજબૂત પકડ રાખીને બેઠા છે. ગયા અઠવાડિયે બર્મામાં અડદના ભાવ ૨૦-૨૫ ડૉલર મજબૂત રહ્યા હતા. બર્મામાં તેજી, ધીમી આયાત અને ઓછા સ્થાનિક સ્ટૉકને લીધે ચેન્નઈ અડદમાં ૩૫૦ રૂપિયાથી અધિકની તેજી જોવા મળી છે. ભારતમાં ઓછા સ્ટૉકને જોતાં બર્માના વેપારીઓ આ પરિસ્થિતિનો વધુ ને વધુ લાભ લેશે. બર્મામાં અત્યાર સુધીમાં ચારથી પાંચ લાખ ટન અડદનો સ્ટૉક છે, પરંતુ મજબૂત હાથોમાં આ સ્ટૉક હોવાથી વેચવાલી નબળી પડી છે. ભારત સરકારે તાજેતરમાં જ બર્માના નિકાસકારોને ચેતવણી આપતાં સહયોગ આપવાની વાત કરી હતી. જો બર્માના વેપારીઓ અડદની આયાતમાં વધારો કરશે તો ભારત સરકાર આગામી સમયમાં કડક પગલાં લઈ શકે છે.