આ વેચાણથી એલઆઇસીને ૭૦૦ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (એલઆઇસી)એ જણાવ્યું હતું કે તેણે રાજ્યની માલિકીની એનએમડીસીમાં એના બે ટકા ઇક્વિટી હિસ્સાનું વેચાણ કર્યું છે જે ૧૪ માર્ચ સુધીમાં જાહેર ક્ષેત્રના એકમમાં એની કુલ હિસ્સેદારી ૧૧.૬૯ ટકાએ પહોંચાડ્યું છે.
એક નિયમનકારી ફાઇલિંગમાં એલઆઇસીએ જણાવ્યું હતું કે સરકારી કંપનીમાં એનું હોલ્ડિંગ ૨૯મી ડિસેમ્બરથી ૧૪ માર્ચ વચ્ચેના સમયગાળામાં ૧૧૯.૩૭ રૂપિયા પ્રતિ શૅરના સરેરાશ ભાવથી પોતાનો હિસ્સો ૧૩.૬૯ ટકાથી ઘટાડીને ૧૧.૬૯ ટકા કર્યો છે. આ વેચાણથી એલઆઇસીને ૭૦૦ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે.

