પ્રણબ મુખર્જીએ ૧૯૮૨ની સાલમાં નાણાં મંત્રી તરીકે ૯૫ મિનીટ સુધી બજેટ રજુ કર્યું હતું. એ રજુઆત પછી ઇંદિરા ગાંધીએ ટિપ્પણી કરી હતી કે, ‘ભારતનાં સૌથી નીચા નાણાં મંત્રીએ સૌથી લાંબી બજેટ સ્પીચ આપી છે.’

ફાઇલ તસવીર
ભારતનું સૌથી પહેલું બજેટ ૭ એપ્રિલનાં રોજ ૧૮૬૦માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનાં જેમ્સ વિલ્સને, બ્રિટીશ ક્રાઉન સમક્ષ રજુ કર્યું હતું. સ્વતંત્ર ભારતનું સૌથી પહેલું બજેટ નાણાં મંત્રી આર. કે, શનુખમ ચેટ્ટીએ ૧૯૪૭માં રજુ કર્યુ હતું. ૧૯૫૫-૬૬ દરમિયાન પહેલીવાર બજેટ સંબંધી તમામ દસ્તાવેજ હિન્દીમાં છાપવામાં આવ્યા હતાં. પાર્લામેન્ટમાં બજેટ રજુ કર્યું હોય એવાં ત્રણ વડાપ્રધાનોમાં જવાહરલાલ નેહરુ, ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીનો સમાવેશ થાય છે. નહેરુ ૧૯૫૮-૫૯ દરમિયાન નાણાંમંત્રી હતા, ઇંદિરા ગાંધી ૧૯૭૦-૭૧માં નાણાં મંત્રી હતાં અને અત્યાર સુધી એક માત્ર મહિલા નાણાં મંત્રી હોવાનું બિરુદ ઇંદિરા ગાંધીને જ મળે છે. રાજીવ ગાંધીએ જ્યારે ૧૯૮૭-૮૮માં વી.પી. સિંઘની સરકાર પડી ભાંગ્યા બાદ જે બજેટ રજુ કર્યું હતું એ પછી ભારતીય ડાયસ્ફોરા પર કોર્પોરેટ ટેક્સ શરૂ થયો હતો. પ્રણબ મુખર્જીએ ૧૯૮૨ની સાલમાં નાણાં મંત્રી તરીકે ૯૫ મિનીટ સુધી બજેટ રજુ કર્યું હતું. એ રજુઆત પછી ઇંદિરા ગાંધીએ ટિપ્પણી કરી હતી કે, ‘ભારતનાં સૌથી નીચા નાણાં મંત્રીએ સૌથી લાંબી બજેટ સ્પીચ આપી છે.’
યશવંત સિંહાએ પ્રેઝન્ટ કરેલાં દરેક બજેટની ખાસ પૃષ્ઠભૂમિ રહી છે, જેમ કે ૧૯૯૧નાં બજેટમાં ફોરેક્સ ક્રાઇસિસનો બેકડ્રોપ હતો તો ૧૯૯૯માં પોખરણ બ્લાસ્ટ્સને એ સ્થાન અપાયું હતું. ૨૦૦૦નું બજેટ કારગીલ વોરની પૃષ્ઠભૂમિમાં રજુ કરાયું તો ૨૦૦૧માં ગુજરાતનાં ભૂકંપની પૃષ્ઠભૂમિ હતી. પહેલાં ફેબ્રુઆરીનાં છેલ્લાં દિવસે સાંજે પાંચ વાગે બજેટ રજુ કરાતું, યશવંત સિંહાએ આ પરંપરા બદલી નાખી અને ત્યારથી બજેટ સવારે ૧૧ વાગ્યે રજુ કરાય છે. વળી કે.સી. નીયોગી અને એચ.એન. બહુગુણા એવાં બે નાણાં મંત્રી છે જેમને ભારતીય યુનિયન બજેટ પ્રેઝન્ટ કરવાનો મોકો નથી મળ્યો.
આ પણ વાંચો : જાણો કેવી રીતે બન્યું બોગેટમાંથી બજેટ, આ છે મૂળ કારણ...
કુશાગ્ર બુદ્ધિ ધરાવતાં મનમોહન સિંઘે ૧૯૯૨-૯૩માં રજુ કરેલા બજેટને ભારતનાં તમામ બજેટોનાં ઇતિહાસમાં સૌથી વધુ અગત્યનું બજેટ માનવામાં આવે છે. એ વર્ષે મનમોહન સિંઘે ઇમ્પોર્ટ ડ્યુટી ૩૦૦ ટકાથી ઘટાડીને ૫૦ ટકા કરી નાખી હતી જેને કારણે ભારતીય અર્થશાસ્ત્રમાં ઉદારીકરણ શરૂ થયું હતું. જો કે સૌથી વધારે બજેટ પ્રેઝન્ટ કરવાનો શ્રેય એક ગુજરાતીને જાય છે. પૂર્વ વડાપ્રધાન અને નાણાં મંત્રી મોરારજી ભાઇ દેસાઇએ દસ બજેટ રજુ કર્યાં હતાં અને ૧૯૫૯ તથા ૧૯૬૪માં ઇન્ટરીમ બજેટની જાહેરાત પણ એમણે જ કરી હતી. વળી ૨૯મી ફેબ્રુઆરીએ જન્મ્યાં હોવાથી મોરારજી દેસાઇએ બે વાર ૧૯૬૪ અને ૧૯૬૮નાં લીપ યરમાં પોતાનાં જન્મ દિવસે બજેટની જાહેરાત કરી હતી.