જેટ એરવેઝના 16 હજારથી વધુ કર્મચારીઓનો માર્ચ મહિનાનો પગાર રોકવામાં આવી
જેટ એરવેઝ (File Photo)
છેલ્લા ઘણા સમયથી નાણાકીય સંકટમાંથી પસાર થઇ રહી છે. છેલ્લા 3 મહિનાથી કર્મચારીઓને પગાર નથી મળી રહ્યો. બુધવારે કર્મચારીઓને માર્ચ મહિનાનો પગાર પણ રોકી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે જેટ એરવેઝના 16 હજારથી વધુ કર્મચારીઓને પગાર આપવામાં નથી આવ્યો. આ અંગે સિવિલ એવિએશન મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે આ મામલો બેન્ક અને મેનેજમેન્ટની વચ્ચેનો છે. મંત્રાલય તેમાં કોઈ પણ પ્રકારની કોઈ ડીલ કરી રહ્યું નથી.
અધિકારીએ કહ્યું- હાલત ઠીક કરવામાં સમય લાગશે
ADVERTISEMENT
જેટ એરવેઝના અધિકારી રાહુલ તનેજાએ કહ્યું કે જેટ એરવેઝ મેનેજમેન્ટ કંપનીના સારા ભવિષ્યને લઈને કામ કરી રહ્યું છે. તેના માટે કેટલાક સંસ્થાનો અને ઋણ આપનારનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે આ સમસ્યા જલ્દીથી પુરી થઇ જાય અને કર્મચારીઓને બાકી રહેલા નાણા આપી શકીએ. અત્યારની પરીસ્થીતી પ્રમાણે માર્ચ 2019ની સેલેરી આપી શકાશે નહિ.
છેલ્લા ત્રણ મહિનાથી સેલેરી આપવામાં નથી આવી
જેટ એરવેઝ કર્મચારીઓને ક્યાં સુધીમાં સેલેરી આપી શકશે તેનું અપડેટ 9 એપ્રિલે મળશે. મળતી માહિતી મુજબ જેટ કંપનીએ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી પાયલટ, ક્રૂ અને કર્મચારીઓને સેલેરી નથી આપી.
આ પણ વાંચો : છેલ્લા 3 મહીનામાં એક નથી વેચાઈ ટાટા નેનો, પ્રોડક્શન થયું બંધ
ગોયલે કહ્યું હું દરેક શરતો માનવા તૈયાર
જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નેરેશ ગોયલે એક નિવેદનમાં કહ્યું કે હું જેટ એરવેઝના સુરક્ષિત ભવિષ્ય માટે ઋણ આપનારની દરેક શરતો માનવા તૈયાર છું. મે સમાધાન યોજનાના સફળ અમલીકરણ માટે દરેક છુટછાટ આપી છે.


