છેલ્લા 3 મહીનામાં એક નથી વેચાઈ ટાટા નેનો, પ્રોડક્શન થયું બંધ
ટાટા નેનોનું પ્રોડક્શન થયું બંધ!
ટાટા મોટર્સે સતત ત્રીજા મહિને પણ નેનોનું ઉત્પાદન નથી કરવામાં આવ્યું. એવામાં સામાન્ય માણસની કાર કહેવામાં આવતી ટાટા નેનો પણ સવાલ ઉભા થયા છે. કંપનીએ માહિતી આપી છે કે પાછલા મહીને એક પણ નેનો કાર નથી વેચાણી.
ટાટા મોટર્સે હજુ સુધી આ કારના ભવિષ્યને લઈને કોઈ નિર્ણય નથી કર્યો. જો કે આ કાર નવા સેફ્ટી અને એમિશનના નિયમોને પુરા નથી કરી શકતી એવામાં જો કંપની ટાટા નેનોનું વેચાણ કરવા માંગે છે, તો તેણે ફરીથી નવી શરૂઆત કરવી જોશે.
માર્ચ 2019માં નહીં વેચાઈ ટાટા નેનો
ટાટા મોટર્સએ BSE ફિલિંગમાં કહ્યું કે માર્ચ 2019માં ટાટા નેનોનું કોઈ પ્રોડક્શન થયું નથી થયું કે ન તો એક પણ યૂનિટ બજારમાં વેચાયું. ત્યાં જ, માર્ચ 2018માં ટાટા નેનોની 31 કારનું પ્રોડક્શન થયું હતું અને 29 યુનિટ્સ વેચાયા હતા.
ફેબ્રુઆરી 2019માં ન બની કે ન વેચાઈ
ટાટા મોટર્સ તરફથી એ પણ જણાવવામાં આવ્યું કે ફેબ્રુઆરી 2019માં ટાટા નેનોના એકપણ યુનિટનું પ્રોડક્શન નહોતું થયું. આ સિવાય ફેબ્રુઆરી 2019માં ટાટા નેનોનું એકપણ યુનિટ નહોતું વેચાયું. આ મહીને કંપનીએ એક પણ કારના યુનિટનું નિર્માણ નથી કર્યું.
જાન્યુઆરીમાં પણ પ્રોડક્શન કે વેચાણ નથી થયું
જાન્યુઆરીમાં પણ ટાટા નેનોના એક પણ યુનિટનું પ્રોડક્શન પણ નથી થયું કે ન તો તેનું વેચાણ થયું છે.
ટાટા નેનો પર આધિકારીક નિર્ણય બાકી
ટાટા મોટર્સે ટાટા નેનોને લઈને હજુ સુધી કોઈ આધિકારીક જાહેરાત નથી કરી. જો કે,આ કારના પ્રોડક્શન અને વેચાણને જોતા ભવિષ્યનો અંદાજ લગાવી શકાય છે.
આ પણ વાંચોઃ અમે નૅનોનું સસ્તી કાર તરીકે બ્રૅન્ડિંગ કરવાની ભૂલ કરી : રતન તાતા
ADVERTISEMENT
એપ્રિલ 2020 સુધીમાં બંધ થઈ શકે છે ટાટા નેનો
રીપોર્ટ્સનું માનીએ તો ટાટા નેનોનું વેચાણ એપ્રિલ 2020 સુધીમાં બંધ થઈ શકે છે. મહત્વનું છે કે ટાટા નેનો રતન ટાટાની ડ્રીમ કાર હતી.


