આઇટી પ્રધાન ચાલુ સપ્તાહે ૪૬૦થી વધુ સ્ટાર્ટ-અપ્સને મળ્યા

પ્રતીકાત્મક તસવીર
ભારતીય સ્ટાર્ટ-અપ્સની મુશ્કેલીએ વધી શકે છે, કારણ કે એમની પાસે સિલિકૉન વૅલી બૅન્કમાં એક અબજ ડૉલરની થાપણો-ડિપોઝિટ છે અને દેશના ડેપ્યુટી આઇટી પ્રધાને કહ્યું કે તેમણે સૂચવ્યું છે કે સ્થાનિક બૅન્કો આગળ જતાં તેમને વધુ ધિરાણ આપે.કૅલિફૉર્નિયાનાં બૅન્કિંગ રેગ્યુલેટર્સે ૧૦ માર્ચે સિલિકૉન વૅલી બૅન્ક બંધ કરવાની જાહેરાત કરી હતી અને ૨૦૨૨ના અંતે એની પાસે ૨૦૯ અબજ ડૉલરની થાપણો હતી.
થાપણદારોએ એક જ દિવસે ૪૨ અબજ ડૉલર જેટલાં નાણાં ઉપાડીને એને નાદાર બનાવી હતી. થાપણદારોને તેમના તમામ ભંડોળની ઍક્સેસ મળે એ સુનિશ્ચિત કરવા અમેરિકન સરકારે આખરે પગલું ભર્યું.
ADVERTISEMENT
મુદ્દો એ છે કે આવનારા મહિનામાં એની તમામ અનિશ્ચિતતાઓ સાથે જટિલ ક્રૉસ બૉર્ડર અમેરિકન બૅન્કિંગ સિસ્ટમ પર નિર્ભર રહેવાને બદલે આપણે સ્ટાર્ટ-અપ્સને ભારતીય બૅન્કિંગ સિસ્ટમમાં કેવી રીતે સંક્રમણ કરીશું? એમ ભારતના ટેક્નૉલૉજી રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે ટ્વિટર સ્પેસ ચૅટમાં જણાવ્યું હતું.

