ઘટાડા સાથે બંધ થયું શૅર બજાર, સેન્સેક્સ 135 અંક નીચે
ઘટાડા સાથે બંધ થયું શૅર બજાર
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે બુધવારે શૅર બજાર ઘટાડા સાથે બંધ થયું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 135.09 અંક ઘટીને 37,847.70 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 59.70 અંક કમજોર થઈને 11,271.30 પર બંધ થયું. નિફ્ટીના 50 શૅરોમાંથી 12 લીલા નિશાન પર અને 38 લાલ નિશાનમાં કારોબાર કરી બંધ થયા છે. આજે સવારે બજાર મામૂલી વધારા સાથે ખુલ્યું. બીએસઈ આજે લગભગ 9 અંકોના મામૂલી વધારા સાથે 37,990.23 પર ખુલ્યું. જ્યાં નેશનલ સ્ટૉક એક્સચેનજના નિફ્ટી ઈન્ડેક્સ આજે લગભગ 9 અંકોના મામૂલી ઘટાડા સાથે 11,322.45 પર ખુલ્યું.
નિફ્ટીના જે શૅરોમાં ઘટાડો જોવા મળ્યો એમાં યૂપીએલ, અદાણી પોર્ટ્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, આઈશર મોટર્સ અને ઈન્ડસઈન્ડ બેન્ક પ્રમુખ હતા, જ્યારે ગેનર શૅરોમાંથી ઝી એન્ટરટેનમેન્ટ, એશિયન પેન્ટ્સ, એચયૂએલ, એચડીએફસી અને એચસીએલ ટેક સામેલ છે.
ADVERTISEMENT
મેટલ ઈન્ડેક્સ 2%થી વધારે લપસી ગયું, એના બાદ ઑટો, ઉર્જા, ઈન્ફ્રા, આઈટી અને ફાર્મા શૅરોમાં ઘટાડો જોવા મળ્યો. મિડકેપ ઈન્ડેક્સ 1.5% નીચે રહ્યું, જ્યારે સ્મૉલકેપ ઈન્ડેક્સ 1%થી વધારે ઘટ્યું.

