આઇસી૧૫ ઇન્ડેક્સ ૨૦૯ પૉઇન્ટ ઘટ્યો
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં ફુગાવાના આંકડા જાહેર થવા પહેલાં બુધવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૦.૬૨ ટકા (૨૦૯ પૉઇન્ટ) ઘટીને ૩૩,૭૩૮ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૩૩,૯૪૭ ખૂલીને ૩૪,૨૮૮ની ઉપલી અને ૩૩,૩૮૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટ્રોન અને પૉલિગોન સિવાયના તમામ કૉઇન ઘટ્યા હતા. ટોચના ઘટેલા કૉઇનમાં અવાલાંશ, સોલાના, પોલ્કાડૉટ અને કાર્ડાનો સામેલ હતા. બીટકૉઇન ૨૬,૦૦૦ ડૉલરની ઉપર રહી શક્યો હતો.
દરમ્યાન ચેઇનઍનૅલિસિસે કરાવેલા એક અભ્યાસનું તારણ છે કે ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર ભારે કરવેરો લાદવામાં આવ્યો છે છતાં વૈશ્વિક સ્તરે ભારત ક્રિપ્ટોકરન્સી અપનાવવામાં ટોચનું બીજું સ્થાન ધરાવે છે. ચેઇનઍનૅલિસિસે ગ્લોબલ ક્રિપ્ટો અડોપ્શન ઇન્ડેક્સ ૨૦૨૩ તૈયાર કરાવ્યો છે અને એના અહેવાલમાં ઉક્ત બાબત બહાર આવી છે. બીજી બાજુ હૉન્ગકૉન્ગની મૉનિટરી ઑથોરિટી, બૅન્ક ઑફ ઇઝરાયલ અને બૅન્ક ઑફ ઇન્ટરનૅશનલ સેટલમેન્ટ્સે એક અહેવાલ બહાર પાડ્યો છે. પ્રોજેક્ટ સેલા હેઠળ આ અહેવાલ સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સીની સલામતીની ચકાસણી કરવા માટે તૈયાર કરાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અન્ય એક અહેવાલ મુજબ ફ્રેન્કલિન ટેમ્પલ્ટને સ્પૉટ બીટકૉઇન ઈટીએફ માટે અમેરિકન સિક્યૉરિટીઝ એક્સચેન્જ કમિશન સમક્ષ અરજી કરી છે. આવી અરજી કરનારી અત્યાર સુધીની એ સૌથી મોટી કંપની છે.