દરમ્યાન હૉન્ગકૉન્ગ સરકારે ઓટીસી ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગના નિયમન માટે જાહેર જનતા પાસેથી મંતવ્યો મગાવ્યાં છે
પ્રતીકાત્મક તસવીર
વ્હેલ દ્વારા બીટકૉઇન વધુ ભેગો કરાવા લાગ્યો હોવાથી વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે વૃદ્ધિનું વલણ આગળ વધ્યું હતું. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૩.૦૫ ટકા (૧૭૫૧ પૉઇન્ટ) વધીને ૫૯,૧૪૩ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૫૭,૩૯૨ ખૂલીને ૫૯,૪૧૭ની ઉપલી અને ૫૭,૧૧૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સની વૃદ્ધિમાં ૨થી ૫ ટકાની રેન્જમાં વધેલા બીટકૉઇન, સોલાના, લાઇટકૉઇન અને બીએનબીનો મોટો હિસ્સો હતો. ચેઇનલિન્ક અને ટોનકૉઇન અનુક્રમે ૨.૭૫ ટકા અને ૦.૪૧ ટકા ઘટ્યા હતા.
દરમ્યાન હૉન્ગકૉન્ગ સરકારે ઓટીસી ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગના નિયમન માટે જાહેર જનતા પાસેથી મંતવ્યો મગાવ્યાં છે. સરકારે ઓટીસી ટ્રેડને ઍન્ટિ-મની લૉન્ડરિંગ અને કાઉન્ટર ટેરરિસ્ટ ફાઇનૅન્સિંગ ઑર્ડિનન્સ હેઠળ લાવવાનું વિચાર્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ બ્લૅકરૉક અને ફિડેલિટીના બીટકૉઇન ઈટીએફે છેલ્લાં ૩૦ વર્ષમાં સૌથી વધુ સારી કામગીરી કરી છે.