આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૨૪૯૭ પૉઇન્ટની વૃદ્ધિ
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના સ્પૉટ બિટકૉઇન ઈટીએફમાં મોટા પાયે નાણાપ્રવાહ આવ્યો અને હવે અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે એ પરિબળોની અસર તળે બુધવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિ નોંધાઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૨.૮૩ ટકા (૨૪૯૭ પૉઇન્ટ) વધીને ૯૦,૭૨૫ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૮,૨૨૮ ખૂલીને ૯૧,૪૮૩ની ઉપલી અને ૮૮,૧૮૭ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કૉઇન વધ્યા હતા, જેમાંથી ૧૦.૩૯ ટકા સાથે બીએનબી ટોચનો વધનાર હતો. શિબા ઇનુ, ટોનકૉઇન, સોલાના અને અવાલાંશમાં ૪થી ૮ ટકાની રેન્જમાં વૃદ્ધિ નોંધાઈ હતી.
દરમ્યાન યુનાઇટેડ આરબ અમીરાત્સની કેન્દ્રીય બૅન્કે સ્ટેબલકૉઇન માટેના નિયમન ઘડી કાઢવા માટે મંજૂરી આપી છે. એણે સીબીડીસી (સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી) ક્ષેત્રે થયેલી પ્રગતિની સમીક્ષા કરી છે અને કમર્શિયલ બૅન્કોને સીબીડીસીના પ્રાયોગિક ઉપયોગના અભ્યાસમાં જોડાવા પ્રોત્સાહન આપ્યું છે. થાઇલૅન્ડમાં સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશને દેશમાં પ્રથમ સ્પૉટ બિટકૉઇન ઈટીએફના ટ્રેડિંગ માટે મંજૂરી આપી છે.

