Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > ડિસેમ્બર ૨૦૨૩ આપશે મોટી કમાણીની તક: ડૉમ્સ સહિત આવી રહ્યા છે આ નવા આઈપીઓ

ડિસેમ્બર ૨૦૨૩ આપશે મોટી કમાણીની તક: ડૉમ્સ સહિત આવી રહ્યા છે આ નવા આઈપીઓ

07 December, 2023 06:34 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ડિસેમ્બર (December 2023) મહિનો આઈપીઓ (IPO) દ્વારા શેરબજાર (Share Market)માં રોકાણ કરનારા રોકાણકારોને મોટી કમાણી કરવાની તક પૂરી પાડવા જઈ રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ડિસેમ્બર (December 2023) મહિનો આઈપીઓ (IPO) દ્વારા શેરબજાર (Share Market)માં રોકાણ કરનારા રોકાણકારોને મોટી કમાણી કરવાની તક પૂરી પાડવા જઈ રહ્યો છે. વર્ષ 2023ના છેલ્લા મહિનામાં ઘણા આઈપીઓ આવી રહ્યા છે. શીતલ યુનિવર્સલ લિમિટેડનો આઈપીઓ 6 ડિસેમ્બરે બંધ થયો છે, તો ગ્રાફિસેડ્સ અને મેરિનટ્રાન્સ ઈન્ડિયા લિમિટેડનો આઈપીઓ 5મી ડિસેમ્બરે બંધ થયો છે.


આ વર્ષે અત્યાર સુધીમાં બીએસઈ પર 103 આઈપીઓ (IPO) લિસ્ટ થયા છે. તેમાંથી 48 બીએસઈના મુખ્ય બોર્ડમાં હતા. બીએસઈ એસએમઈ સેગમેન્ટ સંબંધિત 55 આઈપીઓ છે. તેમાંથી 87 આઈપીઓ તેમની ઇશ્યૂ કિંમત કરતાં વધુ કિંમતે લિસ્ટ થયા હતા, જ્યારે 15 નીચા ભાવે લિસ્ટ થયા હતા. કુલ 80 આઈપીઓ લિસ્ટિંગના દિવસે જ તેમના રોકાણકારો માટે નફો કરવામાં સફળ રહ્યા હતા, જ્યારે 22 આઈપીઓ માર્કેટ એન્ટ્રીના દિવસે લાલ નિશાનમાં બંધ થયા હતા.



ડિસેમ્બર 2023માં આવનાર આઈપીઓની યાદી


એક્સે માઇક્રોસેલ લિમિટેડ આઈપીઓ: એક્સે માઇક્રોસેલ લિમિટેડ આઈપીઓ 8 ડિસેમ્બર, 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 12 ડિસેમ્બર, 2023ના રોજ બંધ થશે. આઈપીઓની પ્રાઇસ બેન્ડ ₹133થી ₹140 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ન્યૂનતમ લોટ સાઈઝ 1000 શેર છે. એટલે કે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા ₹140,000નું રોકાણ કરવું પડશે.

ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ: આઈપીઓ: ડોમ્સ આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે 13 ડિસેમ્બર, 2023ના રોજ ખૂલશે અને 15 ડિસેમ્બર, 2023ના રોજ બંધ થશે. આ ₹1,200.00 કરોડનો બુક-બિલ્ટ ઈશ્યૂ છે અને ₹350.00 કરોડનો નવો ઈશ્યૂ છે અને ₹850.00 કરોડના વેચાણની ઑફર છે. ડોમ્સ આઈપીઓની પ્રાઇસ બેન્ડ ₹750થી ₹790 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.


શીતલ યુનિવર્સલ આઈપીઓ: કૃષિ કૉમોડિટી સપ્લાયર શીતલ યુનિવર્સલ લિમિટેડ 4 ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે હતું છે અને 6 ડિસેમ્બરે બંધ થયું હતું. આઈપીઓ ઇશ્યૂનું કદ ₹23.80 કરોડ હતું, જે સંપૂર્ણપણે 34 લાખ ઇક્વિટી શેરનો તાજો ઇશ્યૂ છે. આઈપીઓની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹70 છે. આઈપીઓ લોટનું કદ 2,000 શેર છે એટલે કે લઘુત્તમ રોકાણની રકમ ₹140,000 છે.

મેરિનટ્રાન્સ ઈન્ડિયા લિમિટેડ આઈપીઓ: મેરિનટ્રાન્સ ઈન્ડિયા આઈપીઓ બિડ્સ સબ્સ્ક્રિપ્શન માટે 30 નવેમ્બરના રોજ ખોલવામાં આવ્યો હતો અને 5 ડિસેમ્બરે બંધ થયો હતો. મેરિનટ્રાન્સ ઈન્ડિયા આઈપીઓ માટેની ફાળવણી શુક્રવાર, ડિસેમ્બર 8, 2023ના રોજ ફાઇનલ થવાની અપેક્ષા છે. આઈપીઓની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹26 નક્કી કરવામાં આવી છે. છૂટક રોકાણકારો માટે અરજીની લઘુત્તમ લોટ સાઈઝ 4000 શેર છે. જરૂરી ન્યૂનતમ રોકાણ રકમ ₹104,000 છે.

ગ્રાફિસેડ્સ લિમિટેડ આઈપીઓ: ગ્રાફિસેડ્સ આઈપીઓ 30 નવેમ્બરે બિડિંગ માટે ખુલ્યો હતો અને 5 ડિસેમ્બરે થયો હતો. ગ્રાફિસેડ્સ આઈપીઓની કિંમત શેર દીઠ ₹111 છે. લઘુત્તમ લોટ સાઈઝ 1200 શેર છે. જરૂરી રોકાણની ન્યૂનતમ રકમ ₹133,200 છે.

મુથૂટ માઇક્રોફિન લિમિટેડ આઈપીઓ: મુથૂટ માઇક્રોફિન આઈપીઓ એ ₹1,350.00 કરોડનો બુક-બિલ્ટ ઇશ્યૂ છે. આઈપીઓની તારીખો અને શેરની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી.

એસજે લોજિસ્ટિક્સ આઈપીઓ: એસજે લોજિસ્ટિક્સ આઈપીઓ એ સંપૂર્ણપણે 38.4 લાખ શેરનો તાજો ઇશ્યુ છે. આઈપીઓની તારીખો અને શેરની કિંમત હજુ જાહેર કરવાની બાકી છે.

ઉલ્લેખનીય છે કે, સિવાય આઈનોક્સસીવીએ, જ્યોતિ સીએનસી ઑટોમેશન, ઇન્ડિયા શેલ્ટરે હજુ સુધી તેમના આઈપીઓની તારીખો જાહેર કરી નથી.

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2023 06:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK