અમેરિકાનું ઇન્ફ્લેશન વધીને આવવાની ધારણાએ સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું
સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર
સિરિયામાં બળવાખોરી થતાં સત્તાપલટો થતાં તેમ જ ચીનની સેન્ટ્રલ બૅન્કે છ મહિનાના ગૅપ બાદ ફરી ગોલ્ડ-બાઇંગ શરૂ કરતાં સોનું વર્લ્ડ માર્કેટમાં વધ્યું હતું. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ નવેમ્બરમાં ૫.૪૮ ટન સોનાની ખરીદી કરીને ગોલ્ડ રિઝર્વને ૨૨૬૯ ટને પહોંચાડી હતી. ચીનની સેન્ટ્રલ બૅન્કે ગયા એપ્રિલ પહેલાંના ૧૮ મહિના એકધારી સોનાની ખરીદી કર્યા બાદ છેલ્લા છ મહિનાથી સોનાની ખરીદી કરી નહોતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૫૦૫ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૯૮૦ રૂપિયા વધ્યો હતો.




