ઘઉંના ભાવ ગયા વર્ષની તુલનાએ ૫૦ ટકા જેટલા નીચા ચાલી રહ્યા છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતીય ઘઉં બજારમાં તેજી ચાલી રહી છે, પરંતુ વૈશ્વિક ઘઉંની બજારમાં મંદી જોવા મળી રહી છે અને વિશ્વ બજાર માટે બેન્મચાર્ક શિકાગો ઘઉં વાયદો બે વર્ષના તળિયે પહોંચી ગયો હતો. ઘઉંની બજારમાં આગામી દિવસોમાં વધુ મંદી થશે તો ભારતમાં આયાત પડતરની નજીક ભાવ પહોંચી જાય એવી ધારણા છે.
શિકાગો ઘઉં સળંગ પાંચમા સત્રમાં ઘટ્યા હતા, જે બે વર્ષમાં એની સૌથી નીચી સપાટીએ સરકી ગયા હતા, કારણ કે ગયા અઠવાડિયે યુક્રેનિયન અનાજ મોકલવાના સોદા પછી કિંમતો પર પૂરતા પ્રમાણમાં વૈશ્વિક પુરવઠાની અપેક્ષાઓનું વજન વધ્યું હતું. બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો ૫.૯૯ ડૉલરની સપાટી પર પહોંચ્યો હતો અને સપ્તાહમાં નવ ટકાનો ઘટાડો થયો હતો. ઘઉંના ભાવ ગયા વર્ષની તુલનાએ ૫૦ ટકા જેટલા નીચા ચાલી રહ્યા છે.
સાત સમૃદ્ધ રાષ્ટ્રોના જૂથે શુક્રવારે બ્લૅક સી ગ્રેન ડીલના તમામ સહભાગીઓને એની મહત્તમ સંભવિતતા પર અને જ્યાં સુધી જરૂરી હોય ત્યાં સુધી એની સરળ કામગીરીને ચાલુ રાખવા અને સંપૂર્ણ રીતે અમલમાં મૂકવા મંજૂરી આપી હતી. ગયા અઠવાડિયે, યુક્રેન બ્લૅક સી અનાજ સોદો વધુ બે મહિના માટે લંબાવવામાં આવ્યો હતો, જેનાથી વિશ્વના પુરવઠા પરની ચિંતાઓ હળવી થઈ હતી.
રશિયા દર વર્ષે સરેરાશ ૧૩૦૦ લાખ ટન અનાજ ઉત્પાદન કરવાની અને ૫૫૦ લાખ ટન સુધીની નિકાસ કરવાની યોજના ધરાવે છે એમ રશિયાનાં પ્રથમ નાયબ કૃષિ પ્રધાન ઓક્સાના લુટે જણાવ્યું હતું. તેણીએ ઉમેર્યું હતું કે યુક્રેનમાં સંઘર્ષને કારણે કેટલાક દેશોએ રશિયન અનાજને નકારી કાઢ્યું હોવા છતાં મૉસ્કોએ એની અનાજની નિકાસમાં વધારો કર્યો હતો, જેને રશિયા એનું ‘વિશેષ લશ્કરી ઑપરેશન’ કહે છે.
વૈશ્વિક ઘઉંના ભાવ ઘટી રહ્યા છે અને ભારતીય બજારમાં ભાવ સતત વધી પરહ્યા છે. ભારત સરકાર જો આગામી દિવસોમાં ઘઉંની તેજીને રોકવા માટે આયાત ડ્યુટી નાબૂદ કરે તો ભારતમાં ઘઉંની પડતર બેસી જાય એવી સંભાવના રહેલી છે.