ગયા નાણાકીય વર્ષ દરમ્યાન સેક્ટરની એકંદર આવકમાં ઈવી પાર્ટ્સનો હિસ્સો નજીવો એક ટકા હતો
પ્રતીકાત્મક તસવીર
ક્રિસિલના જણાવ્યા અનુસાર વધતા ઇલેક્ટ્રિકલ વચ્ચે ઑટો કમ્પોનન્ટ ઉદ્યોગ ૨૦૨૭ સુધીમાં એની આવકના ૯થી ૧૧ ટકા ટકા ઇલેક્ટ્રિક વેહિકલ પાર્ટ્સમાંથી આવવાની ધારણા છે. આ વૃદ્ધિ આ સમયગાળા દરમ્યાન પરંપરાગત આંતરિક કમ્બશન એન્જિન-સંચાલિત વાહનો માટેના ભાગનો પુરવઠો પણ વધશે એમ એણે જણાવ્યું હતું.
ગયા નાણાકીય વર્ષ દરમ્યાન સેક્ટરની એકંદર આવકમાં ઈવી પાર્ટ્સનો હિસ્સો નજીવો એક ટકા હતો.
ADVERTISEMENT
ઇલેક્ટ્રિક વાહનોના ઘટકોની આવક ગયા નાણાકીય વર્ષના ૪૩૦૦ કરોડ રૂપિયાની સરખામણીએ નાણાકીય વર્ષ ૨૦૨૭માં લગભગ ૭૬ ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિદરે વધીને ૭૨,૫૦૦ કરોડ રૂપિયા થવાની શક્યતા છે, એમ એણે જણાવ્યું હતું.
આ આવકનો ૬૦ ટકા જેટલો બૅટરી સેગમેન્ટમાંથી અને ૧૫ ટકા ડ્રાઇવટ્રેન અને ઇલેક્ટ્રૉનિક્સમાંથી આવવાની ધારણા છે, જેમાં ૯૦ ટકા ઈવી ઘટક પુરવઠો ટૂ-વ્હીલર અને પૅસેન્જર વેહિકલ સેગમેન્ટ માટે હોવાની શક્યતા છે એમ ક્રિસિલે જણાવ્યું હતું.
સોશ્યલ સ્ટૉક એક્સચેન્જના ફ્રેમવર્કને સેબીએ નોટિફાઇડ કર્યું
કૅપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ માટે સામાજિક સાહસોને ભંડોળ ઊભું કરવા માટે વધારાનો માર્ગ પૂરો પાડવા એક માળખું સૂચિત કર્યું છે. સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ માટેનું માળખું નિયમનકાર દ્વારા રચાયેલ કાર્યકારી જૂથ અને ટેક્નિકલ જૂથની ભલામણોના આધારે વિકસાવવામાં આવ્યું છે. સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ એ ભારતમાં એક નવતર ખ્યાલ છે અને આવા એક્સચેન્જનો હેતુ બિન-લાભકારી ક્ષેત્રોને વધુ મૂડી પહોંચાડીને સેવા આપવાનો છે. આનો વિચાર બજેટ સ્પીચ ૨૦૧૯-’૨૦માં રજૂ કરાયો હતો.


