અસોસિએશન દ્વારા ૨૦૨૨-’૨૪ના વર્ષ માટે હોદ્દેદારોની વરણી

અશોકકુમાર જૈન
મુંબઈના ખાંડના અગ્રણી અસોસિએશન એવા મુંબઈ શુગર મર્ચન્ટ અસોસિએશનની વર્ષ ૨૦૨૨-’૨૪ માટેની નવી મૅનેજિંગ કમિટીની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં પ્રમુખપદે સતત નવમી વાર અશોકકુમાર જૈન-રાનાવટની પસંદગી કરવામાં આવી હતી. ચૅરમૅન તરીકે મોહન ગુરનાનીની લાઇફટાઇમ માટે વરણી કરવામાં આવી હતી.
વાઇસ પ્રેસિડન્ટ તરીકે હરખચંદ વોરા અને સેક્રેટરી તરીકે મુકેશ કુવાડિયા તથા જૉઇન્ટ સેક્રેટરી તરીકે જગદીશ રાવલની પસંદગી થઈ હતીજ્યારે કમિટી મેમ્બરોમાં પોપટલાલ ભંડારી, રાજેશ વોરા, ઉત્તીન લોડાયા, રોશન મુરગાઈ, મહેન્દ્ર વોરા, નેમીષ ડેઢિયા અને કેતન ફુરિયાની પસંદગી થઈ હતી.