કૃષિનો ૬.૯૪ ટકા અને ગ્રામીણ કામદારોનો ૬.૮૭ ટકા નોંધાયો

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી ૨૦૨૩માં કૃષિ અને ગ્રામીણ કામદારો માટે છૂટક ફુગાવો અનુક્રમે ૬.૯૪ ટકા અને ૬.૮૭ ટકા થયો હતો.
ગયા વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૨માં એ અનુક્રમે ૫.૫૯ ટકા અને ૫.૯૫ ટકા હતો.
શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું હતું કે આ વધારો દવાની કિંમતો, ડૉક્ટરોની ફી, વાળંદ ચાર્જ, બસભાડું, કપડાં ધોવાની દુકાનો, સિનેમાની ટિકિટ વગેરેના કારણે થયો છે.
નિવેદન અનુસાર, સીપીઆઇ-એએલ એટલે કે ખેતમજૂરો માટે અખિલ ભારતીય ઉપભોક્તા ભાવ સૂચકાંક અને સીપીઆઇ-આરએલ એટલે કે ગ્રામીણ મજૂરો માટે અખિલ ભારતીય ઉપભોક્તા ભાવ સૂચકાંક પર આધારિત પૉઇન્ટ-ટુ-પૉઇન્ટ ફુગાવાનો દર પ્રતિ ૬.૯૪ અને ૬.૮૭ ટકા હતો. જાન્યુઆરી ૨૦૨૩માં અનુક્રમે ૬.૮૫ ટકા અને ૬.૮૮ ટકાની સરખામણીમાં ગયા વર્ષે અનુક્રમે ૫.૫૯ ટકા અને ૫.૯૪ ટકા હતો.